________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૩૭
૨૩૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ને મનમાં રહે. પછી બીજી વાત એ છે કે એ વાણીથી નીકળે કે આ માણસ આવો છે, તેવો છે, આમ છે, તેમ છે. એટલે બોલે તો ગ્રંથિ બંધાયને ? નહીં તો ન બંધાયને ?
દાદાશ્રી : નહીં તો ધૂળધાણી થઈ જાય. બોલે તો જ ગ્રંથિ બંધાય. શબ્દમાં બોલાય તો મન બંધાય. મારી શોધખોળ બહુ સુંદર છે. આ કેટલીય ચીજો છે તે કોઈએ કહી નથી, એ બધી જ ચીજો અમે બહાર પાડી છે.
મત બંધાય, જ્ઞાતે કરીને ! કેવા કેવા વિચારો લોકોને આવે છે મહીં ! હવે વિચાર એ કંઈ પોતે નથી. એ તો પહેલાં જે અભિપ્રાય ભરેલા તે જ નીકળ્યા કરે છે, કે આ આવો જ છે. તો એના તરફ એવા વિચાર નીકળ્યા કરે છે, અભિપ્રાય જ ખાલી. સાચો કે ખોટો કશું જોયા વગર તે અભિપ્રાય નીકળ્યા કરે છે.
એટલે અમે શું કરીએ, કોઈના માટે ખરાબ અભિપ્રાય નીકળેને, તો અમે એક બાજુ આવું બોલીએ ‘બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે.” એટલે પ્લસ-માઇનસ (સરવાળા-બાદબાકી) થઈ ઊડી જાય. કારણ કે ભરેલો માલ આપણો આવે છે. માટે એવો માલ મોકલો કે પેલા માલનું ચાલે નહીં કશું અને એનું સાંભળીએ તો ગાંડા થઈ જઈએ આપણે.
ગમે તે રસ્તે મનને બાંધવું પડે પાછું. નહીં તો મન છૂટું થઈ જાય. હેરાન કરે, બીજું કશું નહીં. આપણા જ્ઞાનને લઈ લેતું નથી, પણ દબડાવ દબડાવ કર્યા કરે.
પ્રશ્નકર્તા (મહાત્મા) : આપે કહ્યું કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં, તો શું કરવાનું?
દાદાશ્રી : દબાવવાનું આપણે નથી હોતું. એને આપણે રીવર્સમાં (પાછળ) લેવાનું. એનો અભિપ્રાય આમ હોય કે “આ બહુ ખરાબ છે,”
તો આપણે કહેવું કે ‘બહુ સારા છે, ઉપકારી છે.” બહુ સારા કહીએ છતાંય ના માને ને ફરી કહે કે “ખરાબ છે, ત્યારે આપણે કહીએ, ‘ઉપકારી છે આપણા.”
ગમે તે રસ્તે એને કાબૂમાં લઈ શકાય. જે જ્ઞાન છે ને, તે જ્ઞાનના આધારે તમે મનને કાબૂમાં, કંટ્રોલમાં લઈ શકો. જે કૂદાકૂદ કરતું હોય તે બંધ થઈ જાય.
હંમેશાં મન કોઈ ચીજથી બંધાય એવું નથી, જ્ઞાને બાંધ્યું મન રહે, જ્ઞાન એકલાથી જ બંધાય એવું છે આ. બાકી મને કોઈ દહાડો કંટ્રોલમાં રહી શકે નહીં, એ મિકેનિકલ વસ્તુ છે. છતાં એ જ્ઞાનથી બંધાય એવું છે. એમ કરતું કરતું દહાડે દહાડે મન એક્ઝોસ્ટ થયા કરે, એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી, જૂની શક્તિઓ વિખરાયા કરે. તે મન પછી ખલાસ થઈ જવાનું. અમારે મન ખલાસ થઈ ગયુંને, પંદર-વીસ વર્ષે અમારે મન ખલાસ થઈ ગયું !
મન કહેશે કે કેડમાં દુઃખે છે ત્યારે કહીએ, “સારું છે, પણ પગ ભાંગ્યા નથીને.” એવું બોલીએ ને ત્યારે પાછું મન શાંત થઈ જાય. એને
પ્લસ-માઇનસ કરવું પડે બધું. આપણે જ્ઞાનવાળા રહ્યા, એટલે પ્લસમાઇનસ કરી આપવું પડે.
પ્રશ્નકર્તા ઃ મનને મારવાનું નહીં, એ બરોબર જ છે. પણ મનનો નિરોધ કરવાનું કહ્યું છે, એ જરાક સમજાવશો.
દાદાશ્રી : મનને નિરોધ તો શું કરવાનું કહ્યું છે કે ચંપે ના ચઢવા દેશો, ના સમજ પડી ? આપણી ગુજરાતી ભાષામાં એવું કહે છે, “અલ્યા, મનને ચંપે શું કરવા ચઢાવે છે ?” “ચંપે ના ચઢાવશો” એટલે શું કે કોઈ જગ્યાએ આઇસ્ક્રીમ ખાધો તો મન તો પછી કહેશે,
આ તો બહુ સારી ચીજ છે.' સારું બોલ્યા તે મન ચંપે ચઢ્યા કરે. પછી હેવમોરની દુકાનમાં પેસેને, પછી પાછું ખાય. મૂઆ, કોઈક દહાડો ખાવા જેવી ચીજ, આ ખાવા જેવી નથી. મનને ચંપે ના ચઢાવીશ. એ