________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
નફો કરીશ. એમાંથી એક બકરી લાવીશ. એનાં બે બચ્ચાં થશે. પછી આમ ને આમ, મનતરંગ કર્યા કરતો'તો. એમ કરતાં કરતાં પૈસા આવશે. પછી બઈ પૈણી લાવીશ. પછી છોકરાં થશે. તે છોકરાં કહેશે, હેંડો પપ્પા જમવા. ત્યારે હું ના, ના કરીશ. તે પેલો ઘડો પડી ગયો. એ તરંગ કહેવાય બધા.
૨૦૫
તરંગો તો અજ્ઞાનીને હોય. અજ્ઞાન છે ત્યાં સુધી તરંગ હોય. આ તો બધા શું છે ? અને એને આપણી ભાષામાં શું લખ્યું છે ? લેપાયમાન ભાવો. આ બધા ભાવો લેપાયમાન ભાવો છે. લેપ કરે. જગતને આ ભાવો લેપે છે. આ જગત શી રીતે ચાલે છે ? લેપાયમાન ભાવથી ચાલે છે. લેપાયમાન ભાવને પોતાના માને છે. એટલે આ
લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.
તમને વિચાર આવે જાતજાતના. તરંગો-બરંગો બધુંય આવે પણ એ બધા લેપાયમાન ભાવ છે. નિર્જીવ ભાવો છે, સહેજેય સજીવ નથી. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ છું.
તરંગ જુદા, તર્ક જુદા, વિતર્ક એ મનના તો એટલા બધા જુદા. પર્યાય છે કે આખો સંસારસમુદ્ર ભરાઈ જાય એટલા છે. મનના પર્યાય હોય છે.
પ્રશ્નકર્તા : આ તમે એને પુદ્ગલ કહ્યું છે ને ? મનને પુદ્ગલ કહ્યું છે ને ?
દાદાશ્રી : મન કમ્પલીટ ફિઝિકલ છે.
પ્રશ્નકર્તા : તો એના સૂક્ષ્મ પર્યાયો છે બધા ?
દાદાશ્રી : એના બહુ જાતના પર્યાયો હોય. કોઈ ફેરો તરંગમાં હોય, કોઈ ફેરો તર્કમાં હોય. કોઈ ફેરો વિતર્કમાં હોય, કોઈ ફેરો વિચારમાં હોય, કોઈ ફેરો સદ્વિચારમાં હોય, કોઈ ફેરો દુર્વિચારમાં હોય, કોઈ ફેરો અવિચાર દશા ઉત્પન્ન થાય છે. એ ય મન છે. એ મનનો પર્યાય છે.
૨૦૬
તિર્વિચારીપદ, જ્ઞાતીતું !
પ્રશ્નકર્તા : માણસ ‘થોટલેસ’ (નિર્વિચાર) કેવી રીતે થઈ શકે ? એ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : એવું છે ને, ‘આ’ ઊંઘમાંથી જાગીએ ત્યારે થોટલેસ
થવાય.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અમને વિચારવાનું ના હોય. અમારામાં થિંકિંગ પાવર (વિચાર શક્તિ) ના હોય ! બિલકુલ થિંકિંગ પાવર નહીં. જ્યારે છેલ્લી દશા, પોતાની દશા આવે ત્યાર પછી વિચારશક્તિ ત્યાંથી નિવૃત્ત થઈ જાય છે. સંસારનો એક વિચાર અમને હોય નહીં. અમારી નિર્વિચાર દશા હોય. વિચાર નામેય ના હોય. ધર્મ સંબંધીય વિચાર ના હોય અને સંસાર સંબંધીય વિચાર ના હોય. અમારી નિર્વિચાર દશા હોય. એટલે
અમારું કાર્ય શું ? આ જ બધું કાર્ય. જ્યાં જઈએ ત્યાં પાણી છાંટવાનું. જગત પર જે અશાંતિ થઈ છે તે, એમાં પાણી છાંટ છાંટ કરવાનું. તિર્વિચાર દશા શક્ય ખરી ?
પ્રશ્નકર્તા ઃ આ નિર્વિચાર થવાનું બધા કહે છે, કે નિર્વિચાર
થાવ.
દાદાશ્રી : નિર્વિચાર એટલે શું ? વિચાર સહિત આત્મદશા. એનું નામ નિર્વિચાર દશા. આ લોકોને વિચારસહિત દેહાધ્યાસ છે. એટલે નિર્વિચાર ખોળે છે એ. પણ વિચારસહિત આત્મદશા એ જ નિર્વિચાર.
પ્રશ્નકર્તા : માણસ વિચારહીન બની શકે ખરો ?
દાદાશ્રી : આ જ્ઞાન પામ્યા એટલે તમે વિચારવિહીન તો થયેલા જ છો. પણ વિચારોમાં પાછા તમે તન્મયાકાર થવા દોડો છો. તમને એમાં મીઠાશ લાગે છે અને કેટલુંક તમારે ફરજિયાત કરવું પડે છે. નિર્વિચાર એટલે મનમાં બધી જાતનાં સ્પંદન થયા કરે, સ્ફૂરણા થયા કરે. એ અજ્ઞાનીનેય થાય અને જ્ઞાનીનેય થાય, મન તેનું તે જ. જ્ઞાનીને