________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
૧૯૧
૧૯૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: કેટલાક લોકો જુદા જુદા વિચારો ધરાવે છે. કેટલાક લોકો એકસરખા વિચાર ધરાવે છે. તો આ બધા વિચારોનું કોઈ જગ્યાએ એકત્રીકરણ થાય ખરું ?
દાદાશ્રી : ના થાય. મનુષ્યો છે ને, તે લાગે છે એક જ પ્રકારનાં કે, બે હાથ, બે પગ, માથું અને બે આંખ. એવું આમ પદ્ધતિસરનાં છે. પછી કાળો, ગોરો એ ડિફરન્ટ (જુદી) બાબત છે. પણ આ મનુષ્યો આવા જ લાગે ને ? કેટલા લેયર્સના મનુષ્યો હશે ? લેયર્સ (સ્તર) કેટલાં હશે? ચૌદ લાખ લેયર્સ છે મનુષ્યોનાં. એક લેયરમાં અમુક વિચારોવાળા એકત્ર થઈ શકે. થોડો થોડો તો ભેદ હોય જ પાછો.
આ દુનિયામાં બધા મનુષ્યોને વિચારભેદ હોય જ. પણ થોડું થોડું મળતું આવતું લાગે ત્યારે એ બધાંનું એક ટોળું ભેગું થાય. એનો પછી એક લેયર થયો. પછી બીજો સેકન્ડ લેયર પછી થર્ડ લેયર, ફોર્થ લેયર, એટલે એવા ચૌદ લાખ થર થાય, ત્યારે આ મનુષ્યનો લોક કહેવાય. આ એક જગ્યામાં શી રીતે થઈ શકે, કહો ? કોઈ દહાડો થાય નહીં. આપને શું પૂછવું છે એ કહો.
પ્રશ્નકર્તા : બસ, આ જ પૂછવાનું હતું કે આ બધા જે વિચારો થાય છે એ વિચારોનું કોઈ સ્થળે, કાંઈ પણ કોઈ કંટ્રોલ કે કોઈ વસ્તુ ભેગી થઈ શકે કે કેમ ?
દાદાશ્રી : ના થઈ શકે.
આ જે લેયર્સ છે ને, તે લેયર્સ પાછાં બદલાતા જાય છે. પાછો થર્ડ લેયર્સવાળો ફોર્થમાં આવે છે. પાછો સેકન્ડવાળો થર્ડ લેયર્સમાં આવે છે. એમ ડેવલપ થતાં થતાં થતાં થતાં બધા મોક્ષે જઈ રહ્યા છે. છેવટે નિર્વિચાર દશા ઉત્પન્ન થાય છે. મન હોવા છતાંય નિર્વિચારદશા ! વિચાર કેટલા રહેવાનાં? ખાલી, એક સમય પૂરતું. સમય ઊભો રહે, બસ. સમય એટલે શું કે આંખનો નાનામાં નાનો પલકાર, તે એનાથી નાનો, પળથી ઘણો નાનો, આ જે પળ છે ને, એનો નાનામાં નાનો ભાગ એ સમય છે..
હવે બુદ્ધિ અને મનને શાસ્ત્રકારોએ શું કહ્યું છે? સૂર્ય-ચંદ્રને ભેદી ઉપર ગયા. એટલે મનને ચંદ્રની જગ્યાએ ઘાલ્યું છે. એનાં લેયર્સ બધાં ભેદ્યાં. બુદ્ધિની જગ્યાએ સૂર્ય એનાં લેયર્સ ભેદ્યાં. સૂર્ય અને ચંદ્ર બન્ને લેયર્સ ભેદીને ઉપર જાય ત્યારે આત્મા પ્રાપ્ત થાય એવું છે. નહીં તો ત્યાં સુધી આત્મા પ્રાપ્ત થાય એવું નથી. ધોરી રસ્તો એ છે. આત્મા પ્રાપ્ત થાય એટલે બધો ડખો છૂટી જાય. ત્યાં જુદાઈ નથી રહેતી પછી. જુદાઈ ક્યાં સુધી ? બુદ્ધિમાં ડખો છે ત્યાં સુધી. ભેદબુદ્ધિ છે ત્યાં સુધી. ભેદબુદ્ધિ જ્યાં હું આ છું, આ પેલા છે, હું ચંદુભાઈ છું, એટલે બીજા જોડે જુદાઈ પડી ને ?
પ્રશ્નકર્તા: ભેદબુદ્ધિ જાય એટલે આત્મદર્શન થયું ને ?
દાદાશ્રી : આત્મદર્શન જ થયું. આત્મદર્શન એનું નામ કહેવાય કે ભેદબુદ્ધિ જતી રહે. અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય. પછી ભેદ રહે છે એનું કારણ શું ? ત્યારે કહે, એ તો વિવેક છે. આ જે જાણ્યું છે એ તો પોક મૂકવા જેવું હતું.
મતતી મસ્તી તે આનંદ આત્માતો પ્રશ્નકર્તા : સત્સંગ તો ઘણા કર્યા અત્યાર સુધીમાં તો !
દાદાશ્રી : એમ ? એ બધા તો કેવા સત્સંગ ? ચોરને ઘેર ચોર ગયો તે ઘંટી ચાટીને, જીભ ચાટીને પાછા આવે. એમાં કશું મળે નહીં ને ? એ અધૂરા ને આપણે અધૂરા, તે ભલીવાર શું આવે ? તે વખતે મનની મસ્તી દેખાય.
પ્રશ્નકર્તા : દરેક સત્સંગમાં જે હોય એ પોતે પોતાનું મહત્વ વધારે દેખાડે છે. એમની વાતોમાં આપણને એમ લાગે કે આ બરાબર
દાદાશ્રી : ના, પણ એ તો બુદ્ધિની વાતો ને ? બુદ્ધિની વાતો એટલે આપણી બુદ્ધિ અને ફીટ થઈ જાય. હા, આ બરાબર છે. પણ આપણે પૂછીએ કે કાયમના પરમાનંદમાં રહો છો સાહેબ ? ત્યારે કહે,