________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૪૧
૨૪૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ‘સોલ્યુશન’ વગર શી રીતે આગળ ખસે ? સમાધાન ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાય ખસેડવા જોઈએ એવું થયું ? દાદાશ્રી : અભિપ્રાયથી તો મન બંધાય છે.
પ્રશ્નકર્તા : અભિપ્રાયથી મન બંધાય છે તો એ બંધાયેલું મન છૂટે શી રીતે ?
દાદાશ્રી : એ મનનું ‘સોલ્યુશન’ થઈ જવું જોઈએ, સમજણપૂર્વક, તો છૂટે.
પ્રશ્નકર્તા : કેવું સમજણપૂર્વક ?
દાદાશ્રી : પોલીસવાળો આવ્યો ત્યાંથી આપણે ના સમજી જઈએ કે આ ભૂલ થઈ. તેમાં પોલીસવાળાનું શું ‘સોલ્યુશન’ કરી આપવું ? જો, અમારી ભૂલ થઈ ગઈ ને હવે તો આમ મારો કેસ ઊંચો મૂકી આપ. બે રૂપિયા લઈ લે એટલે પછી એ ખોળવા ના આવે. પછી આગળ ચાલવા દે. પાછો બીજી જગ્યાએ ગૂંચાય.
પ્રશ્નકર્તા : મનનું ‘સોલ્યુશન આપતી વખતે પાછો નવો અભિપ્રાય ના પડી જાય ?
દાદાશ્રી : ના. એ તો આપણે બાંધવા હોય તો બાંધીએને ! પણે માર ખાધો એટલે ફરી બાંધવાની ઇચ્છા તો ના હોય. પણ ભૂલ થતી હોય તો બંધાઈ જાય. જાગૃતિ રાખવી જોઈએને ! એ તો “હોમ” (સ્વ)માં રહીને નિકાલ કરવાનો છે.
પ્રશ્નકર્તા : મન વશ કરવા માટે બહુ સુંદર રસ્તો છે, શોર્ટકટ. દાદાશ્રી : હા, નહીં તો આ બધું વશ થાય નહીં.
અભિપ્રાય કોઈનો કરવાનો નહીં અને થઈ ગયો હોય તો પશ્ચાતાપ લેવો. આપણું ધાર્યું ના થાય પાછું, પણ પસ્તાવો લેવો. હા,
એટલે બહુ સારો રસ્તો છે આ. પણ તે લોકોને સમજાવો મુશ્કેલ છે. ને ! બાકી મન વશ કરવા નીકળ્યા છે, તે તો જ્ઞાની પુરુષ વશ કરી આપે. મન એ જ્ઞાનથી બંધાય એવું છે. બાકી મન કોઈ જગ્યાએ બંધાય નહીં. આ અભિપ્રાય કોણ કરાવે છે ? બુદ્ધિ ! આખો દહાડો ડખલ કર્યા જ કરે.
પ્રશ્નકર્તા : ઓપિનિયન બુદ્ધિ આપે ?
દાદાશ્રી : ત્યારે બીજું કોણ આપે ? બુદ્ધિ અને અહંકાર, બે ભેગા થઈને ઓપિનિયન આપે. અહંકાર આંધળો છે, તે બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલે છે. શાક તીખું થયું તો તીખું કહે અને ફલાણું ગળ્યું થયું તો સારું થયું, કહે. સારું-ખોટું બુદ્ધિ કરે, એ અભિપ્રાયથી મહીં મન ઊભું થાય છે. ખાવાથી મન નથી થતું. ખાવા-પીવા, ભોગવવાથી મન થતું નથી.
કોઈ પણ અભિપ્રાય ના રહે, અભિપ્રાય ખલાસ થઈ ગયા એટલે મન ખલાસ થઈ ગયું. મનનો જન્મ જ ના થાયને ! મન જન્મે જ છે એમાંથી. આ લોકોએ મનના ફાધર-મધર ખોળ્યા જ નથી અને મનને વશ કરવા માટે પ્રયત્ન કરે છે. અલ્યા, મનને વશ શું કરવા કરે છે ? એનાં ફાધર-મધરને ખોળી કાઢને.
પ્રશ્નકર્તા : હા, પછી ફાધર જ નથી તો મન ખલાસ થઈ જાય.
દાદાશ્રી : તો પછી ખલાસ થઈ ગયું. એટલે અભિપ્રાય નથી, તેને કશીય ભાંજગડ નથી.
મતની મા ! પ્રશ્નકર્તા : અંતઃકરણમાં મન-બુદ્ધિ-ચિત્ત અહંકાર છે. એમાં અહંકાર પ્રેસિડન્ટ છે, તો પછી એ મનનો બાપ ના થયો કહેવાય ?
દાદાશ્રી : ના, મન કંટાળે ત્યારે અહંકારને ના ગમે. એ કોઈ કોઈનું પ્રેસિડન્ટ છે નહીં એ લોકો ! હા આ ચલણ જ કર્મનાં. સહી