________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૫૩
૨૫૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તત્વદૃષ્ટિ ત્યાં ત અભિપ્રાય ! પ્રશ્નકર્તા : કોઈ માણસ અભિપ્રાય આપતો હશે ?
દાદાશ્રી : અભિપ્રાય તો આપવાનો જ ને ? જ્યાં સુધી અવસ્થા દૃષ્ટિ છે ત્યાં સુધી આપવાનો. તત્ત્વદેષ્ટિ હોય તો અભિપ્રાય ના અપાય.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી તત્ત્વદૃષ્ટિ તો થયેલી છે, છતાંય અભિપ્રાય આપે જ છે ને ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એવું શાથી થઈ જાય છે ?
દાદાશ્રી : થાય છે ને બધાંને, તત્ત્વદૃષ્ટિ તને આપી છે પણ તુંય અભિપ્રાય આપે.
પ્રશ્નકર્તા : એટલે આ દૃષ્ટિ હોવા છતાંય અભિપ્રાય અપાય, ખરું ?
પ્રશ્નકર્તા : તો શું પરિણામ આવે ? દાદાશ્રી : ખેદાન મેદાન કરી નાખે.
પ્રશ્નકર્તા: આ તત્ત્વદૃષ્ટિ અને અભિપ્રાય, બેઉ એટ એ ટાઈમ કઈ રીતે રહી શકે ?
દાદાશ્રી : જ્યાં સુધી બધી ફાઈલોનો સમભાવે નિકાલ ના થઈ જાય ત્યાં સુધી તત્ત્વદૃષ્ટિ છે તે પૂર્ણતાએ પ્રકાશતી નથી. ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે તત્ત્વદર્શન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વચરિત્ર બધું ભેગું થાય. અતત્ત્વદર્શન ગયું એનું પણ અતત્ત્વજ્ઞાન એને હજુ જતું નથી. તત્ત્વદર્શન થવાથી અતત્ત્વદર્શન ગયું એનું પણ તત્ત્વજ્ઞાન થયું નથી. અતત્ત્વજ્ઞાન એને હજુ ગયું નથી.
પ્રશ્નકર્તા : એનો જરા ફોડ પાડો ને, અતત્ત્વદર્શન અને અતત્ત્વજ્ઞાન વિશે ?
દાદાશ્રી : અતત્ત્વદર્શન ગયું એટલે તત્ત્વદર્શન થયું એને. પ્રશ્નકર્તા: તત્ત્વદર્શનમાં શું દેખાયું એને ? દાદાશ્રી : મૂળ તત્ત્વ ‘હું આ છું’ પછી બધું એને આવી ગયું. પ્રશ્નકર્તા : એવી રીતે સામાનું પણ રહે કે ભઈ, ખરેખર આ છે. દાદાશ્રી : એવું આવી ગયું, પણ અતત્ત્વજ્ઞાન ગયું નથી ને ! પ્રશ્નકર્તા : એમાં એ જ્ઞાન જાય ત્યારે શું થાય ? દાદાશ્રી : એ જ્ઞાન જાય એટલે તત્ત્વજ્ઞાન થાય. પ્રશ્નકર્તા : તો એમાં એને શું દેખાય ? શું સમજાય ?
દાદાશ્રી : તત્ત્વજ્ઞાન થાય એટલે ચારિત્ર હોય જ જોડે. સંપૂર્ણ થઈ ગયો. તત્ત્વજ્ઞાન કેવળજ્ઞાન સુધી પહોંચે.
પ્રશ્નકર્તા : એનો દાખલો આપી શકો ? તત્ત્વદર્શન છે પણ
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો તો તત્ત્વદષ્ટિથી જોવામાં કંઈક ભૂલ રહી જાય
દાદાશ્રી : નહીં, કષાયોનો અભાવ થયો નથી. પ્રશ્નકર્તા : એટલે કષાયના કારણે અભિપ્રાય અપાય છે ?
દાદાશ્રી : હા. તેય જીવતા કષાય નહિ, મરેલા કપાય, ડિસ્ચાર્જ કષાય. લોકો કહે, ‘ભઈ, આ તો મહાન સીતા જેવી સતિ છે.’ તોય પેલો કહે, ખોટી વાત, કળિયુગમાં તે હોય નહીં.’ તે એ અભિપ્રાય એનો ભયંકર જોખમ લાવે. એક નાનો ટેટો હાથમાં ઘાલીને અમથો ફોડીએ તો શું પરિણામ આવે છે ? તો પછી આવડો મોટો અભિપ્રાયનો બોંબ ફોડે તો ?