________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
આપણને આપે તેના કરતાં આપણે સીધા રહોને ! પાંસરા થઈ જાવને ! કઢી ખારી શેના આધારે થઈ ? ત્યારે કહે, આધારના આધારે આવી આ. એનો આધાર છે. એમ ને એમ નથી, નિરાધાર નથી.' આ તો ગાંડપણ. નહીં સમજણ પડવાથી ‘એણે કઢી ખારી કરી' કહે. મૂઆ, એ તે કરતી હશે આવી ? એને તો સો રૂપિયા આપીએ તોય કઢી બગાડે નહીં. આ કહે, પણ મારા છોકરાનું શું થાય ?” કંઈક આધારથી આ બનાવી છે. બોલો હવે, ક્રમિક માર્ગમાં કઢીનું શું થાય હવે ? જગતમાં સમજ નથી. બોલો, ક્રમિક માર્ગમાં શી રીતે ઠેકાણે પડે આ કાળમાં ?
૨૨૯
પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં તો એ જ વિચાર કરે કે એને ઠપકો આપીએ કે જેથી ફરી આવું ના બનાવે.
દાદાશ્રી : ફરી આવું ના બનાવે. એટલે આપણે એને ઠપકો આપવો જોઈએ. અને આપેય ખરો અને પછી મનમાં કહે કે ‘હે
કૃપાળુદેવ ! શું થયું આ તો !' કૃપાળુદેવ તો શું કરે ? હવે ક્ષણે ક્ષણે
દોષો થઈ રહ્યા છે અને લોકો કહે છે કે અમે મોક્ષના માર્ગ ઉપર છીએ.
તું કહે કે આ ખરાબ છે ને આ સારા છે. તું ઓપિનિયન આપે એટલે મન રચાયું. ઓપિનિયન નહીં આપવો. એમ ને એમ જે જે હોય તે કરોને ! કઢી ખારી છે, તે ના ખાવી હોય તો ના ખાઓ. પણ આપણે ઓપિનિયન નહીં આપવો કે કઢી ખારી છે. નહીં તો મન ઊભું થશે, સાચવજો. એટલે ઓપિનિયન ના હોય તો મન બંધ થઈ જાય એ વાત સાચી.
મત બંધાય, પ્રદર્શિત અભિપ્રાય !
પ્રશ્નકર્તા : તો અભિપ્રાય પ્રદર્શિત કરે અને પ્રદર્શિત ના કરે, બેમાં ફેર પડે કે ના પડે ?
દાદાશ્રી : અભિપ્રાય પ્રદર્શિત ના કરે તો મન ઊભું ના થાય,
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન બંધ થઈ ગયું. પ્રદર્શિત કરે એટલે મન ઊભું થયું, મનનો જન્મ
થાય.
૨૩૦
પ્રશ્નકર્તા : ઓપિનિયન હોય પણ તમે બોલો નહીં તો ? દાદાશ્રી : બોલો નહીં તો એ ઓપિનિયન ઊડી જાય છે. બોલો તો જ મન ઊભું થાય. કઢી ખારી છે, આપણા મનમાં હોય પણ વાણીમાં બોલો નહીં તો કશુંય નહીં. બોલ્યા કે તરત મન ઊભું થયું, જન્મ થયો. એ વાત સમજાય નહીં એવી બહુ ઝીણી વાત છે. એ આધારે તમે મન ઓછું કરી શકો એમેય છો.
ઓપિનિયન જેમાં ને તેમાં ! હમણે ચા આવી એ મોળી છે, કહેશે. આ પાછું ‘શાકમાં મીઠું વધારે પડ્યું છે.' અલ્યા, ખાને છાનોમાનો. ના ખાવું હોય તો રહેવા દે. ઓપિનિયન શું કરવા આપે છે ? કઢી સારી હોય તોય તમને જમવું હોય, ઠીક લાગે તો લ્યો. ના લેવી હોય તો કંઈ નહીં પણ અભિપ્રાય ના બોલવો જોઈએ. એટલે મન બંધ થઈ જાય. તમને કઢી ખાવામાં વાંધો નથી. કઢી સારી કહો તો એ ઓપિનિયન. કઢી ખરાબ છે એમ કહો તોય ઓપિનિયન. અને કઢી સારી-ખરાબ ન કહો, ને તમે ખાવ તો માઈન્ડનો જન્મ થતો અટક્યો. એટલે તમે કોઈને ઓપિનિયન આપવાનો બંધ કરી દેશો એટલે માઈન્ડનો જન્મ થતો અટક્યો. સમજાય એવી વાત છે ને ?
પ્રશ્નકર્તા : બહુ મોટી વાત કરી. આપણે તો પ્રતિક્ષણે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ.
દાદાશ્રી : તેથી જ મન ઊભું થાય.
એટલે આ અમારી શોધખોળ બહુ મોટી છે. બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય. ફાધર ને મધર ખોળી કાઢ્યા.
અમારા અભિપ્રાય નહીં એટલે અમારું મન ખલાસ થઈ ગયું. હવે અભિપ્રાય એટલે કંઈ માણસોને માટે આપે છે એવા નહીં, પણ ખાવાની વસ્તુ માટે ‘બહુ સરસ છે, ખરાબ છે, અભિપ્રાય આપવાની શી જરૂર