________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૪૯
૨૫૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ને ! કામ સાથે કામ રાખો ને !
લેંગવેજ' તો અનિવાર્ય ! પ્રશ્નકર્તા : આ લેંગવેજનું જરા વિશ્લેષણ કરો ને ? દાદાશ્રી : જે લેંગવેજ હોય તે એની મધર.
પ્રશ્નકર્તા : એનો એક દાખલો આપો ને કે મન આ રીતનું બંધાય.
દાદાશ્રી : મુસલમાનનું મન કેવું હોય ? ત્યારે કહે, મુસ્લિમ લેંગવેજ વીથ અભિપ્રાય.
એટલે અભિપ્રાય ઉપર આધાર રાખે છે. મન તો બધાં જુદાં જુદાં હોય, એટલે અભિપ્રાય જુદો જુદો હોય ને, પછી લેંગવેજ એક જ પ્રકારની. હિન્દુનું મન કેવું હોય ? ત્યારે કહે, આવું હોય.
પ્રશ્નકર્તા : અંદર જ્યાં સુધી શબ્દ ના આવે ત્યાં સુધી મન ઊભું ન થાય એમ કહો છો ને ?
દાદાશ્રી : હા, શબ્દ આવે તે પાછો અભિપ્રાયરૂપે થાય ત્યારે મન ઊભું થાય. શબ્દ આવે તેનો વાંધો નથી પણ અભિપ્રાયરૂપે નથી, તો હજુ વાંધો નથી.
પ્રશ્નકર્તા : કારણ કે શબ્દ હોય તો જ વિચાર આવે, નહીં તો વિચાર આવે જ નહીં.
દાદાશ્રી : ના, ના, આ શબ્દો છે ને, તે આ ગાયો-ભેંસો બધાય બોલે છે. પણ એમને અભિપ્રાય નથી એટલે એમને મન ઊભું ના થાય. આ શબ્દ બોલે છે એમાં અભિપ્રાય સહિતનું થયું કે મન ઊભું થયું.
પ્રશ્નકર્તા: એટલે એક પોતાની આખી ભાષા ઊભી કરી દીધી. દાદાશ્રી : હા. તે ભાષામાં અભિપ્રાય બંધાયા. બાકી, ગાયો-ભેંસો
દરેક પોતપોતાની ભાષામાં બોલે છે. એમની ભાષા જુદી હોય છે, પણ એમાં અભિપ્રાય નથી હોતો. એ લોકોને અભિપ્રાય ના હોય, દેવલોકોને અભિપ્રાય ના હોય, દેવલોકો ય બોલે પણ અભિપ્રાય વગર. એટલે એમને મન ઊભું ના થાય. મન આ લોકો જ ઊભું કરે છે, અક્કલના કોથળા બધા !
ગુજરાતી મન કેવું હોય ? ગુજરાતી લેંગવેજ એ મધર છે અને અભિપ્રાય એ ફાધર છે. આ બેનું ભેગું થવાથી મન ઉત્પન્ન થયું છે. કાં તો અભિપ્રાય ઊભા ના થાત તો મન ઊભું ના થાત. કાં તો અભિપ્રાય રહે તો લેંગવેજ ના હોય તોય મન ઊભું ના થાય. પણ આ લેંગવેજ વગર ચાલે એવું નથી. ત્યારે એનો ફાધર ભેગો ના થવા દઈએ તો ચાલે. તે તમે કેટલાય અભિપ્રાય આપતા હશો ? “આ આવો છે, આ આવો છે, આ આવો છે એવો અભિપ્રાય નથી આપતા ? ઓપિનિયન આપો છો ને ? હું એ અભિપ્રાય બંધ થઈ જાયને તો થઈ રહ્યું, મન ખલાસ ! છેવટે તો અભિપ્રાય છોડવાના જ છે બધા. બીજું કશું છે જ નહીં. અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે ને મનથી આ જંજાળ ઊભી થયેલી છે, આ બધો સંસાર ઊભો રહ્યો છે.
એમાં કારણ-કાર્ય જેવો ફેર ! પ્રશ્નકર્તા : વિચાર અને અભિપ્રાય બન્ને એક જ વસ્તુ છે ?
દાદાશ્રી : નહીં, જુદાં છે. અભિપ્રાય એ કોઝિઝ છે અને વિચાર એનું પરિણામ છે.
વાસ્તવિકતા એ તથી અભિપ્રાય ! પ્રશ્નકર્તા : ફેક્ટ (વાસ્તવિકતા) અને ઓપિનિયન બે જુદા જ કહેવાય ને ?
દાદાશ્રી : જુદું જ કહેવાયને ! ઓપિનિયન શંકાવાળો હોય અને જેમાં શંકા ના હોય એ ફેક્ટ કહેવાય, વાસ્તવિકતા હોય.