________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૬૫
૨૬૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
જુદી બેઠેલી. જેવી શ્રદ્ધા બેઠેલી હતી તેવું જ્ઞાન થયું હતું ને આ અવતારમાં આજે વર્તન ગયા અવતારની શ્રદ્ધા ને જ્ઞાન પ્રમાણે થઈ રહ્યું છે ને આજનું જ્ઞાન આપણને નવું મળ્યું છે, તે એ બેની વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે.
કેટલાક માણસ મને કહે છે, “બળ્યું, આ ચોરી કરાતી હશે ? પણ મને ચોરીના જ વિચાર આવે છે.’ મેચક્કર, એ સ્ટેશન પર હતો. જ્ઞાન-દર્શન જે ભરેલા છે, તે જ માલ નીકળે છે અત્યારે.
બધી બહુ જાતની અટકણો પડેલી હોય છે, ને આપણે પણ સમજીએ કે આ અટકણો પડેલી છે. આ બધું કોને કામનું છે કે જેને આગલો અવતાર ચીતરવો હોય તો તે, શેમાં શેમાં અભિપ્રાય રહે છે ને શેમાં શેમાં નથી રહેતો, તેના પરથી એ બધું કાઢી શકે. પણ આપણે તો આગલો અવતાર ચીતરવો જ નથી ને કે આપણો આગલો અવતાર કેવો હતો ?
એટલે આ મન તમારા પોતાના ઓપિનિયન જ છે. જે જે ઓપિનિયન તમે ડિસાઇડ (નક્કી) કર્યા એનું જ મન બનેલું છે. અને તે ફરીના (આવતા) જન્મે તમારા ઓપિનિયન જુદા હશે, ત્યારે મન પેલાં પાછલા ઓપિનિયન બતાવ્યા કરશે. એટલે તમારે અથડામણ ચાલ્યા કરશે, રાત-દહાડોય !
મન તો એ કંઈ નવી વસ્તુ નથી. આ ભવમાં જન્મ્યા પછીની વસ્તુ નથી એ. મન ગયા અવતારની આખી તમારી હીસ્ટરી (ઇતિહાસ) છે, તે સમરી (ઉપસંહાર) છે પાછી. એકલી હીસ્ટરી નહીં, સમરી પણ છે. હવે એના ઉપરથી નવું મન ઉત્પન્ન થઈ રહ્યું છે પાછું. એટલે જૂનું ડિસ્ચાર્જ થયા કરે છે ને નવું ચાર્જ થયા કરે છે.
સંઘર્ષ એ બે મત વચ્ચે !
જૂની શ્રદ્ધા પ્રમાણે વર્તન છે અને આજની શ્રદ્ધા પ્રમાણે વર્તન થતું નથી. તેનું આ સંઘર્ષણ છે બધું. આ સંઘર્ષણ ચાલ્યા જ કરે છે. હવે આ સંઘર્ષણ અટકે નહીં ત્યાં સુધી શું કરવું ? જ્યાં સુધી મન વશ થાય નહીં ત્યાં સુધી આ સંઘર્ષણ અટકે નહીં.
મન વશ ક્યારે થાય ? જ્ઞાનીનો ફોલોઅર્સ થાય. જેનું મન વશ થયેલું છે, તેનો ફોલોઅર્સ થાય ત્યારે મન વશ થાય.
એટલે આ સંઘર્ષણ ચાલ્યા જ કરવાનું. ત્યારે એણે તે સંઘર્ષણના કાળમાં શું કરવું જોઈએ ? જ્ઞાનીને તો બધા મળે નહીં. જ્ઞાનીને એ બધા ક્યાંથી ભેગા થાય ? તો બીજા લોકોએ શું કરવું જોઈએ ? ઉપાય તો કરવો જોઈએને ? ત્યાં મનને ડાઈવર્ટ (વાળી લેવું) કરવું જોઈએ, મનને ડાઈવર્ઝન રોડ આપી દેવો જોઈએ. ને જ્યાં મુશ્કેલી વગર છે ત્યાં તો મન ચાલ્યા કરે.
બે મન, એક પેલું જૂનું મન અને આ (અત્યારનું) ભાવ મન. તો એ ભાવ મનને રસ્તો આપીએ એટલે રાગે પડ્યું. પછી એ કોઈ જાતનો કકળાટ ના કરે.
જુની શ્રદ્ધા ને આજની શ્રદ્ધા, આજે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનાથી જે શ્રદ્ધા બેઠી છે અને પેલી જૂની શ્રદ્ધા બેઠેલી છે, તો હવે