________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૩૩
અભિપ્રાય ક્યારે તે કોના પર ?
પ્રશ્નકર્તા (મહાત્મા) : અભિપ્રાય એટલે શું ? અભિપ્રાય ક્યારે બંધાય ? કોઈની ઉપર દ્વેષભાવ હોય એ અભિપ્રાયમાં પરિણમે ?
દાદાશ્રી : હવે સાહેબ શું કહે છે ? અભિપ્રાય ક્યારે, યે ટાઈમે કેવા સંજોગમાં બંધાય ?
પ્રશ્નકર્તા : અભિપ્રાય સામાન્ય રીતે જેમના સંજોગો હોય, જેના પર લાગણી હોય કે દ્વેષ હોય એના ઉપર જ બંધાય.
દાદાશ્રી : આ વાક્ય સાચું છે. એ શું કહે છે કે જેની ઉપર રાગ હોય કે દ્વેષ હોય, તો જ અભિપ્રાય બંધાય. આ વાક્ય તદન પોઝિટિવ છે.
અભિપ્રાય એટલે શું કે ગમતી ને ના ગમતી વસ્તુ એવું જેને હોય, એને અભિપ્રાય બેસી જાય. દ્વન્દ્વ હોય ત્યાં અભિપ્રાય બેસી જાય અને દ્વન્દ્વ ગયા એટલે આપણું જ્ઞાન દ્વન્દ્વાતિત છે. જ્ઞાન હોય એટલે અભિપ્રાય બેસે નહીં. એટલે મેં શું કહ્યું કે અભિપ્રાય બંધ થાય એટલે મન બંધ થઈ જાય બંધાવાનું. રાગ-દ્વેષ જાય એટલે મન બંધ થઈ જાય. પછી આગળ શું કહે છે ?
પ્રશ્નકર્તા : અભિપ્રાય ક્યારે બંધાય ?
દાદાશ્રી : એ રાગ-દ્વેષ હોય તો જ બંધાય.
પ્રશ્નકર્તા : કોઈની ઉપર દ્વેષભાવ હોય એ અભિપ્રાયમાં પરિણમે ? દાદાશ્રી : એ બંધાય જ. રાગ હોય તોય બંધાય.
પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાયો તો અભિપ્રાય બાંધનારો જે માણસ છે તે પણ બંધાઈ ગયો ને ?
દાદાશ્રી : બેઉ બંધાયા. મારી ઉપર કો'ક અભિપ્રાય બાંધે તો હું બંધાતો નથી, પણ એ બંધાઈ જાય છે. અજ્ઞાનીઓ તો બેઉ બંધાય. પણ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
હું તો બંધાઉ નહીંને ! મારી ઉપર તમારે જે નાખવું હોય તે નાખો પણ હું નાખવા તૈયાર નથીને ! ભગવાન મહાવીરને માટે લોકોને અભિપ્રાય હતા, પણ મહાવીર ભગવાનને કોઈને માટે અભિપ્રાય નહોતા.
૨૩૪
ડ્રામેટિક ઓપિનિયત !
:
પ્રશ્નકર્તા ઃ તો ઓપિનિયન (અભિપ્રાય) બાંધવો કે નહીં ? દાદાશ્રી : ઓપિનિયન બાંધીને તો આ દશા થઈ છે આપણી. પ્રશ્નકર્તા : દરેક ચીજમાં આપણો ઓપિનિયન આપીએ છીએ.
દાદાશ્રી : તો એથી જ આ મન ઊભું રહ્યું. અને ઓપિનિયન આપો તો ડ્રામેટિક (નાટકીય) આપો. ‘હું ભર્તૃહરી છું’ એવું તમે ડ્રામામાં બોલો, તો એની તમને અસર નહીં થાય. તમે છો તેની જ અસર થશે. તમે ચંદુલાલ છો તો તેની જ અસર રહે. ડ્રામેટિક બોલવામાં વાંધો નથી પણ તમે તો પદ્ધતિસર જ બોલો છો. તમે બોલેલા કે નહીં બોલેલા કોઈ દહાડો એવું ?
પ્રશ્નકર્તા : હજી બોલીએ છીએ.
દાદાશ્રી : હવે આટલું જ વાક્ય સમજી રાખો.
પ્રશ્નકર્તા ઃ તો ડ્રામેટિક ઓપિનિયન બહુ જવલ્લે જ આપી
શકાય ?
દાદાશ્રી : એટલે જ્ઞાન લીધેલું હોય તો જ આપી શકે, બીજાને ડ્રામેટિક હોય નહીં. ને પોતે ડ્રામેટિક છે જ નહીં. પોતે ડ્રામેટિક તો ક્યારે કહેવાય ? ‘હું ચંદુભાઈ છું' એમ બોલવાનો અધિકાર કોને છે, ડ્રામેટિક તરીકે બોલવાનો ? ‘હું શુદ્ધાત્મા છું’ એની ખબર છે તેને. જેમ પેલામાં બોલે ‘હું ભર્તૃહરી છું' પણ અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું.' એ ડ્રામા કરી શકે. મૂળ હોવો જોઈએ કશુંક, તો બીજા નામથી ડ્રામા કરી શકે. પણ પોતે બીજું કંઈ છે નહીં ને પછી