________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
વિજ્ઞાન છે, એટલે જાતજાતના પૃથક્કરણ કરેલાં છે.
૨૨૫
પ્રશ્નકર્તા : કોઈ શાસ્ત્રમાં પણ નથી આવ્યું ? દાદાશ્રી : શાસ્ત્રમાં નહીં, કોઈએ પૃથક્કરણ કર્યું જ નથી. આમ પડે ગ્રંથિ !
પ્રશ્નકર્તા : ઓપિનિયન કઈ રીતે ? એ ના સમજાયું બરોબર. દાદાશ્રી : તમે કહો કે માંસાહાર કરવો સારો નથી એ તમારો ઓપિનિયન ગણાય. માંસાહાર કરવો સારો છે એય ઓપિનિયન કહેવાય. એ એનાથી મહીં ગાંઠ પડી જાય. આ મન શેનું બનેલું છે ? ગ્રંથિઓનું બનેલું છે. જેને ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ગાંઠોનું બનેલું કહેવાય. ગાંઠો, એ ગ્રંથિ શી રીતે બને છે ? તમે ગુજરાતી ભાષામાં ઓપિનિયન આપ્યો. એટલે ભાષા-ગુજરાતી, લેંગવેજ એ મધર કહેવાય. અને ઓપિનિયન આપ્યો કે આ માંસાહાર ખાવો જોઈએ, તો એ ઓપિનિયન આપ્યો એટલે ગ્રંથિ પડી. અત્યારે તમે માંસાહાર ખાતા નથી, પણ ઓપિનિયન આપ્યો. તે ગ્રંથિ પડી એટલે આવતે ભવે ગ્રંથિ પાછી પરિપક્વ થઈને તમને ફળ આપવા તૈયાર થશે. તે ઘડીએ તમે કહો કે, આ માંસાહાર કેમ ખવાય છે ? આપણાથી ના ખવાય. આમ કેમ થાય છે ?” તે બંધાય પાછાં. મન આપણે જે ઊભું કર્યું હતું, તેનાથી આપણે બંધાયા. તમને સમજાય છે ?
પ્રશ્નકર્તા ઃ બરાબર છે.
દાદાશ્રી : જૈનનાં છોકરાં કોલેજમાં ગયેલાં હોય, તે બીજા ફ્રેન્ડ સાથે ફરે. હવે હોટલે જાય તો માંસાહાર ન કરે, પણ પેલાં ફ્રેન્ડ માંસાહાર કરે. તે બહુ દહાડા થાયને, એટલે જૈનના છોકરાને મનમાં એમ થાય કે આ કરવા જેવું તો છે જ. પણ પેલું ગયા અવતારે અભિપ્રાય બેસી ગયેલો કે માંસાહાર કરવા જેવો નથી. તેથી અત્યારે ખાય નહીં. પણ ‘માંસાહાર કરવા જેવો છે' એવો અભિપ્રાય બદલાયો એટલે આવતે ભવ પાછો માંસાહાર કરવાનો. એવી રીતે આ મન
૨૨૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
બંધાયેલું છે.
માંસાહાર તમે ના કરતા હો, પણ તમે કહો કે ‘માંસાહાર’ કરવો એ ખોટું નથી. તો એ તમારું મન થશે. એટલે તમે ખાશો પછી. એટલે તમારે એનો અભિપ્રાય ના આપવો જોઈએ. તમે દારૂ પીતા ના હોય, પણ ‘એમાં દારૂ પીવો એ કંઈ ગુનો ઓછો છે ? એમાં વાંધો શો છે?” એ અભિપ્રાય આપો કે તમારું મન બંધાઈ જશે. પછી તમે પીતા થઈ ગયા. ચેતતા રહેજો. આ આખું જગત આટલું બધું ઇફેક્ટિવ છે. અને પછી જૈન થઈને પછી દારૂ પીએ ત્યારે લોક શું કહે ? અરે, શોભે નહીં તમને. વૈષ્ણવનેય, સાચા વૈષ્ણવનેય શોભે નહીં, કહેશે.
અભિપ્રાયથી મન ઊભું થયું છે આ. બીજી એની જ બધી મધર જુદી જુદી બદલાયા કરે છે, પણ અભિપ્રાય એ મનનો ફાધર જ છે.
મન ક્યાંથી ઉત્પન્ન થયું એ તો શોધખોળ તો કરવી જોઈએને ? અને તે વસ્તુ મને જડી ગઈ કે જો અભિપ્રાય ઓછા કરવામાં આવે, એનો ફાધર જો ઊડી ગયો, તો પછી છોને પછી મધર રહી, પણ છોકરાં શી રીતે થાય તે ? અભિપ્રાય ઊડી જવા જોઈએ, કે અભિપ્રાય નહીં આપવાના. કારણ કે ભગવાનની દૃષ્ટિ જ પોતે કહે છે કે દરેક જીવ
કર્મને આધીન ફર્યા કરે છે, તેમાં તું શું કરવા અભિપ્રાય આપે છે ? બહુ મોટો, દોઢડાહ્યો શા માટે થાય છે ? તેનો આ માર પડે છે. દોઢડાહ્યા થવાની જરૂર નથી.
ભૂતકાળ તો ગયો, ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. એટલે હવે વર્તમાનમાં રહો. કેરીઓ આવે તે ઘડીએ કેરીઓ ખાઓ, પણ અંદર કહેવું જોઈએ કે આમ ન હોવું ઘટે. એટલે ખાય છતાં સ્લીપ ના થાય. અને અભિપ્રાય ના બદલીએ તો ના ખાય છતાંય સ્લીપ થયા
કરીએ. આ મન જે ઊભું થયું છે તે ખાલી અભિપ્રાયથી મન થયેલું છે. માટે અભિપ્રાય ન રાખશો.
પ્રશ્નકર્તા : આપે વાત કરીને, કોઈ પણ જાતનો અભિપ્રાય ના રહે, તો મન ખલાસ થઈ જાય. આના માટે બીજો કોઈ રસ્તો છે ?