________________
અંતે ખોળ્યાં, મનનાં ફાધર-મધર !
૨૨૧
૨૨૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : આખું જગત મનને આઘુંપાછું કરવા માગે છે. અલ્યા, ફાધર-મધરને ખોળને તો આવુંપાછું થઈ શકે. પછી એના મધર ને ફાધરને ભેગા જ થવા ના દઈએ, તો ફરી ઊભું ક્યાંથી થાય ? એક અવતારમાં જ આવી સમજણ કરે તો ફરી બીજા અવતારમાં મન જ ઊભું થાય નહીં. મન આપણા વશમાં રહે, એવું સાધારણ મન રહ્યા કરે.
ભાષા એ મધર છે. ભાષા બોલવાની, પણ અભિપ્રાય નહીં રાખવાનો. આ ખરેખર ગેરેન્ટેડ વાત છે. જો ઓપિનિયન બંધ કરી દો તો તમારું મન એક-બે અવતાર પૂરતું થોડું, થોડું, થોડું થઈને બે અવતારમાં ખલાસ થઈ જશે.
પ્રશ્નકર્તા : પણ માઈન્ડ જે છે, એ તો આગળનું ચાર્જ કરેલું એ ડિસ્ચાર્જ થાય છે ને ! એમાં આપ જે અત્યારે કહો છો, ઓપિનિયન અને લેંગવેજ, એ અત્યારની વાત થઈ, એટલે કે આવતા ભવનું માઈન્ડ અટક્યું?
દાદાશ્રી : નવું માઈન્ડ અટક્યું. જે જન્મ પામી ગયેલું છે, એ તો ફળ આપ્યા વગર રહે નહીં. નવું જન્મ પામતું બંધ થઈ જાય, એનાં ફાધર-મધરને ઓળખીએ તો. એ પ્રમાણે વર્તન રાખીએ. ફાધર-મધરને જુદા રાખીએ તો એમાં પછી છોકરાનો જન્મ થાય નહીં. વાત સમજવા જેવી છે. બહુ ઊંડી વાત છે, ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : આ તો આપે બહુ સાયન્સની વાત કહી.
દાદાશ્રી : હા, તે જ કહું છું ને, અભિપ્રાય ના હોય તો છોકરાં હોય જ નહીં ને ! એટલે અભિપ્રાય ઈઝ ધી ફાધર. આ સહેલામાં સહેલી વાત. બાકી, મનનું કોઈ નિરાકરણ કરી શકે નહીં. આ વર્લ્ડમાં કોઈએ કરેલુંય નથી ને કરી શકશે નહીં. મનનું નિરાકરણ, પહેલામાં પહેલું આ બહાર પડ્યું છે.
તમે કાલે સવારે અભિપ્રાય બાંધવાના છોડી દો તો મન બંધ થઈ
જાય. કોઈ અભિપ્રાય બાંધો કે તરત નવું મન આગળનું ઉત્પન્ન થઈ જશે. બસ, અભિપ્રાય જ છે. મનને બહુ મોટી ચીજ ગણવામાં આવી છે, પણ એ અભિપ્રાયોથી મન ઊભું થયું છે.
શું ઈચ્છામાંથી મત નહિ ? આપણે જે ઓપિનિયન આપીએ છીએ દરેક બાબતમાં, એનાથી દ્વન્દ્રોનું સર્જન થાય છે અને દુન્દ્રોના સર્જનથી મનનું સર્જન થાય છે. એ ઓપિનિયન બંધ થયો એટલે મન બંધ થઈ ગયું. આપને સમજમાં આવે છે ?
પ્રશ્નકર્તા : પણ મન ઇચ્છામાંથી નથી થતું ?
દાદાશ્રી : એ ઇચ્છા ઓપિનિયનમાંથી જ થઈ છે બધી. ઇચ્છાનો વાંધો નથી. તમે જલેબી ખાવ તેનો વાંધો નથી. તેથી મન ઊભું થતું નથી. તમે ઓપિનિયન આપો કે “સારી છે એટલે મન ઊભું થાય. ઇચ્છાઓ અને મનને કશું લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : આગળ જવાની ઇચ્છા થઈ પણ ‘જવાશે કે નહીં? એ દ્વન્દ્ર ઊભો થયો ને ?
દાદાશ્રી : એ દ્વન્દ્ર ઊભો ના થવો જોઈએ. એ દ્વન્દ્રો ઊભા ના થાય તેટલા માટે ઓપિનિયન બંધ કરી દેવાના તો મન બંધ થઈ જાય.
મનની મધર દરેકની પોતપોતાની લેંગવેજ છે. મધર વગર પછી અભિપ્રાય શી રીતે આપે ? શબ્દ વગર ?
પ્રશ્નકર્તા : એટલે બન્ને ભેગાં હોય તો જ માઈન્ડ થાય.
દાદાશ્રી : તમે અભિપ્રાય આપતા બંધ થઈ જાવ. વગર કામનો તમારો અભિપ્રાય આપો છો. તમારે લેવા નહિ, દેવા નહિ. ‘આ સારું ને આ ખોટું - અરે, પણ તમારે શું લેવાદેવા ? એ સારું-ખોટું એ ફિલ્મોનું છે, સીનેમાનું (પ્રકૃતિનો ભરેલો માલ) છે. આપણે તો ત્યાં સુધી કે ‘ફલાણા ભાઈ ગયા તે સારું છે ને આ ભાઈ આવે તો સારું