________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
ને ? ‘એ નાલાયક છે’ એવો જે વિચાર છે એ પહેલાં આવ્યો ને ?
દાદાશ્રી : ના, એવું કશુંય નહીં. વિચાર ના આવે ને બોલે. કેરી જોતાંની સાથે જ બોલે, કે ‘ખરાબ છે.’ હવે એવો વિચારેય ના આવ્યો હોય.
૨૪૭
પ્રશ્નકર્તા : વિચાર નથી તો પછી એ કેમ બોલે ?
દાદાશ્રી : નહીં, એ અભિપ્રાય છે અંદર !
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો ને કે, અભિપ્રાય પહેલાંનો જે પડેલો છે, એ અભિપ્રાયના આધારે એનું પહેલાનું મન છે.
દાદાશ્રી : એ પહેલાંનો પડેલો, બગડેલો બધો કચરો કાઢી નાખો ને ! મોઢે બોલશો નહીં અને બોલો તો ધોઈ નાખજો. અંદર ગમે તેવું હોય તો છો ને રહ્યું, આખી દુનિયાનો કચરો છોને રહ્યો, પણ મોઢેથી જેટલા ડાઘ પડે એટલા ધોઈ નાખજો. એટલે ‘કમ ટુ ધી શોર્ટકટ.’ આમ આવું ગૂંચાય ગૂંચાય કરો છો ને. એ આમ થયું ને તેમ થયું, પહેલાનું ને પછીનું. અને બધાને કંઈ ઓછે મહિને ડિલિવરી થઈ જાય છે ? એ તો કોઈકને જ, બે-પાંચ ટકાને ઓછે મહિને ડિલિવરી થાય, એમાં ગભરાવાની શી જરૂર છે ? આ શોર્ટમાં કહી દીધું કે આટલું કામ શીખજો કે અભિપ્રાય બંધાયો કે તોડી નાખજો. તો પછી બીજી બધી જવાબદારી અમારી. તમને શું આ બધું પેસી ગયું છે ? ઉઘાડું દેખાય છે, તેને ઝાલતા નથી ને નથી ઉઘાડું તેને પકડો છો !
પ્રશ્નકર્તા : પણ પચ્ચીસવાર મહીં ઊભું થાય, તે છવ્વીસમી વખત બોલાઈ જ જાય.
દાદાશ્રી : હા, તે બોલાઈ જ જાય. એટલે બોલ્યા તેને પછી આપણે ધોઈ નાખવાનું. બોલાઈ જવાય તેનો સવાલ નથી, પણ તે આપણે ધોઈ નાખવાનું. અભિપ્રાય આપણને થયો કે આ નાલાયક છે. તે આપણે ધોઈ નાખવું. બીજી કશી ભાંજગડમાં ઉતરવું નહીં. એ શીખવાડું છું તમને. તમારી સમજમાં આવ્યું કે ન આવ્યું ?
૨૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : સમજાયું તો છે.
દાદાશ્રી : તો પછી આવું ઊંડું શું કરવા ખોતરો છો તે ? આ કઢી તો છાશની હતી, છાશ તો દહીંની હતી અને આ દહીં તો દૂધનું હતું. અને આ દૂધ તો ભેંસનું હતું અને આ ભેંસ તો ફલાણાની હતી. એવું કરવાનું કહ્યું છે ?
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટસ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. ડોન્ટ ગો છુ. એ અધિકાર મને છે. માટે ડોન્ટ ગો શ્રુ, એ અધિકાર વગર જવાય નહીં, નહીં તો એ ગુનો છે. અમે તમને રસ્તો બતાડીએ છીએ. તે તમારે મન બંધ કરવું છે ને કે બીજું કંઈ કામ છે ? કે તત્ત્વજ્ઞાની થવું છે ? થ્રુ જઈને તત્ત્વજ્ઞાની થવું છે ? પ્રશ્નકર્તા : અમે ગુફાની ભૂલભૂલામણીમાં જઈ આવ્યા, હવે નથી જવું.
દાદાશ્રી : બધો માર ખાધો છે, હવે તો જરાક જંપો. આ માઈન્ડની સરસ દવા બતાવું છું. આટલી દવા જો ફોરેનવાળાને મેં બતાવી હોય ને કે આ રીત છે, તો ફોરેનવાળાં કૂદાકૂદ કરી મેલે ને ગેલમાં આવી જાય કે હૈં માઈન્ડનું સોલ્યુશન !! ફોરેનવાળાનેય સોલ્યુશન આ જ છે કે એમની ઇગ્લિશ લેંગ્વેજમાં બોલે છે, એટલે ઇંગ્લિશ લેંગ્વેજ એ એમની મધર છે અને એ જે ઓપિનિયન છે, તે માઈન્ડનો ફાધર છે. આપની સમજમાં આવ્યું ? ફૂલ, હંડ્રેડ પરસેન્ટ ? થયું ત્યારે. મારું બોલેલું નકામું નથી ગયું.
પ્રશ્નકર્તા ઃ ના. પણ થોડી ઘણી વસ્તુ સમજાઈ છે. પણ હવે એક વસ્તુ એવી સમજાઈ છે કે હવે આ ગુફામાં જવું નથી અને ગુફાનું પરીક્ષણ કરવું નથી.
દાદાશ્રી : હા, બરોબર છે. વખતે મેં તમને દબડાવ્યા તો તમે મને દબડાવો એટલે ઉકેલ આવી જાય પણ એનો ઉકેલ લાવી નાખો