________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
દૃઢ થઈ ગયું, શ્રદ્ધા એવી દૃઢ થઈ ગઈ કે લાંચ લેવાય નહીં. બારમા માઈલમાં આવ્યો તે આજુબાજુ બધા સર્કલવાળા લાંચ લેતા હોય, એનાથી લેવી હોય તો ય લેવાય નહીં. કારણ કે એને અગિયારમા માઈલમાં શ્રદ્ધા બેસી ગઈ હતી. એટલે આજે એનું આ પ્રવર્તન આવ્યું છે. શ્રદ્ધા ગયા અવતારમાં હતી, પ્રવર્તન અત્યારે આવ્યું છે. - હવે ઘણા કાળ સુધી તો એને લેવી જ નહોતી અને એમેય બોલતો હતો કે ના ભઈ, આપણે જોઈતીય નથી, અને લાંચ લેવી એ વાતેય ખોટી છે. પછી એની વાઈફે દસ-પંદર વર્ષ સુધી ટકોર કર કર કરી કે ભાઈબંધો બધાએ મોટા મોટા બંગલા બાંધ્યા ને તમે તો આવા જ રહ્યા ને આમતેમ, એટલે એની શ્રદ્ધા મહીં ડગી ગઈ, કે “આ હું ખોટું કરું છું. મારે લાંચ લેવી જ જોઈએ.’ હવે એની શ્રદ્ધા ફરી પણ પ્રવર્તન ફરતું નથી. પ્રવર્તન તો એનું એ જ છે કે એનાથી લાંચ લેવાય નહીં.
ઘેરથી નક્કી કરીને ગયો કે આજ લાંચ લઈશું અને ત્યાં ઓફિસે કોઈ આપવા આવે તોય લાંચ ના લેવાય. હવે પછી એના મનમાં એમ થાય કે હું જ નબળો છું. મૂરખ છું. અલ્યા, તું નબળાય નથી કે મૂરખેય નથી. આ તો તારી શ્રદ્ધા જે બેઠેલી, તેનું શ્રદ્ધા ફળ આવ્યું છે આ. અને હવે અત્યારે આ શ્રદ્ધા તારી બદલાઈ ગઈ છે. તમને સમજાય છે આ વાત, હું શું કહેવા માગું છું તે ?
અગિયારમા માઈલમાં આવી શ્રદ્ધા બેઠી હોય અને બારમા માઈલમાં નવી જ જાતનું ઉત્પન્ન થયું હોય. તે આ મનનું સંઘર્ષણ એનું છે બધું અને આ સંસારનાં દુઃખો છે. અમે તો એ જાણી જઈએ કે આ અગિયારમા માઈલની હકીકત આવી છે અને બારમા માઈલમાં જુદું હોય. મન અગિયારમા માઈલનું હોય છે. મન જે ફળ આપે છે, એ અગિયારમા માઈલનું આપે છે. અને જે જ્ઞાન છે તે બારમા માઈલનું દેખાડે છે કે ભઈ, આવું છે. આ ખોટું છે. એટલે આ બધું ઘર્ષણ ઊભું થાય છે.
૨૬૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) કોઈ કહેશે, ‘આવી સરસ સ્ત્રી છે છતાં આને કેમ ઘર્ષણ છે ?” ત્યારે કહે, ‘અત્યારના જ્ઞાનના હિસાબે જુદું લાગે છે, પણ આ સ્ત્રી સરસ છે એવી એણે જે શ્રદ્ધા અગિયારમા માઈલમાં બેસાડી હતી, તે આજે આવ્યું છે અત્યારે અને આજે જ્ઞાન જુદી જાતનું છે. એથી આ ઘર્ષણ થાય છે.”
હવે આ ઘર્ષણ અટકાવવા માટે, જ્ઞાનીઓના જ્ઞાન સિવાય કોઈ દહાડો આ ઘર્ષણ અટકી શકે નહીં. અને આ સંસાર તો આવો ને આવો ચાલ્યા કરશે. પણ એનું રૂટકોઝ (મૂળ કારણ) શું એ બતાવું છું આ. આનું રૂટકોઝ શું છે એ આપને સમજાયું ? કારણ કે જગત અનાદિ પ્રવાહરૂપે જ છે. તમે કરતા નથી, પ્રવાહ જ કર્યા કરે છે. આ પ્રવાહના નિયમો જ તમને કર્તાપદમાં લાવે છે. અને કર્તાપદનું ભાન એ તમારો ઇગોઇઝમ છે.
એટલે ભગવાન આજે આને શું કહે છે ? એક લાંચના પૈસા લે છે અને મનમાં નક્કી કરે છે કે, મારે આ ક્યાં થાય છે, આવું
ક્યાં થાય છે ? અને બીજો પૈસા નથી લેતો છતાં લેવાના ભાવ છે, તેને ભગવાન પકડે છે. યુ આર રિસ્પોન્સિબલ (તમે જવાબદાર છો). હા, આ ચોર થવાનો છે. આ સંસાર વધારશે.
પ્રશ્નકર્તા : અને પેલો છૂટી રહ્યો છે.
દાદાશ્રી : હા, એ છૂટી રહ્યો છે. એટલે કુદરતને ઘેર ન્યાય જુદી જાતનો છે. આ જેવું લોકોને દેખાય છે એવું નથી. આપને સમજમાં આવે છે એ વાત ?
મત છે ગત ભવતી “સમરી' ! મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જે અંતઃકરણ છે ને, એ ગયા અવતારની આખી લાઈફનું આજે ફળ આપી રહ્યું છે. ગયા અવતારે તમે શું હતા, તે જ આજે ફળ આપી રહ્યું છે. અને આજના અવતારનું જ્ઞાન તમારામાં ‘ડિફર’ થાય છે (જુદું પડે છે) ! ગયા અવતારની શ્રદ્ધા