________________
ના ગમતા વિચારો સામે...
૨૬૯
૨૭૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
I
ની વાગે
પ્રશ્નકર્તા : પણ વિચારો એટલા બધા આવે છે કે વિધિનાં પાંચ વાક્યો વાંચવા હોય તોય સળંગ વંચાતા જ નથી.
દાદાશ્રી : વિચારો આવે, તેમાં મનને વિચારો આવે છે, તે કંઈ આત્માને વિચારો આવે નહીં કોઈ દહાડોય ! એવું કોઈ માને જ નહીં કે આત્માને વિચાર આવ્યો. એ વિચારવાનો બધો મનનો સ્વભાવ છે, એમાં કોને તું વગોવે છે ?
મતથી છૂટું રહેવાય ? પ્રશ્નકર્તા : મનથી જુદું કેવી રીતે રહેવું, છૂટું પાડી ને ?
દાદાશ્રી : જ્ઞાન સિવાય મનથી જુદું ના રહી શકાય. મન જોડે તો જરાક મીઠાશ આવી કે તન્મયાકાર, તાદાભ્ય થઈ જાય. એટલે એનું નામ જ ભ્રાંતિ ને ! અને ખરાબ વિચાર આવે, તે ઘડીએ મનથી એ જુદો જ રહે છે ને ? નથી રહેતો ? એટલે જુદું રહેતાંય આવડે છે. મહીં મનમાં ગમતો વિચાર આવ્યો કે આપણે સિનેમા જોવા જઈએ. તો વિચાર મનમાં આવે છે તે તમે પકડી લો છો, કે “મને વિચાર આવ્યો ! અલ્યા, મનને વિચાર આવે છે. વિચાર જે ભૂમિકા છે, તે માનસિક ભૂમિકા છે.
અને મનમાં ના ગમતા વિચાર આવે કે “છોકરો મરી જશે તો શું થશે ?” તો એ કેમ પકડી નથી લેતો ? ત્યારે તો કહે છે, કે “મને ખરાબ વિચાર આવે છે.” ખરાબ વિચાર એ પકડી ના લેને ?
મીઠો અને ગમતો આવેને ત્યાં એકાકાર થઈ જાય, તદાકાર થાય. એટલે કોઈ દહાડો સંસાર અટકે જ નહીં. તેથી આ સંસાર ઊભો રહ્યો છે ને તેથી ચાર્જ થયેલું છે બધું.
તન્મયાકાર થયા ત્યાં મત જીવંત ! જગતમાં ના જીવવાના વિચાર આવે છે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે કેટલાક વિચારો તમને ખરાબ આવે ને, તો તમે શું કહો કે બળ્યા, મને ના ગમતા હોય એવા વિચારો આવે છે. તમે એમાં ભેગા નથી થતા. તમે એમાં તન્મયાકાર થતા નથી. એટલે આ વિચારો દેખાય છે તમને. અને જે ગમતા હોય તેમાં તન્મયાકાર થઈ જાય. એટલે પછી તમને એ વિચારો દેખાય નહીં. ના ગમતા હોય એમાં છૂટા રહો, તો એ કશું ફળ આવ્યા વગર જતા રહે. એ કશું કરી શકે નહીં. જરા ગુંગળામણ તમને કરાવી જતા રહે. એટલે ખરાબ વિચાર આવે અને તમે જો એક્સેપ્ટ કર્યું તો બગાડ્યું. વિચારમાં તન્મયાકાર ના થવાય. વિચારો તો મરેલી વસ્તુ છે, જીવતી વસ્તુ નથી. મરેલી વસ્તુમાં આપણે તન્મયાકાર થઈએ તો જીવતી થાય. એ ભૂત જેવી વસ્તુ છે. આપણે તન્મયાકાર થયા તો વળગે.
પ્રશ્નકર્તા: મનના વિચારોમાં તન્મયાકાર થાય એને જ જીવંત કહેવાય ને ?
દાદાશ્રી : આત્મા ને મન, એ બે તન્મયાકાર થાય, એ જીવંત કહેવાય તો યોનિમાં બીજ પડે, સંસાર બીજ. એટલે કર્મ બંધાય. અને જગત આખાને તન્મયાકાર થાય. સાધુ હોય, સંન્યાસી હોય, બધાંને થાય. એટલે આપણે જરા જાગૃત રહેવું પડે. મડદાલ છે ને, પાછું આપણને વળગી પડે.
કેળવો શક્તિ બન્નેને જોવાની ! પ્રશ્નકર્તા: આપણને તાદાત્મ કેમ થતું હશે ?
દાદાશ્રી : તાદાત્મની બહાર પોતે નીકળ્યો જ નથી કોઈ દહાડોય ! આ જ એનું નિજાધ્યાસ છે. આનો અધ્યાસ, દેહાધ્યાસ એમાં પાછો નિજાધ્યાસ, બધું આનું આ જ છે. આમાંથી નીકળ્યો નથી. મન તો ખાલી વિચાર બતાવે પણ અજ્ઞાનતાને લઈને શું થાય છે ? આપણને મોહ છે વસ્તુઓ ઉપર, ગમતી વસ્તુ આવી એટલે આ એકાકાર થઈ જાય છે. જો ના ગમતામાં તમે એકાકાર નથી થઈ શકતા તો તમે શક્તિવાન તો છો જ એ નક્કી છે. મારી વાત સમજાય છે