________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
ઓછી થાય, નાની કોઠી ફૂટે એમ ફૂટે. પેલાને ખૂબ થાય પ્રમાણમાં, ફુવારાબંધ ફૂટે. ફૂટે ઘણું, આવડી મોટી કોઠી ફૂટે. તે એની મહીં જે સ્ફૂરણા થાય, એ સ્ફૂરણાને અહંકાર, બુદ્ધિ વાંચે.
૨૦૩
આ તો ત્યાં સર્કસ આવ્યું છે. ત્યાં જોવા જવાનું એવું મન બતાડે. એ ગમતી વાત આવે એટલે અહીંથી વિચરે પછી આ. કોણ વિચરે ? અહંકાર. અહંકાર ત્યાંથી વિચરે. વિચરે એટલે ત્યાંથી ખસી અને મહીં તન્મયાકાર થાય. એટલે એ વિચાર સ્ફૂરણામાં, મનમાં જઈ તન્મયાકાર થાય. એટલે એ વિચાર કહેવાય. વિચરે તો એ વિચાર, નહિ તો વિચાર નથી. તમે તમારી જગ્યાએ ઊભા રહો અને જોયા કરો તો એ વિચાર નથી. તમે જ્ઞાતા-દૃષ્ટા રહો તો એ વિચાર નથી. તમે વિચરીને એની મહીં જોડે સંસાર માંડો તો એ વિચાર.
એટલે નિર્વિચાર થવાની જરૂર છે. પણ નિર્વિચાર એટલે મનમાં તન્મયાકાર નહીં થવું. મનમાં જે થયા કરે એમાં તન્મયાકાર નહીં થવું. મનમાં નિરંતર અધ્યવસાન થયા જ કરે. એની મહીં તન્મયાકાર થયા એટલે વિચાર થયા. એટલે નિર્વિચાર રહેવા જેવું છે. એ તો મન એની મેળે જેટલી શક્તિ છે, એટલા પ્રમાણમાં એને સ્પંદન થયા જ કરે ને ! જેમ દરિયો એના તરંગોમાં રમ્યા કરે છે એવી રીતે મન એનાં તરંગોમાં રમ્યા કરે છે.
તિર્વિચાર - તિરાકુળ - તિરાલંબ !
પ્રશ્નકર્તા : નિર્વિચાર કરવાની ને પ્રજ્ઞાની સ્થિતિ, એ પ્રાપ્ત કરવા માટે શું કરવું ?
દાદાશ્રી : હું તમને એ જ પ્રાપ્ત કરી આપું છું, મારી જે ભૂમિકા છે એ. તે તમને મારી નજીકમાં બેસાડી દઈશ. પછી થોડું કામ તમારે કરી લેવાનું.
પ્રશ્નકર્તા : આપની નજીકમાં હું કેવી રીતે બેસી શકું ? બેસી શકું જ નહીં ને ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : પણ મેં પાછળ રાખ્યા નથી. હું આ એક જ ડગલું આગળ રહું છું. મારી પાસે ચૌદ હજાર માણસ એવા છે કે જે મારી જોડે ને જોડે જ રહે છે ને હું એવો આગળ જાઉં એવો માણસ નથી. આ બધા કહે છે, ‘દાદાજી, તમે પહેલાં મોક્ષે જશો ?” મેં કહ્યું, ‘ના. તમને બધાને તેડીને જઈશ.' મારે શી ઉપાધિ ? હું મોક્ષમાં જ છું. નિરંતર મોક્ષમાં જ રહું છું.
૨૦૮
પ્રશ્નકર્તા : જે નિરાકુળ હોય, એ નિર્વિચાર ને નિર્વિકલ્પ હોય જ ને ?
દાદાશ્રી : ના, એ તો બધું ગયું ત્યાર પછી નિરાકુળતા. બધું ગયા પછી નિરાકુળતા. નિરાકુળતા પછી નિરાલંબ થાય. આપણો મહાત્મા નિરાકુળ છે. માટે એ બધું નિર્વિચાર થઈ ગયું. બધું થઈ ગયું.
‘નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ રે, નિર્વિશેષ પરિણામે મોક્ષાનંદ.’
આખો ક્રમિક માર્ગ વિચારદશા રૂપ છે. વિચારદશા એ ભ્રાંતિ છે. કારણ કે આત્માનું જે દર્શન છે ને, એની મહીં પુદ્ગલ ભળ્યું એટલે વિચાર થાય. આ નિર્વિચાર દશા, શૂન્ય અવકાશ, નિર્વિશેષ પરિણામ, મોક્ષાનંદ નિરંતર વર્તે. જ્યાં કર્તવ્ય નથી, વિચાર નથી એવું આ પદ આપેલું છે. અને ચિત્ત પરઘર છોડી પોતાના ઘરમાં આવે.
પ્રશ્નકર્તા : વારંવાર વિચાર શૂન્યતામાં જાય એનું શું કારણ ?
દાદાશ્રી : એટલે વિચારો ઊગતા નથી ફરી ? ના, તો એ બીજ ઉગવા લાયક નથી. આ આપણે દાણા નાખીએ ને, તેમાં અમુક દાણા ઊગે ને બીજા અમુક ના ઊગે. પાણી છાંટીએ, બધુંય સાધન હોય પણ ના ઊગે. એવા વિચાર કેટલાક નિર્વંશ થાય મહીં. એ તો સારું ઊલટું, આપણે તો નિર્વંશ કરવા જ બેઠા છીએ ને !
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નિર્વિચાર દશા શરૂ થાય છે ?