________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૩૯
૨૪૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ત્યાં નિરોધ કરવાનું. એમ ને એમ નિરોધ કરવાનું નથી. આ બધું બીજું ભૂત પેસી ના જાય એટલું જ. આપણે બિનજરૂરિયાત ચીજો ન પેસી જાય. એને માટે જ નિરોધ કરવાનું છે. સીગરેટ કો’કે જબરજસ્તીથી પાઈ તે ઘડીએ ‘સારી છે' એવું ન બોલવું આપણે. સારી લાગી હોય તોય આપણે કહીએ કે આ તો ‘ચીજ ખરાબ છે” એવું પાંચ વખત બોલોને, તો એ વસ્તુ નહીં અડે તમને. આ વસ્તુનો, ચીજનો સ્વભાવ એવો છે કે જો તમે ખરાબ બોલો તો અડે નહીં. સારી બોલો તો ચોંટ્યા વગર રહે નહીં. આ જડ વસ્તુનો સ્વભાવ છે એવો. એ પણ આટલું બધું માન રાખે છે.
પ્રશ્નકર્તા : એનું પણ ઇન્સલ્ટ (અપમાન) કરવું જોઈએ. મનનું પણ અપમાન કરવું જોઈએ કે આ નથી સારી.
દાદાશ્રી : હા, તમે ઇન્સલ્ટ કરો. પછી ખસી ગયા પછી તમારે એમ કહેવું આપણને અડતું ના હોય ત્યાર પછી કહેવું કે “મેં આજ ઇન્સલ્ટ કર્યું હતું પણ તમારી માફી માગું છું. હવે ફરી નહીં કરું ઇન્સલ્ટ.’ ફરી જમે કરી દેવડાવવું. હા, નહીં તો એ દરેક ક્લેઈમ રાખે છે પોતે. - જો આ પેલા ભગતો છે ને, એમના ગુરુએ શીખવાડ્યું કે બજારની કોઈ ચીજ ખવાય નહીં આપણાથી. પાણી પણ ના પીવાય. જો એવું રહે છે ને પણ ! અને આપણા લોકોને કહ્યું કે આમ બધુંય ખવાય, તો એવું થઈ જાય. એટલે તમારે નિરોધ કરવાનો એટલે શું? હિતાહિતના સાધનમાં એને નિરોધ રાખો. એને વહેતું ના મૂકો. ચંપે ના ચઢવા દો. બાકી એની પર દબાણ નથી કરવા જેવું. મનને હેરાન કરવા જેવું નથી. લોકો મનને હેરાન કરીને પછી બહુ કંટાળી ગયેલા. એ જડ વસ્તુ છે પણ છેવટે મારી નાખશે. કારણ કે એને દયા ના હોય, લાગણી ના હોય. હા, માટે એની જોડે ચેતીને ચાલવું. વિચરીએ તો વિચાર થાયને. વિચરીએ જ નહીં તો ? એટલે આપણા જ્ઞાનમાં આપણે શું કહીએ છીએ કે મનનાં શું સ્પંદન થયા કરે છે તે જોયા કરો. એવું જ કરો છો ને, તમે ?
આમ મતનું સમાધાત લાવો ! પ્રશ્નકર્તા (મહાત્મા): આપ કહો છો આ જગતમાં બંધાયા છો શાનાથી ? તો કહે, ‘બ્લેડર્સ’ (ગંભીર ભૂલો) અને ‘મીસ્ટેક્સ’ (ભૂલો)થી.
દાદાશ્રી : હા, ‘બ્લેડર્સ” અને “મીસ્ટેક’થી. બીજું કશું છે નહીં. આપણે હમણે પોલીસવાળા જોડે અથડામણ કરીને અહીં આવીએ અને પોલીસવાળો અહીં આવે એટલે આપણને થાય કે મારા માટે જ આવ્યા છે. એટલે એ પોલીસવાળાથી બંધાયો છે. કોઈકના પાંચસો રૂપિયા લઈને આવ્યા હોય, પછી ના અપાયા એટલે આપણે એનાથી બંધાયા. એટલે ભૂલોથી ને બ્લેડર્સથી બધુ બંધાયું છે. ‘બ્લેડર્સ’ અમે તોડી આપીએ. ભૂલોને તોડવાની રહી.
પ્રશ્નકર્તા : હા, તો ભૂલોને કયા સ્વરૂપે ઓળખવી ?
દાદાશ્રી : જ્યાં મને ગૂંચાય ત્યાં; ભૂલ ના હોય તો મન ગૂંચાય નહીં, ત્યાં સીધું ચાલ્યું જાય. મન એક જગ્યાએ ભમ્યા કરે ત્યારે જાણવું કે આ ભૂલ છે અહીં. મન ભમ્યા કરે, જેમ ગોળ ઉપર માખી ભમ્યા કરે છે ને એવું ભમ્યા કરે તો જાણવું કે અહીં ભૂલ છે આપણી. એવું ભમે નહીં કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : હા, ભમે.
દાદાશ્રી : તો એ ભૂલ છે. ત્યાં બંધાયેલું છે. એટલે આપણને ખબર પડી જાય કે આ જગ્યાએ બંધાયેલું છે.
પ્રશ્નકર્તા : તો આ મન ગૂંચાય છે શાથી ?
દાદાશ્રી : મન તો ગૂંચાયને, “સોલ્યુશન’ (ઉકેલ) ના મળે એટલે. અભિપ્રાયથી બંધાઈ ગયું, એની આપણને ભાંજગડ નહીં, લેવાદેવા નહીં. હવે અભિપ્રાય ના કરીએ એટલે નવું બંધાય નહીં પણ જે જૂનું બંધાયેલું છે, એનું ‘સોલ્યુશન’ તો ના કરવું જોઈએ ?
પ્રશ્નકર્તા : એ ના સમજાયું.