________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં....
૧૯૩
ના, હું જ ખોળું છું ને પરમાનંદ ! આ તો મસ્તીમાં રહેનારું છે જગત ! એક-બે કલાકની મસ્તી ! એ મસ્તીમાં ના ચાલે, આનંદ જોઈએ. મસ્તી તો ઉતરી જતાં વાર ના લાગે.
પ્રશ્નકર્તા: અમારે સદાનંદ જોઈએ છીએ.
દાદાશ્રી : હા, સદાનંદ જોઈએ, પરમાનંદ જોઈએ, સચ્ચિદાનંદ જોઈએ. આમ કેમ ? મસ્તી કેમ ચાલે ? લોકો ધર્મ-ભક્તિ કરીને હેય.... મસ્તીમાં આવે અને મસ્તીમાં ને મસ્તીમાં હરે-ફરે. પણ એ મનની મસ્તી ! મન ખુશ રહે, શાંત રહે થોડો વખત, કલાક-બે કલાક. પણ ઉતરી જાય પછી તેવો ને તેવો. અને આ ઉતરે નહીં એનું નામ સચ્ચિદાનંદ. કારણ કે સનાતન સુખ છે.
સંસારમાં બધા સાંસારિક જ્ઞાનના રસ્તા હોય ને ત્યાં આગળ બુદ્ધિથી ચાલે બધો વેપાર. અને એમાં આપણે જાતે કરવું પડે, જ્ઞાન જે બતાવે એવું કરવું પડે એ જ ભ્રાંતિ. તે સાંસારિક જ્ઞાન ભ્રાંતિ વધારનારું છે અને અહીં કરવું ના પડે. અહીં તો એની મેળે વિજ્ઞાન જ કર્યા કરે, વિજ્ઞાન ! ચેતન જ હોય, એમાં અહીં કશું કરવાનું ના હોય. અહીં તો સમજવાની જરૂર. કરી કરીને તો આ વેષ થયો. ચિંતાઓ ને ઉપાધિઓ ને મસ્તી ! મનની મસ્તીમાં આવ્યો એટલે ખુશ ! અલ્યા પણ ઉતરી જશે હમણે ! બૈરી કહે કે તમારામાં જરા અક્કલ ઓછી છે તોય એની મેળે મસ્તી ઉતરી જાય તરત ! અરે, ઈન્કમટેક્ષનો કાગળ આવ્યો હોય તોય મનની મસ્તી ઉતરી જાય. ના ઉતરી જાય ? હા, ત્યાર પછી એવા જગતમાં રહેવાનો શું અર્થ છે ? મિનિંગલેસ છે !
૧૯૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : કુંડલિનીના બધા અનુભવો થયા હોય એટલે એ જ આખો દેઢ આગ્રહ થઈ ગયો હોય.
દાદાશ્રી : એ તો મગજમાં જાતજાતના ચમકાર થાય બધા. તે ચિત્તના ચમત્કાર છે. ચિત્તના ચમત્કાર છે. ઘણા ખરા તો આ કુંડલિનીવાળા તે ગાડીઓમાં મળેને, તે મને જોઈને એકદમ દર્શન કરી જાય. ઓળખવાની શક્તિ સારી. દૃષ્ટિ ઉપરથી ઓળખી જાય અને મોઢાના આનંદ પરથી સમજી જાય આ કંઈક છે. એટલે પછી હું કહું કે ક્યાં આગળ કુંડલિની જાગૃત કરી છે ?
પ્રશ્નકર્તા : ઈગો (અહમ્) બહુ હોય.
દાદાશ્રી : ઈગો વધારીને આ દશા થઈ છે. એટલે પછી મારી પાસે વિધિ કરે છે ને, ત્યારે એ ઈગો નીકળવા માંડે છે. એટલે પછી આખું શરીર ખદબંદ, ખદબદ, કૂદાકૂદ, કૂદાકૂદ, આમ ફડ ફંડ ફડ કરે. પછી એ નીકળી જાય છે. ત્યાર પછી એ હલકો થાય છે. ઈગો વધારીને આ જાળું ઊભું કરે છે. પછી જાળામાં આનંદ માણે છે !
પ્રશ્નકર્તા : આ કરોળિયાના જાળા જેવું ? દાદાશ્રી : હા.
ગાયક તાતને લીધે જ ગાય ! પ્રશ્નકર્તા : આપે મને સમજ પાડી કે તમે તાનમાં રહેશો તો ભગવત્ આનંદ ચાલ્યો જશે. એટલે મેં તેમાંથી બોધ લીધો કે દાદાજી કહે છે કે હવે તું તાનમાં ના રહીશ. એટલે એની મેળે આનંદ લેવા લાગ્યો.
કરોળિયાના જાળા જ્યમ !
બધું રિલેટિવ છે. રિલેટિવ (લૌકિક) એટલે ઓર્નામેન્ટલ (ચળકાટવાળું) હોય. મનને સ્થિર કરે. મહીં પ્રગતિ ના થાય. મન સ્થિર થાય એટલે માણસ મસ્તીમાં આવે. મનનું સ્થિર થવું અને અહંકાર મહીં ભળવો, એનું નામ મસ્તી. એટલે મસ્તીમાં આવે એટલે બસ, હવે કંઈક છે !
દાદાશ્રી : ગાયકો અને સાંભળનારા બન્ને તાનમાં જ હોય, નિયમથી જ સોદો જ એવો. હા, કો'ક આવું ચેતી જાય ત્યારે એને એમાં મજા ના આવે. પછી ધંધો છોડી દેવો પડે. તાનને લીધે તો ગાય, નહીં તો ગાય શાનો ? અને સાંભળનારો તાનને લીધે સાંભળે.