________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૨ ૭
૨૨૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના, આ સિવાય બીજો રસ્તો જ નથી. નહીં તો આવું તો આ ઊગ્યા જ કરે પાછું, નાખો ને ઊગે, નાખો ને ઊગે. એટલે અનંત અવતારથી આવું ભટક ભટક કરે છે.
જમવામાં અભિપ્રાય ! પ્રશ્નકર્તા ઃ આ આજના નવા અભિપ્રાયને પૂર્વજન્મના કર્મની સાથે કંઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : કશોય નહીં. એ તો આ જ્ઞાન સાથે સંબંધ છે. અજ્ઞાન હોય તો તમે સામાને દુઃખ થાય એવું કર્યા કરો. અને તમે જ્ઞાની હો અગર તો વિચારક હો તો સામાને દુઃખ થાય એવું બોલો નહીં. એટલો વિચાર કરી નાખે, કે આ બધા જમવાના છે ને તો હું આ ગબારો ફોડીશ તો બધાનું બગડી જશે. તે ફોડે નહીં એટલો વિચારક હોય.
એવું છે ને, અજ્ઞાનતા ત્યાં અભિપ્રાય. જ્ઞાન ત્યાં અભિપ્રાય નહીં. તમને આ જ્ઞાન મળ્યું, એટલે તમે ‘ચંદુને ઓળખોને ? અત્યારે તમને ઓળખાય. છેટે રહીને જોઈ શકો કે આવા હતા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે જમતી વખતે કોઈ ફેરો બોલેલા ખરા કે કઢી ખારી થઈ છે ?
પ્રશ્નકર્તા : અત્યારે ? દાદાશ્રી : ના, તે દહાડે.
પ્રશ્નકર્તા : અને અત્યારે તો દાદાનું જ્ઞાન એ તરત જ હાજર થઈ જાયને, કે કઢી કયા હિસાબે આવી.
દાદાશ્રી : અને પહેલાં તો અક્કલવાળા, તરત બોલી ઊઠે, નહીં ? તમારે કેમનું છે ?
પ્રશ્નકર્તા : અત્યારે તો એવું લાગે છે કે અહીં લમણે લખ્યું'તું તે જ આવ્યું છે.
દાદાશ્રી : ત્યારે તમે પહેલાંના સાહેબને પોતાની જાતને) ઓળખો કે ના ઓળખો ?
પ્રશ્નકર્તા : બહુ સારી રીતે.
દાદાશ્રી : બહુ સારી રીતે, નહીં ? દોસ્તી ખરી ? હા, હવે તે વખતે કેવા હતા ? આમ થાળીમાં કશું ફેરફાર થાય તો ?
પ્રશ્નકર્તા : જરા ઉકળાટ થઈ જાય, વ્યાકુળતા આવી જાય.
દાદાશ્રી : આ જ્ઞાન તો પચાસમે વર્ષે મને થયું, પણ હું તો ચાલીસ વર્ષની ઉંમરે હું કઢીમાં પાણી રેડી દેતો'તો, ખારી થાય ત્યારે. તે હીરાબા એક ફેરો જોઈ ગયાં. તે કહે, “પાણી રેડ્યું ? પાણી રેડ્યું !!!” મેં કહ્યું, ‘હવે નહીં રે.’ હું સમજી જઉં. ચૂલા ઉપરેય પાણી રેડીને જ મોળી કરે છે ને ? આપણે નીચે મોળી કરો. અરે, નહીં તો હું શું કરું ? થોડો શીરો પડ્યો હોયને મારામાં, તે ગળપણ કશું હોય ને તે કઢીમાં ચોળી દઉં અને મોળી કરી નાખ્યું. ગમે તે રસ્તે ખાવાલાયક કરી નાખ્યું. પછી ખાંડ-બાંડ માંગું નહીં. એટલે જાણે નહીં કે આ તો કઢી ખારી થઈ ગઈ. એવું કહેવા-કરવાનું નહીં. કશું માંગુંકરું નહીં. અમારે ત્યાં બધાને પૂછો તો કહે, “ના, દાદાજી બોલ્યા નહિ, કોઈ દહાડોય !” કરવા બોલું? બોલનારા બધા છે ને ! હોશિયાર છે ને !
પછી સ્ત્રીઓ અંદર અંદર શું કહે, ‘એ કાળમુખા જ છે !” બીજા બધા શબ્દો બહુ આવડે પણ કહે નહીં. તે મૂઆ આવો તો અપજશ
પ્રશ્નકર્તા : હા. બોલેલો કે કઢી ખારી થઈ છે. એવો અભિપ્રાય પણ આપેલો. અને ગમો-અણગમો વ્યક્ત કરી દે તરત જ કે આ શું ?
દાદાશ્રી : એટલે મારું કહેવાનું છે કે આ અજ્ઞાનતામાં અભિપ્રાય આપી દે છે. અત્યારે તમે કહો કે કઢી ખારી છે, એ તમારે સમભાવે નિકાલ કરવો પડે. બાકી, અભિપ્રાય નહીં બંધાય.