________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : આવું ટુકડા શા માટે કરો છો ? ભાષા એ મધર છે. ભાષાના ટુકડા વૈખરી ને ફેખરી કશું કંઈ ફોરેનવાળાં સમજતાં નથી. આ તો અહીંવાળાએ ટુકડા બહુ કર્યા. બહુ દોઢડાહ્યા તે એના પીસીસ કરી નાખેલાં.
પ્રશ્નકર્તા : ના, ના, આ પીસીસની વાત નથી. ગમે તે હોય પણ આ જે બોલે છે કે આ સારું છે, એ મોઢેથી બોલ્યો એટલે એ માઇન્ડની મધર થઈ ગઈ. હવે ના બોલ્યો હોય પણ અંદર એને એમ રહ્યા કરે કે આ સારું છે તો ?
દાદાશ્રી : અંદર સારું છે એમ હોય તો એ અભિપ્રાયમાં જાત નહીં. પણ આ બોલ્યો કે સારું છે, એટલે અભિપ્રાય ક્લિયર (સ્પષ્ટ) થયો ને તરત માઇન્ડ ઊભું થઈ ગયું. પેલો જ્યારે બોલશે ત્યારે માઈન્ડ ઊભું થઈ જશે. પણ બોલ્યો નથી તો અભિપ્રાય ક્લિયર ના થાય. હવે વખતે બોલ્યો ને અભિપ્રાય ક્લિયર થઈ ગયો, તો એ અભિપ્રાય આપણે કટ કરવા પડે. તમે કેરી જોતાની સાથે જ કહો કે કેરી કેવી સરસ છે ! તેની પાછળ આપણે તરત જ બોલવું જોઈએ કે ભઈ, શેને માટે આપણે સરસ ને ના સરસ ? તો એ અભિપ્રાય ઊડી ગયો.
પ્રશ્નકર્તા: હવે એ મોઢેથી બોલે પણ નહીં પણ અંદર ને અંદર તો એને થાય કે કેરી સરસ છે તો ?
દાદાશ્રી : ના, અંદરનાની કશી ભાંજગડ નથી. બહાર તો મોઢે બોલ્યો એટલે થઈ રહ્યું. મન ઊભું થઈ જાય.
પ્રશ્નકર્તા: આપણે મોટેથી બોલીએ નહીં, પણ રસ્તે ચાલતા જતા હોઈએ અને દારૂ પીવો છે એવું થયા કરે તો ?
દાદાશ્રી : હા, એ થયા કરે છે તે એનું શું કારણ છે ? પાછલાં કોઝિઝ સેવન કર્યા છે, એ કોઝિઝ બોલે છે. અને આ સ્થળ ભાષા બોલે તો પછી ધૂળમાં દારૂ પ્રગટ થઈ જાય.
પ્રશ્નકર્તા : જો મોઢેથી ના બોલીએ તો ના થાય ?
દાદાશ્રી : જ્યાં સુધી મોઢે ના કહે ત્યાં સુધી ઠેલાય. મનની આ બહુ ઝીણી વાત છે. આ શોધખોળ થયેલી જ નથી. અને હું સહેલી ભાષામાં વાત કરું છું ત્યારે તમને ગમતું નથી.
પ્રશ્નકર્તા : ગમે છે પણ સમજાતું નથી.
દાદાશ્રી : એમાં શું સમજવા જેવું છે તે ? તમે બોલ્યા કે આ કેરી ખરાબ છે એટલે હું સમજું કે આ આમને ચોંટી. જ્યારે હું બોલું કે કેરી ખરાબ છે, તો હું તરત અંદર ફેરવી નાખું કે આ શા માટે ખરાબ ને સારું કહેવું. તો એ ચોંટે નહીં ને ઊડી ગયું.
પ્રશ્નકર્તા : પણ મને એમ થાય છે કે આ કેરી ખરાબ છે, ખરાબ છે એવું મોઢે ના બોલું પણ અંદર તો મને થયા જ કરતું હોય તેનું શું ?
દાદાશ્રી : એ અંદર થાય તેનો વાંધો નહીં. પણ મોઢે બોલશોને તો ચોંટશે ને અંદર ગમે એટલી બૂમાબૂમ કરશો, પણ મોઢે બોલ્યા નહીં તો અંદરની ચિંતા કરવા જેવી નથી. મોઢે બોલે કે આ નાલાયક છે અને આ લાયક છે, તો એ બેઉ ચોંટ્યું અને અંદર નાલાયાક ને લાયક છે, હોય તો ચોંટ્યું નથી. એ અભિપ્રાય બંધાઈ રહ્યો છે. હજુ એનું બંધારણ થયું નથી. એ અભિપ્રાય અંડર કન્સ્ટ્રકશન (બંધારણની શરૂઆત) છે. આપને સમજાયું ને ?
પ્રશ્નકર્તા : તો પછી પહેલી ભાષા કે પહેલાં વિચાર ?
દાદાશ્રી : અરે, સહેલી દીવા જેવી વાત કરું છું કે આ નાલાયક છે, એમ બોલવાનું કંઈ કારણ છે તમને ? કોઈને નાલાયક કહેવામાં કોઈ કારણ ખરું ? ત્યારે કહેશે, “ના, કંઈ કારણ નહોતું.” ત્યારે કંઈ આ ગમ્યું હતું? ના, આ ગમ્યું નહોતું. પહેલાં બીજ નાખેલું છે તે આ કન્સ્ટ્રકશન થઈ રહ્યું છે. અને બોલે નહીં ત્યાં સુધી હજુ ત્રીજો માળ થયો નથી.
પ્રશ્નકર્તા: તો અંદર વિચાર પહેલાં આવે ને પછી એ બોલ્યો