________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
કો'ક માણસને આમ, શરીરે સારો મજબૂત હોય અને બહારથી ભાન જતું રહ્યું, ત્યારે કહે, સમાધિમાં છે. હવે મોટા સંતપુરુષ હોય તેને સમાધિ કહે અને બાકી સમાધિ જેવું હોતું જ નથી. સમાધિ તો પરમ જ્ઞાની સિવાય સમાધિ ના હોય.
૧૮૫
એ મહીં છે તે મનનાં લેયર્સ (સ્તર) છે, પછી બુદ્ધિના લેયર્સ છે. હવે મનનો કોઈ લેયર એને બહુ જ ગમી ગયો હોય તો તેની મહીં છે તે અંદર તન્મયાકાર થઈ જાય, એટલે માણસ બહાર ખોવાઈ જાય. તમે ખોવાઈ ગયેલા માણસ જોયેલા ? બહારનું કશું ભાન ના હોય. ઊઘાડી આંખે ખોવાયેલો અને આ બંધ આંખે મહીં ખોવાય. એ મહીં તન્મયાકાર આનંદમાં હોય બળ્યો, તે વખતે પેલા આનંદમાં હોય. ખોવાઈ ગયેલા કોને કહેવાય છે કે એ આનંદમાંય ના હોય અને બહાર છે તે એકાકાર ના થયો એવી સ્થિતિ. પણ પેલો સમાધિવાળો તો નિરંતર મહીં આખો અંદર એકાકાર જ થઈ ગયેલો. પણ એ તો મનના કોઈ પણ લેયર્સમાં એકાકાર થાય છે.
એટલે મનનાં એટલા બધાં લેયર્સ છે, બુદ્ધિનાં લેયર્સ, એમાં કોઈ બુદ્ધિનાં લેયર્સમાં ફરતા હોય, કોઈ મનના લેયર્સમાં ફરતા હોય. એ લેયર્સમાં મહીં આનંદ ઉત્પન્ન થાય, તો ચિત્ત ત્યાં ને ત્યાં જ ભમ્યા કરે. એ લેયર્સમાં જ અંદર એટલે બહારનો ભાગ નિદ્રા જેવો લાગે, ઊંઘી ગયો હોય એવો લાગે, બેઠાં બેઠાં પોતે જાગૃત છે, આ બહાર નિદ્રા છે, લોકો શું જાણે ? ચૂંટી ખણીએ તો ખબર નથી પડતી. એ અમારા જેવા જ્ઞાનીઓને પૂછે કે આ શું થયું છે ? ત્યારે અમે કહીએ, નિદ્રા છે. આ છે તે જાગતાની નિદ્રા છે, પેલી ઊંઘતાની નિદ્રા છે.
મનના કોઈ લેયર્સમાં એવી રીતે એનું ચિત્ત તન્મયાકાર થઈ ગયું છે, કોઈ લેયર્સમાં અમુક વિચારોમાં તે અંદર ઘૂસી ગયો. એ બધું પોતે અંતઃકરણ આખું ત્યાં જ તન્મયાકાર થઈ ગયું. આ તો બધાય લેયરો
પસાર કરવા પડે.
આ બુદ્ધ ભગવાન બુદ્ધિના છેલ્લા લેયરમાં હતા. મનનાં લેયર્સ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પૂરાં કર્યાં, બુદ્ધિના લેયર્સ લગભગ પૂરાં કર્યાં અને બુદ્ધિના છેલ્લાં લેયરમાં બુદ્ધ ભગવાન હતા. અને છેલ્લાં લેયરમાં જ્યારે આવ્યા, ત્યારે એ પેલા ઝાડ નીચે બેસીને દેખ્યું ત્યારે એ પોતે બુદ્ધ ભગવાન કહેવાયા. બુદ્ધ ભગવાને શું કહ્યું, ‘આત્મા ક્ષણિક છે.’ બુદ્ધિ છે ત્યાં સુધી એમને લાગ્યું કે આત્મા ક્ષણિક હોવો જોઈએ.
૧૮૬
હવે મૂળ વીતરાગ ભગવાનને બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હતી. અને આમને છેલ્લી બુદ્ધિ રહી, એટલે બુદ્ધ ભગવાન કહેવાયા. હવે આ થોડુંક જ ઓળંગેને તો વીતરાગ ભગવાન થાય.
જેમ કોઈ માણસ સ્ત્રી સાથે પ્રેમવાળો કે એવો તેવો હોયને અગર તો કોઈ એક પ્રેમભગ્ન માણસ હોયને, એ કોઈ ફેરો બહાર ભાન ભૂલી જાય ત્યારે આપણા લોકો શું કહે, કે કેમ ખોવાઈ ગયેલો લાગે છે ? એ જેમ ખોવાયેલો રહે છે એવી રીતે આ મનના કોઈ લેયર્સમાં બબ્બે, ત્રણ-ત્રણ કલાક ખોવાયેલો રહે. તે આ ત્યાગીઓ, સાધુઓ અને સંન્યાસીઓય ખોવાઈ જાય. એમાંથી ને એમાં જ બસ મસ્ત, ત્યાં આગળ મસ્ત રહ્યા કરે. કોઈ એમાંથી બહાર નીકળે તો હતો તેનો તે જ. પણ આપણા લોક વ્યવહારિક રીતે એને સમાધિ કહે છે, પણ એ ખરેખર સમાધિ નથી.
સંપૂર્ણ જાગૃત સ્થિતિ વગર સમાધિ કહેવાય નહીં. દેહની સંપૂર્ણ જાગૃતિ, મનની સંપૂર્ણ જાગૃતિ ! બિલકુલ જાગૃત અવસ્થામાં કોઈ ગાળો ભાંડે તોય સમાધિ, કોઈ ફૂલો ચઢાવે તોય સમાધિ ! ઉપાધિમાં સમાધિ, વ્યાધિમાં સમાધિ ને આધિમાં સમાધિ, બધું હોય ને મહીં સમાધિ. આ તો ઊંઘી જાય છે, તેને હિન્દુસ્તાનના લોકો સમાધિ કહે છે. ભ્રાંતિ એય એક તશો !
પ્રશ્નકર્તા : દૃષ્ટિનો નશો ચઢી જાય, તો બહારનું ગમે નહીં તો શું એ સમાધિ ગણાય ?
દાદાશ્રી : જે મૂળ સ્વરૂપ છે, ત્યાં નશો ને ના નશો એમાં હોય