________________
૨૩૧
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર ! છે ? ખાઓ-પીઓ, મજા કરો.” બધું કંઈ ખાવાનું ના કહે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : શીખંડ પૂરી, બાસુંદી-પૂરી, બધું ખાઓ-પીઓ પણ અભિપ્રાય આપવાની જરૂર નથી. આ ખાટું છે, એવું તમારે કહેવાની શી જરૂર છે ?
એટલે આપણે મનનો જન્મ ન કરવો હોય તો ન જ કરી શકીએ, અને કરવો હોય તો કરી શકીએ, ફાધર-મધર જાણ્યાં હોય તો. આ ભવમાં ઓપિનિયન બંધ કર્યા હોય તો આવતા ભવમાં મન બંધ. એટલે ખારું થયું તોય ઓપિનિયન નહીં. ના ખાવું હોય તો ના ખાવું પણ ઓપિનિયન નહીં. ગળ્યું થયું, ખૂબ ખાવું હોય તો ખાવ, પણ
ઓપિનિયન નહીં. નોબલ માણસ મળ્યા હોય, એની જોડે બધો વ્યવહાર કરો, નોબિલિટીનો લાભ ઊઠાવો પણ ઓપિનિયન નહીં. આ ઓપિનિયન ઈઝ ધી ફાધર ઓફ માઈન્ડ. આ બહુ ઊંડી, ઊંચી શોધખોળ છે. જ્યારે આ લોકો એને પકડશે ત્યારે સમજાશે. કારણ કે અત્યાર સુધી મન તો ભગવાનનું આપેલું માનતા હતા, કે મન ભગવાને આપેલી વસ્તુ છે, પણ એવું નથી.
તેને નથી જોખમ ! અભિપ્રાય આપે ને ના ગમતું હોય તો જોખમદાર નથી એવું છે. વાત તો સમજવી પડશે. ઝીણી વાત છે આ.
પ્રશ્નકર્તા : ગમતું હોય ને અભિપ્રાય ના આપે તો જોખમદાર કહેવાય, એ વાતનો જરા ફોડ પાડીને, દાદા ?
દાદાશ્રી : હા, તે ઘડીએ બારણું ખુલ્યું છે ને એટલે પેઠા વગર રહે જ નહીં ને ? ગમે છે એટલે બારણું ખૂલું છે. એટલે એ નહીં ને બીજું પેસી જશે. પેઠા વગર રહે નહીં. અને જેને નથી ગમતું તેને બારણું બંધ છે. બસ, ના ગમતું જોઈએ. નહીં તો ઓપિનિયન આપે નહીં તો કશું જ નથી. બહુ જ ઝીણી વાત છે. પણ જ્યારે મૂળ પર
૨૩૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આવશેને, બહુ વિચારકોના હાથમાં આ વાત આવશે ત્યારે તે સમજશે. અને તમને તો સહેજે સમજાય એવી વાત છે આ.
પ્રશ્નકર્તા : એમને તો તંત્રી તરીકે રોજ એક ઓપિનિયન આપવો જ પડે એ જુદું.
દાદાશ્રી : હા, એ આપવો પડે. આપણને ના ગમતું હોય ને આપવો પડે એ જુદું.
જોયા' કરવા અભિપ્રાયોને ! પ્રશ્નકર્તા : બધા માણસો પોતપોતાના અભિપ્રાયો ને આગ્રહો ઉપર ઊભા છે.
દાદાશ્રી : હા, પોતાનો અભિપ્રાય બાંધેલો ને આગ્રહો, બસ, એની પર જ ઊભા છે.
પ્રશ્નકર્તા : પણ એ જલદી કેમ ઓગળી જાય ?
દાદાશ્રી : એ તો ઓગળે. એ અભિપ્રાયોનું જ તો આ મન બનેલું છે ને મન છે ત્યાં સુધી જાય શી રીતે ?
પ્રશ્નકર્તા : એમાંથી છૂટા કેમ થવાય ?
દાદાશ્રી : છૂટા જ છે. એ બધા અભિપ્રાયો હવે જોયા કરવાના. મન શું બોલે છે એને જોયા કરવાનું. બધું જોયા જ કરવાનું છે. “એ” શેય છે ને આપણે “જ્ઞાતા’ છીએ. એ જડ છે ને આપણે ચેતન છીએ. એટલે મન અભિપ્રાયોનું બનેલું છે, ‘તમારા’ અભિપ્રાયોનું બનેલું છે. જો અભિપ્રાયો તૂટી ગયા, તો તમારું મન ખલાસ થઈ ગયું. તમને સમજાઈ થોડી વાત કે ના સમજાઈ ?
પ્રશ્નકર્તા : સમજાયું. દાદાશ્રી : ગમ્યું નથીને ? પ્રશ્નકર્તા : નહીં, નહીં.