________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
૧૯૯
બન્ને આનંદમાં ફેર, અપાર !
પ્રશ્નકર્તા (મહાત્મા) : આત્મજ્ઞાનીનો આનંદ, જેને આત્મસાક્ષાત્કાર થયો છે તેનો, અને અમને જે દુનિયામાં આનંદ મળે છે, એનાં કરતાં આત્મજ્ઞાનીનો આનંદ કેવો હશે ? એ કોઈ દિવસ અમારા સમજમાં નથી આવતો.
દાદાશ્રી : હજી તમને સમજવામાં નથી આવતો ?
પ્રશ્નકર્તા : નથી આવ્યો એટલે જ ફરી પૂછું છું.
દાદાશ્રી : તમને ખબર છે કે મનનો આનંદ અને આ તમને આત્માના આનંદમાં ફેર પડી ગયો ?
પ્રશ્નકર્તા ઃ હા, એ મનનો આનંદ જે છે તે અને આત્માનો આનંદ, બે છે તે તદ્દન જુદા છે એવો અનુભવ થાય છે, આપના જ્ઞાન આપ્યા પછીથી.
દાદાશ્રી : એ તો એક જ દહાડામાં આનંદની ખબર પડી જાય. કારણ કે મનનો આનંદ, એમાં મસ્તી વધે. મન વપરાય તો મસ્તી વધે, મનનો ઉપયોગ થાય તો, અને આ મનનો ઉપયોગ ના થાય ત્યાં પોતાનો આનંદ.
પ્રશ્નકર્તા : આત્માનો આનંદ સ્વાભાવિક આનંદ હોય ?
દાદાશ્રી : એમાં મનથી લઈ શકાય જ નહીં, ત્યારે આત્માનો આનંદ થાય. મનથી લઈ શકાય ત્યારે મસ્તીમાં હોય. એટલે તમને નિરંતર આત્માનો આનંદ રહે છે. જે કંઈ આનંદ રહેતો હોય તે, આત્માનો આનંદ રહે છે પણ તે ઓળખાય નહીં કે આ ક્યાંથી આવ્યો ! બીજા લોકો સમજી જાય કે આ ભાઈને આત્માનો આનંદ વર્તે છે. પહેલાં નહોતો વર્તતો એ પણ સમજી જાય. કારણ કે પહેલાં મોઢા પર માનસિક અસરો થયેલી હોય !
પ્રશ્નકર્તા : ફેર એટલો પડે કે પહેલાં નાની મોટી પરિસ્થિતિ જે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એક વખતમાં મનને ઉથલપાથલ કરાવી દેતી'તી, એ હવે સમસ્થિતિ રહે છે. એ જે સમસ્થિતિ આવે અને એ વધતી જાય એને જ આત્માનો આનંદ સમજવો ?
૨૦૦
દાદાશ્રી : ના, એ નહીં. સમસ્થિતિ એ ક્રિયા છે. આનંદ તો મહીં હોય ને. સ્વાભાવિક કારણો જોઈએ.
બાકી જગતે તો આનંદ જોયો જ નથી. એટલે મસ્તી છે. આનંદનો કોઈ દહાડો અક્ષરેય જોયો નથી. આનંદ એટલે નિરાકુળતા હોય, હેય, નિરાકુળતા ! કોઈ રાજા આવે કે ભગવાન આવે તોય નિરાકુળતા ન છૂટે. અને એવો આનંદ તમને છે હવે પણ તમને પહેલાંની ટેવ છે, આદત છે એ જાય નહીં ને !
પ્રશ્નકર્તા : પહેલા કરતાં ફરક સમજાય છે.
દાદાશ્રી : આનંદ ચાખવો જોઈએ.
પ્રશ્નકર્તા : પણ આત્મજ્ઞાનીને એવો આનંદ હોય કે જેનું કોઈ વર્ણન ના થઈ શકે, એ શું છે ?
દાદાશ્રી : વર્ણન શી રીતે કરાય ? અત્યારે મને આનંદ વર્તતો હોય, આ બધાને આનંદ વર્તતો હોય, એ શી રીતે વર્ણન કરે ? વર્ણનમાં એટલું જ કહેવાય કે ભઈ, એને નિરાકુળતા હોય. આખું જગત માનસિક આનંદવાળાને જાણે, આકુળતા-વ્યાકુળતા હોય એમાં. જ્ઞાન લેતાં પહેલાં તમને આકુળતા-વ્યાકુળતા દેખાયા કરે. અમારે આકુળતાવ્યાકુળતા ના દેખાય. એટલે ઓર જ જાતનું દેખાય. એટલે ક્ષણે ક્ષણે મહીં ચેતવે.
તમે બહાર બીજે બધો સત્સંગ કરવા જાવને, તો તમારું મન ઉલ્લાસમાં આવી જાય અને અહીં તો મન નહીં, આત્મા ઉલ્લાસમાં આવી જાય. આત્મા ‘જ્ઞાની પુરુષ' પાસે જ જાગે, નહીં તો જાગે નહીં. ત્યાં સુધી મન જ કામ કર્યા કરે. તે આ મન તો કેટલું કામ કરે છે ? લગભગ ઘણોખરો ભાગ તો આ બધાં લોકોને અજાગૃતિમાં જ જતો રહે