________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૪૩
૨૪૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
વિકલ્પ છે ?
દાદાશ્રી : અભિપ્રાય એ ઇગોઇઝમનો છે. વિચાર એ માઇન્ડના છે અને ભાષા તો વાણીની, સ્પીચની છે. ભાષા એ સ્પીચની બાઉન્ડ્રી
એની ઇચ્છાની બહાર હોય. બધા મેમ્બર આવ્યા, પાર્લામેન્ટ ભરીને સહી એની થાય. સહી નામની એની થાય, મનની ના થાય. એ મનનો ઉપરી નથી. મન તો ગાંઠતું જ નથી કોઈને. ચિત્તનેય ગાંઠતું નથી. બુદ્ધિનેય ગાંઠતું નથી. પણ જ્યારે પાર્લામેન્ટ ભરાય ત્યારે વોટીંગ થાય, ડિસિઝન આવે ત્યાર પછી ચૂપ થઈ જાય છે. પછી મનથી બોલાય નહીં.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ એની જનેતા થઈ કહેવાયને ? દાદાશ્રી : બુદ્ધિથી જ આ જગત ઊભું થયેલું છે. પ્રશ્નકર્તા : એટલે મનની મધર બુદ્ધિ થઈને ? દાદાશ્રી : નહીં, સીધી નહીં.
મનની મધર તો લેંગવેજ છે. એ જો લેંગવેજ; શબ્દ ના બોલે તો એમ ને એમ મનમાં ઓપિનિયન અંદર રહે તો વાંધો નહીં. લેંગવેજ બોલ્યો તો મન ઊભું થાય.
એટલે આ મધર લેંગવેજ છે, એ જે ભાષા જાણતો હોય, તે ભાષા એની મધર, દરેકની ભાષા એમની સમજણના પ્રમાણમાં હોય. આપણી ભાષાના જે શબ્દો છે, તે આપણા જ્ઞાનના આધારે છે. આ બધા ફોડ ના પડે, તો માણસ મોક્ષે ના જાય. મોક્ષે જવા તો બધા ફોડ પડવા જોઈએ.
કઈ લેંગવેજ અને કેવી લેંગવેજ બોલે છે, તે બોલી એ લેંગવેજ. જે લેંગવેજ (ભાષા)માં તમે ઓપિનિયન આપો ત્યાં આગળ મન બંધાઈ જાય. એ લેંગવેજમાં એ મનનો જન્મ થાય. અને તે જ લેંગવેજમાં મન કામ કરશે. બીજી લેંગવેજમાં મન કામ નહીં કરે. દરેકના મનની પોતપોતાની લેંગવેજ જુદી જુદી હોય.
ન બોલ્યા, તો કશું નહિ ! પ્રશ્નકર્તા : અભિપ્રાય, ભાષા અને વિચાર એ ત્રણેય મનના
પ્રશ્નકર્તા : પછી મન જોડે ભાષાનું કનેક્શન તો ખરું જ ને ? દાદાશ્રી : હા, બધું કનેક્શનવાળું જ છે. પ્રશ્નકર્તા : તો એ શું કનેક્શન છે ? લેંગવેજ અને માઇન્ડનું ?
દાદાશ્રી : લેંગવેજ ના હોત તો ઓપિનિયન શી રીતે બોલત ? અને મુસલમાન છે તે ઓપિનિયન કઈ ભાષામાં કરે ?
પ્રશ્નકર્તા : એટલે ઓપિનિયન એની ભાષામાં થાય છે.
દાદાશ્રી : હા બસ, એટલું જ કનેક્શન છે. જે ભાષામાં ઓપિનિયન છે એ ભાષા અને ઓપિનિયન એ બેથી છોકરું થાય છે. ભાષા ના હોય તો ઓપિનિયન કેમ કરીને કરી ?
પ્રશ્નકર્તા : ભાષા એટલે શબ્દરૂપે કહો છો કે ?
દાદાશ્રી : ભાષા એટલે લેંગવેજ ને ઓપિનિયન એટલે આ સારું છે ને આ સારું નથી. એને માટે ભાષા ના જોઈએ ?
પ્રશ્નકર્તા : ભાષાના ચાર પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે.
દાદાશ્રી : આ ખુલ્લી વૈખરી છે. વૈખરી હોય તો જ બોલાય છે. આ વૈખરી હોય તો જ ઓપિનિયન થાય છે, નહીં તો ઓપિનિયન જરા પાતળો થાય. ખરેખર તો વૈખરીને લીધે ઓપિનિયન બંધાય છે. આ મોઢે બોલે છે ને, તેનો ઓપિનિયન બંધાઈ ગયો. નહીં તો અંદર જે છે તેથી કંઈ અભિપ્રાય બંધાઈ જતો નથી.
પ્રશ્નકર્તા : એટલે જે ભાષા બોલાય છે, એ માઇન્ડની મધર છે એમ ? અને જો આપણે બોલીએ નહીં તો.