________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં....
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
છે. એ આમ લાગે કે જાગતાં બોલતો હતો, પણ ના, એ ઉઘાડી આંખે નિદ્રામાં જ બધું કર્યા કરે છે. એ જાગતો હોય તો પોતે એની જવાબદારી જાણે ને ! પણ આ તો જવાબદારીનું ભાન નથી, એનું શું કારણ ? નિદ્રામાં છે. ભેળસેળ કરે છે ને એ બધું કરે છે અને પોતાની જાતને પાછો હોશિયાર માને છે. અને ભેળસેળ કરતાં ના આવડે, તેને ડફોળ કહે.
મતતી અગાધ મતતશક્તિ !
આ મન શરીરમાંથી બહાર નીકળે નહીં. પણ અગાધ મનન કરે. ગમે તે જગ્યાનું મનન કરે. એ જગ્યામાં ગયું ના હોય તોય મનન કરે છે. આ મન શરીરમાંથી બહાર નીકળે નહીં. મન બહાર નીકળે તો આ લોકો ફરી પેસવા જ ના દે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે મન શરીરની બહાર ના નીકળે, પણ એ અગાધ મનન કરે, એ સમજાવો.
મન સીમિત નથી, અસીમ છે. મન તો એક લેબોરેટરી છે. એ લેબોરેટરી (પ્રયોગશાળા)માં તમારે કંઈ પણ ચક્કરમાં પડ્યું હોય તેને વિચારણામાં મૂકો તો તમને કાઢી આપે. નહીં તો લેબોરેટરી ચાલ્યા કરે, તમે ગૂંચાવ કે આ કેમ ચાલ્યા કરે છે ? ચાલવા દો ને એને. મન તો બધા પર્યાય દેખાડે.
પ્રગ્નકર્તા ઃ આપ કહેતા હતા ને, મન ઘોડો અને અમે તેના પર સવાર થઈએ. તો એમાં આવાં બધાં એટલે આખા જગતની વિચારણામાં પણ હોય ? એટલે મન કેવી વિચારણામાં હોય તે વખતે ?
દાદાશ્રી : મન ખૂબ દોડે, ખૂબ દોડે. મન તો આ વિચારણામાં આપણને ઊંઘવા ના દેતું હોય, એટલે પછી આપણે એને કહીએ, “ચાલ, હવે ઊંઘવું જ નથી. ઠંડ, તારી જોડે જાગું છું, ચાલ.”
પ્રશ્નકર્તા : પણ મન શું બતાડતું હોય ?
દાદાશ્રી : એ બધું જાતજાતનું બતાવે. મન કોઈ દહાડોય એક વસ્તુ ના બતાવે. મન હંમેશાં વિરોધાભાસી હોય. ઘડીમાં આ બતાવે અને ઘડી પછી નવી જ જાતનું બતાવે.
પ્રશ્નકર્તા : હમણાં આપે કીધું કે અમે આખા જગતના તમામ વિચાર કરી નાખ્યા છે. તો એ વિચારો વખતે મનનું શું?
દાદાશ્રી : એની હાજરીમાં ને ? એની હાજરીમાં જ કરી નાખ્યાને? એ મિડિયમ (માધ્યમ) છે ને વિચાર કરવાનું. તે વખતે એનો ગુણ માનેલો. કશું વિચાર કરવામાં બાકી જ નથી રાખ્યું. આના જેવું નહિ કે આ જલેબી થાળીમાં આવી એટલે ખા ખા કરવાનું. એના વિચાર જ આવ્યા કરે કે આ જલેબી શાથી થઈ ને કેવી રીતે થઈ ને મહીં શું નાખ્યું હશે ? ખાંડમાં બોળી એટલે ખાંડ મહીં પેસી શી રીતે ગઈ ? મહીં પોલું હોય ને તો ખાંડ પેસી જાય.
પ્રશ્નકર્તા : પછી આત્મા સંબંધના, તત્ત્વ સંબંધના વિચાર એ મનથી પણ કરી શકાયેલા ?
દાદાશ્રી : અગાધ મનન કરે એટલે કોઈ વાત સાંભળી તેની પર જોઈએ એટલાં મનન કરી નાખે.
પ્રશ્નકર્તા : વાત સાંભળી હોય છે ?
દાદાશ્રી : હા, વાત સાંભળી હોય કે વાંચી હોય, એટલે પછી તમારે જોઈએ એટલાં મનન કરી નાખે. અમેરિકા ગયું ના હોય તો પણ અમેરિકાનું મનન બહુ મોટું કરી નાખે.
પ્રશ્નકર્તા: હવે જે વાગોળવાની ક્રિયા ચાલે છે, જેમ આ ઢોર વાગોળે છે, એમ જે વાગોળે છે, એમાં ને ચિત્તની ક્રિયામાં શું ફેર ?
દાદાશ્રી : ચિત્તમાં વાગોળે નહીં. એ બધું જ મનનું વાગોળવું છે. મન અને ચિત્તને બે ભેગું કરી નાખો ત્યારે તરંગો ઉત્પન્ન થાય. તરંગી કહેવાય એને. મન અને ચિત્ત બેનું મિલ્ચર થાય ને ત્યારે અનંગ વિચારો આવે, તરંગ વિચારો આવે. એવું તેવું બધું થાય.