________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૨૩
૨૨૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ઊભું જ કર્યું નથી. ઓપિનિયન કરો તો મન ઊભું થાયને ! તે ગયે અવતારે તમે ઓપિનિયન કર્યો જ નથી કે માંસાહાર કરવામાં સુખ છે કે માંસાહાર કરવો જોઈએ. એવો ઓપિનિયન કર્યો નથી, એટલે આ અવતારમાં જો છે કશી મનની બુમ, કે માંસાહાર કરો. માંસાહાર મફતમાં મળે તોય કહેશે, ‘નહીં, નહીં. અમારું કામ જ નહીં એ, અમે તો જૈન.” એટલે મફત આપે તોય ના કહે. અમે વૈષ્ણવ છીએ, કહેશે. એમ આ માંસાહાર પજવતો નથી તો બીજું કેમ પજવે છે ? શોધખોળ કરવી જોઈએ. તો જડે કે ના જડે ? જવાબ ઉપરથી રીત જડે કે ના
છે !' અલ્યા, તમારે લેવાદેવા વગર મન શું કરવા ઊભું કરો છો, વગર કામના ? તમારી બાઉન્ડ્રીનું મન ઊભું કરો, કરવું હોય તો. આ ઠેર ઠેર મન ઊભું કર્યું ? તમારા મનની બાઉન્ડ્રી (હદ) કેવડી ? મોટી છે કે નાની છે ?
પ્રશ્નકર્તા : નાની છે.
દાદાશ્રી : હા, તે એવી જોઈએ. કેવી સરસ નાની બાઉન્ડ્રીમાં આ નિરાંતે રહે છે ! નાનું છાપરું, બગીચા સાથે બાંધી તેમાં રહે છે. અને તમે તો મેડે, બીજે માળે, ત્રીજે માળે રહો છો, બગીચોય નહિ. ‘ફલાણો થયો કે નહિ', તેમાં કશામાં ઊંડા ઉતરે જ નહિ. પોતાની બાઉન્ડ્રી પૂરતું જ. ત્યારે જ બધી ગિફટ આવે ને ! અને પેલા દોઢડાહ્યાને ભાગે કશુંય નહિ.
પ્રશ્નકર્તા : સવારથી સાંજ સુધી એક વસ્તુ માટે ચાર-ચાર વખત અભિપ્રાય બદલે.
દાદાશ્રી : એના કરતાં તો કોલેજનું સર્ટિફિકેટ સારું કે ફરે નહીં ને ! અને આમનાં સર્ટીફિકેટ ફરી જાય.
પ્રશ્નકર્તા : આપે બહુ સરળ ભાષામાં આપ્યું કે અભિપ્રાય બાંધશો નહીં, નહીં તો મન ઊભું થશે.
દાદાશ્રી : હા, અભિપ્રાય જ આ બધું કામ કરી રહ્યો છે. આખું મન જ અભિપ્રાયથી બંધાયેલું છે. તેમાં પાછા નવા અભિપ્રાયો બંધાય છે. એટલે આ ફસામણ નથી નીકળે એવી. એ તો ‘જ્ઞાની પુરુષ', જે પોતે મુક્ત થયેલાં હોયને, તે જ આપણને મુક્ત કરે.
એટલે ગમે તેટલાં કારણો હશે, પણ મુખ્ય કારણ શું ? રૂટ કોઝ ? ત્યારે કહે, અભિપ્રાય.
જવાબ પરથી જડે રકમ ! માંસાહાર કરવાના ભાવ થાય છે ? ના. શાથી કે એવું મન તમે
પ્રશ્નકર્તા : તો જડે. દાદાશ્રી : જવાબ ઉપરથી, એના સોલ્યુશન (ઉકેલ) પરથી રીત.
એટલે હું શું કહેવા માગું છું કે સપોઝ નાઈન્ટી સીક્સ ઈઝ ધી આન્સર (ધારો કે ૯૬ એ જવાબ છે). તો હવે કોઈ કહેશે કે બે રકમ એવી શોધી કાઢો કે જેના મલ્ટિપ્લિકેશન (ગુણાકાર)થી ૯૬ આવે. તો આપણને એની રીત જડે કે ના જડે ? ગમે તે બે રકમ જોઈએ. અમને જ્ઞાન થયાને વીસ વર્ષ થયા. ત્યારે કોઈ કહેશે, “સાહેબ, આપને તો ફક્ત વીસ વર્ષ જ થયાં છે. પહેલેથી ક્રમિક માર્ગ છે, તો એ ક્રમિક માર્ગ શું ખોટો છે તે તમે અક્રમ કાઢ્યું ?” ત્યારે મેં કહ્યું, ‘તમે મારી પાસે આવોને.' ત્યારે કહે, ‘શું રીત છે તમારી ?” મેં કહ્યું. “સપોઝ હંડ્રેડ કરો, તો જવાબ આવે કે ના આવે ?” કોઈ કહેશે, “ના, મારે એક્સો ત્રણ ધારવા છે.” તોય જવાબ આવે કે ના આવે ?
પ્રશ્નકર્તા ઃ આવે, ધાર્યા પછી આવે.
દાદાશ્રી : તો પછી આમાં કેમ ના આવે તે ? આમાં કંઈ કોઈના બાપનું રાજ છે ? આય ગણિત જ છે અને એનો જવાબ છે, તો બીજું કશું કેમ ના આવે તે ? આપને સમજાય છે. આ વાત ?
બાકી મનનું આવું પૃથક્કરણ કોઈએ કર્યું નથી. આ તો અક્રમ