________________
૧૯૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
૧૯૫ પ્રશ્નકર્તા : પણ દાદા, ગાનાર જયારે એ પ્રમાણે ગાય છે, અને એ ખ્યાલ એવો રાખે કે હું માત્ર એક વાજિંત્ર છું અને ગાનાર તો બીજો છે.
દાદાશ્રી : કોણ બીજો છે ? પ્રશ્નકર્તા : આત્મા, પરમાત્મા ! દાદાશ્રી : તેને શું છે ?
પ્રશ્નકર્તા : ગાતી વખતે હું નથી ગાતો એ પ્રમાણે રાખે તો એને ભગવત્ આનંદ મળે કે ના મળે ?
દાદાશ્રી : મસ્તી મળે, મનની મસ્તી મળે. મસ્તી એટલે ઉતરી જાય પાછી. એક પ્રકારનો આનંદ. એને આનંદ કહે છે લોકો. પણ એ મસ્તી છે, ઉતરી જાય. એક તાનમસ્ત ! એય પછી બૈરી, છોકરાં બધું વિસ્મૃત, કશું યાદ ના આવે. એટલે એવો આનંદ આવે, તે આનંદ ક્યાંથી આવે છે એ જાણો છો ? જગત વિસ્મૃતિ કરાવે એવી કોઈ પણ ચીજ પકડો એટલે તમને આનંદ આવે. જગતની સ્મૃતિ એ દુઃખદાયી છે. વિસ્મૃત કરવા માટે છબલીકાં વગાડો, ગમે તેમાં રહો, અગર તો આમ અવાજ કાઢીને ગાવ ખૂબ.
પ્રશ્નકર્તા ઃ અથવા તો મોટેથી મંત્ર બોલે, દીર્ધસ્વરે.
દાદાશ્રી : હા, મંત્ર બોલે. પણ બીજા કશામાં રહો તો જગત વિસ્મૃત થાય, નહીં તો એક સેકન્ડ પણ વિસ્મૃત થાય નહીં. કૃપાળુદેવે કહ્યું હતું, એક કલાક વિસ્મૃત જગત થાય નહીં. મને પોતાને ન હતું રહેતું ને ! એક કલાક વિસ્મૃતિ થાય તો બહુ થઈ ગયું. જગતની વિસ્મૃતિ, એને અમે સમાધિ કહીએ છીએ.
પ્રશ્નકર્તા : ગાવાનો મારો અનુભવ કહે છે કે આ ગાતી વખતે હું ગાતો જ નથી, ગાનારો જુદો છે, એવી રીતના ગાઈએ તો અહમ્ રહેતો નથી.
દાદાશ્રી : એ ગોઠવનારો જ અહમ્ છે. આ બાજીને ગોઠવનારો જ અહમ્ છે.
પ્રશ્નકર્તા ઃ હા, પણ એ ગોઠવનાર અહમ્ ખરો પણ પછી એને કહીએ કે તું જા, તો એ જાય ?
દાદાશ્રી : ના, તું જા એ કહેનારોય અમ છે પાછો. જેમ જેમ ઊંચો જાય છે ને તેમ તેમ પદ વધારે ભોગવે છે અહંકારનું. અહંકારને કહે છે, તું જા અહીંથી. એટલે પાછું મોટું પદ વધારે ભોગવે, પેલું અહંકારનું. કારણ પેલા અહંકારને કાઢી મૂક્યો ત્યારે એ અહંકાર કેવો હશે ? એટલે આ બધી ભગતોની ઘેલછાઓ બધી. ભગત બહુ ઘેલા હોય.
તથી સુખ, મતની પરવશતામાં ! પ્રશ્નકર્તા : ત્યારે દાદા, જગત વિસ્મૃતિ માટે સાધન કયું? ધારો કે સવારના પહોરમાં દીર્ધસ્વરે મોટેથી મંત્રોચ્ચાર કરાવે છે એટલો વખત શાંતિ રહે ને ?
દાદાશ્રી : ચોક્કસ. પ્રશ્નકર્તા : અને તેને અવલંબન તો જોઈએ ને ?
દાદાશ્રી : એમ ને એમ થાય જ નહીં. એટલો વખત શાંતિ થાય. બાકી આ ભાઈ કહે છે એવું જ બધા સંતો કહે છે, અહંકારને કહે છે, તું જતો રહે છે અહીંથી. આપણે તો પૂછવું કે આ કોણ બોલે છે ? પાછો એને કાઢી મેલે. ક્યાં જાય પછી ? જ્યાં સુધી જ્ઞાન હોય નહીં ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું' હોય નહીં; ત્યાં સુધી અહમ્ કર્યા વગર રહે નહીં. અહીં ખોવાઈ ગયો હોય, ગમે તે ખૂણામાં પેસી જાય. પણ એ જડ્યા વગર રહે છે ?
પ્રશ્નકર્તા : હા, પણ તે વખતે એવું ધ્યાન રાખે કે આ શુદ્ધાત્મા બોલે છે ?