________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૫૯
૨૬૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અભિપ્રાય જ ના હોય. કારણ કે આજ્ઞામાં શું કહે છે ? એ કાકાનો છોકરો નથી, એ તો શુદ્ધાત્મા છે. એ કાકાનો છોકરો નિકાલી ફાઈલ છે. એટલે અભિપ્રાય ફરી આપે જ નહીં ને ! ચોર હોય કે શાહુકાર હોય ! જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અભિપ્રાય છે.
પ્રશ્નકર્તા : આપે કહેલું કે અભિપ્રાયથી રાગ-દ્વેષ ઊભા થાય છે. એટલે અભિપ્રાયને કારણે રાગ-દ્વેષ હોય છે, એ બેનો સંબંધ શું ?
દાદાશ્રી : કષાયથી જ અભિપ્રાય બાંધે ને ! પ્રશ્નકર્તા : પાછું અભિપ્રાયથી રાગ-દ્વેષ ઊભા થાય.
દાદાશ્રી : હા. સમજ પડીને ? સમજાય નહીં તો ફરી ફરી પૂછજો. આ કંઈ જેવી-તેવી વાત નથી. આ અબજો વર્ષોની વાત જે ખુલ્લી થતી નથી, તે આજ ખુલ્લી થાય છે. માઈન્ડને તો કોઈ દહાડો કોઈએ ખુલ્લું કર્યું નથી ને !
તત્ત્વજ્ઞાનમાં પરિણામ પામ્યું નથી, એને દાખલાથી કેવી રીતે સમજાવી શકાય ?
દાદાશ્રી : એની પાસે જે જ્ઞાન હતું આખું, ચોખ્ખું થયા સિવાય એ તત્ત્વદર્શન પ્રાપ્ત કરે છે.
પ્રશ્નકર્તા : પાછલું જ્ઞાન હતું એ હજુ પડ્યું છે.
દાદાશ્રી : હમણાં બહારથી આવ્યો ને હમણે છ વાગે એને જ્ઞાનમાં બેસાડીએ ને પછી છે તે તત્ત્વદર્શન બે જ કલાક પછી થાય છે. પણ પેલો માલ તો તેનો તે જ હતો ને ? માલ કંઈ ફેરફાર ઓછો થઈ ગયો છે ? હવે માલ ક્લિયર કરવાનો, ક્લિયરન્સ (ચોખ્ખો) કરવાનો. જેના આધારે એ ચાર્જ થયા કરતું હતું એ બધું બંધ થયું. હવે ડિસ્ચાર્જ ક્લિયરન્સ કરવાનું, જે માલ ભરેલો હતો તેનો.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં ભૂલ થાય, અભિપ્રાય અપાઈ જાય તો એ અભિપ્રાયને પાછો આ દર્શનથી છેદ ઉડાડવાનો રહ્યો ને ?
દાદાશ્રી : દર્શનની એટલી બધી જાગૃતિ હોવી જોઈએ ને ? આ અભિપ્રાય અપાઈ જાય છે એ ભૂલ છે એવી ખબર પડવી જોઈએ ને?
પ્રશ્નકર્તા : એટલે હજુ એવી માન્યતા હોય જોડે જ ? તો આવી બધી માન્યતા ને આવું પેલું પાછલું જ્ઞાન, એ બધું હોવા છતાં આ બાજુનું દર્શન નિરાવરણ થઈ જાય છે ?
દાદાશ્રી : થતું જાય, થઈ જાય છે, આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે. પછી આજ્ઞામાં રહો તો એ બધું કશુંય ના રહે. કંઈ રહે નહીં પછી. અભિપ્રાય કોઈ બાંધે જ નહીં આજ્ઞામાં રહે તો, પણ આજ્ઞામાં રહેતાં નથી ને !
પ્રશ્નકર્તા : ત્યાં પાછો પેલો પ્રશ્ન આવે, પાછલું ભરેલું જ્ઞાન, પાછલી માન્યતાઓ, એ એને અત્યારે આજ્ઞામાં ના રહેવા દે ને ?
દાદાશ્રી : આજ્ઞામાં રહે છે, તો કશું રહે એવું નથી. એને
આ દુનિયામાં જો તમને કોઈ વસ્તુ પર અભિપ્રાય ના બંધાય, તો મન ખલાસ થઈ જાય, એક્ઝોસ્ટ થઈ જાય. અમને કોઈ જાતનો અભિપ્રાય છે નહીં. તમે મને ગાળ ભાંડોને, મને તમારા માટે કોઈ જાતનો અભિપ્રાય જ નથી. અમે તત્ત્વદૃષ્ટિથી જ તમને જોઈએ. બીજા વિવેકની દૃષ્ટિની અમારે કંઈ જરૂર નથી. તમે મને ગાળ ભાંડો, મારો તોય હું બીજી દૃષ્ટિથી ના જોઉં.
આજનું મત, એટલે ગત ભવતી માન્યતા ! પ્રશ્નકર્તા : મન, જીવ અને આત્મા, એ વિશે કંઈ કહો.
દાદાશ્રી : આ મન છે એ પૂર્વભવનો માનેલો આત્મા છે. આ મન એ પૂર્વભવનું અનુસંધાન છે અને આ જે જીવ છે, એ આજનો માનેલો આત્મા છે. અને ત્રીજું આત્મા, એ યથાર્થ આત્મા અચળ છે. અને આ માનેલો આત્મા સચર છે, એને જીવ કહેવાય. સચર એટલે મિકેનિકલ આત્મા. એ તમારો માનેલો આત્મા છે, એ રોંગ બિલિફ છે