________________
૨૦૩
૨૦૪
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
દાદાશ્રી : હા, બધું જોયેલું. વિચારણા પછી બુદ્ધિની કસોટીએ ચડાવી જોયેલું, કે કરેક્ટ છે કે નહીં તે.
આપણને કો'ક કહેશે, ‘આ તમારા માસી સાસુ થાય’ એટલે આપણું મન છે તે વિચારણામાં પડે કે “માસી સાસુ” કઈ રીતે ? તે રીત આપણે કાઢી આપીએ. ત્યારે બુદ્ધિ કસોટી માગે. સગાઈ બતાડીએ એને.
પ્રશ્નકર્તા : એ બુદ્ધિ સગાઈ બતાડે ?
દાદાશ્રી : હા. એટલે બધાના મનનું સમાધાન કરીએ. અમે બધાંનો તાળો કાઢીએ. તાળો મળે તો વાત સાચી.
પ્રશ્નકર્તા : મનથી વિચારણાપૂર્વકનું અને બુદ્ધિથી પૃથક્કરણ થાય, એમાં શો ભેદ હશે ?
દાદાશ્રી : મન તો વિચારે ફક્ત એટલું જ ને ! અને બુદ્ધિ નિર્ણય કરે કે આ ખરું કે ખોટું. ખરેખર માસી સાસુ છે કે નહિ, એ નિર્ણય કરી આપે.
પ્રશ્નકર્તા : એ બુદ્ધિનું કામ છે. ત્યારે દર્શન અને બુદ્ધિ એ બે વચ્ચે ક્યાં ભેદ પડે છે ?
દાદાશ્રી : દર્શન જુદી વસ્તુ છે. દર્શન એટલે સૂઝ પડે આમ. ગુંચાયો હોય ત્યારે દર્શન કામ લાગે. એ ગૂંચાયો હોય ત્યારે આવડે. નિવેડો ના આવતો હોય ત્યારે આવડે શું કરવું તે ?
અમે જેટલું વલોણું થાય એટલું વલોવેલું. છાશમાં કશું રહેવા દીધેલું નહિ.
આમ ફળે, મતલ અને ચિંતત ! પ્રશ્નકર્તા : મનન અને ચિંતવનમાં શું ફેર ? દાદાશ્રી : મનન અને ચિંતવન એ બન્ને જુદી વસ્તુ છે. ચિંતવન
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ચિત્તનું છે અને મનન મનનું છે. બેની ભૂમિકા જ જુદી છે ને !
મનન એટલે શું? મનથી વિચારી નાખવું. અને ચિંતવન એટલે શું ? હું નાલાયક થઈ ગયો, હું સારો થઈ ગયો, એ બધું ચિંતવવું. તે તેવો થઈ જાય. જેવો ચિંતવે એવો થઈ જાય. જેવો વિચારે એવો નહીં, જેવો ચિંતવે એવો થાય. એટલે ચિત્તનું ચિંતન અને મનનું મનન.
પ્રશ્નકર્તા : ચિંતનનું ફળ સમજાયું, તો મનનનું ફળ શું ?
દાદાશ્રી : મનન એટલે શું ? વિચારવાનું. એના પર વિચારણા કર કર કરવાની. તે વિચારણાથી પછી આપણને મહીં એકાદ વિચાર સારો આવી જાય, તે આપણી બુદ્ધિ કહે કે બરોબર છે આ. હા, ત્યારે એકાકાર, એકાત્મ થાય બધાં. બુદ્ધિ એડજસ્ટ થાય એટલે અહંકારેય એડજસ્ટ થઈ જાય. વિચારણાનું, મનનનું ફળ એ આવે. એટલે આ બધું વાંચેલાનું મનન કરીએને, વિચારણા, તો એનું ફળ કંઈક આવે.
પ્રશ્નકર્તા : મતિ અને મન બે એક જ વસ્તુ કે જુદી જુદી ?
દાદાશ્રી : બહુ જુદી. બહુ ફેર, વિચાર, વિચાર, વિચાર. તે ઘડીએ વિચારોના ગૂંચળાં ચાલ્યા કરે, તે મન કહેવાય. બીજે કોઈ ઠેકાણે મન કહેવાતું જ નથી. એ તો મહીં મનમાં વિચાર આવ્યા જ કરવાના ખરા, પણ ધીમે ધીમે ફર્યા કરે. અને મતિ એ તો વસ્તુ જ જુદી છે. શ્રુતજ્ઞાન પરિણામ પામે ત્યારે મતિજ્ઞાન થાય.
એ છે માતા પર્યાય ! અને મન તો હકીકત છે. એ કંઈ ગમ્યું નથી. તમને કેવું લાગે? મન હકીકત છે કે ગપ્યું છે ?
પ્રશ્નકર્તા : તરંગ છે.
દાદાશ્રી : ન હોય તરંગ ! તરંગ તો મનના પર્યાય છે. અવસ્થા ઊભી થાય, તરંગી અવસ્થા. પેલો શેખચલ્લીનો દાખલો છે ને, તે એનું મન તરંગોમાં આવી ગયું. તરંગી અવસ્થામાં હતું. તે આ ઘી વેચી અને