________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૫૫
૨૫૬
દાદાશ્રી : હોય જ નહીં.
પ્રશ્નકર્તા : વસ્તુ રંગે કાળી હોય તો એ કાળી છે એમ કહે છે, પણ સારી છે કે ખોટી છે એમ ના કહે.
દાદાશ્રી : એવું છે ને કે કાળી કહેવામાં વાંધો નથી. જ્યાં સુધી અજ્ઞાની છે, ત્યાં સુધી અભિપ્રાય હોય જ. અને જ્ઞાની હોય તેને અભિપ્રાય બેસે નહિ. પાંચ આજ્ઞા પાળે, તેને કોઈ પણ જાતની જવાબદારી છે જ નહીં. પણ આજ્ઞા ના પાળે તેને શું થાય ?
પ્રશ્નકર્તા : રોંગ બિલિફ અને અભિપ્રાય એ બેનો સંબંધ શો
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) બહુ સરળ થઈ પડે છે, એ સહેલું આવડે છે. એટલું સરળ છે કે ન પૂછો વાત !
પ્રશ્નકર્તા: એ તો ઊંધું ચાલવાનું થયું ને ?
દાદાશ્રી : હા, ‘નાલાયક છે, બદમાશ છે કે ચોર છે,’ બધું કહે. અભિપ્રાય આપ્યો કે જવાબદારી મોટી આવી.
બધામાં સામ્રાજય તો કષાયતું ! પ્રશ્નકર્તા : આ કષાય અને અભિપ્રાય એ બેનો સંબંધ શો છે? દાદાશ્રી : સામ્રાજ્ય કષાયનું, અભિપ્રાય એ બધી પ્રજા એમની.
પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાયના આધારે કષાય ઊભા થાય એવું નથી ?
દાદાશ્રી : એ રાજ ગયું હોય, એ કષાયો ગયા હોય તો અભિપ્રાયની કિંમત નથી.
પ્રશ્નકર્તા : એટલે કષાય વગર પણ અભિપ્રાય હોય ?
દાદાશ્રી : અભિપ્રાય આપે તોય કિંમત નથી પાછી. કષાયો દૂર થયા હોય, તો એનો અભિપ્રાય આપે તો એની કિંમત નથી. કષાયો છે ત્યાં સુધી અભિપ્રાયની જવાબદારી.
પ્રશ્નકર્તા : એટલે કષાયના આધારે અભિપ્રાય ઊભા છે, એ
દાદાશ્રી : અભિપ્રાય ને એવી કેટલી ચીજો ભેગી કરો ત્યારે એ રોંગ બિલિફ કહેવાય. એટલે અભિપ્રાય એ રોંગ બિલિફનો એક નાનામાં નાનો ભાગ છે. રોંગ બિલિફ એ કંઈ અભિપ્રાયનો ભાગ નથી. અભિપ્રાયોની જન્મદાતા રોંગ બિલિફ છે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી રોંગ બિલિફ જાય છે, તો ય અભિપ્રાયનું અસ્તિત્વ તો હોય છે ?
દાદાશ્રી : હા, રોંગ બિલિફ જાય પછી અભિપ્રાય જાય. એવી એક નહિ પણ ઘણી બધી ચીજો કાઢવાની છે, ગણી ગણીને ! પણ રોંગ બિલિફ ગઈ હોય, તે એ જાય બધાં. જેનું મૂળ ઊડી ગયું, એ પછી સૂકાઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે બધાનું મૂળ આ રોંગ બિલિફ છે ?
દાદાશ્રી : હા. આખા સંસારનું મૂળ જ રોંગ બિલિફ છે, ધોરીમૂળ. એ રોંગ બિલિફ ગઈ એટલે આપણને બધી તરત ઓળખાણ પડી જાય. ઓળખાણ પડે કે જાય. જ્યાં સુધી ઓળખાણ ના પડે ત્યાં સુધી ના જાય. અભિપ્રાય એ નુકસાન કરે છે એવું ખબર ના પડે, સમજણ ના પડે ત્યાં સુધી એ જાય નહીં. માણસને અભિપ્રાય આપતાં
ખરું ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. અભિપ્રાય તો એ પોતે જ ખ્યાલ ના હોય કે આ શું કામ કરી રહ્યો છે તે. ભૂલ કરી રહ્યો છે કે સારું કરી રહ્યો છે એ ખ્યાલ ના હોય, મોટાં મોટાં જ્ઞાનીઓને એમને પોતાનેય ખબર ના પડે. એ તો અમે કહીએ ત્યારે ખબર પડે કે આ અભિપ્રાયનાં આવાં જોખમ છે. કારણ કે પોતે જ અભિપ્રાય આપનારો, પોતે પોતાને જોઈ શકે કેવી રીતે ?