________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં.
૧૮૩
ઉપરથી બીજાના મનને પણ જાણે. જે સ્વ-મન પર્યાય વાંચે તે પરમન પર્યાય જાણે. એને મન:પર્યવ જ્ઞાન કહ્યું.
મત પરની છાયા !
આ કાળમાં મન:પર્યવ નથી થતું. તોય મન:પર્યવ અમને અમુક અંશે વર્તે છે, સવાશે નથી વર્તતું. એનું કારણ એ છે કે કાળનું બળ હશે એવું અમને લાગે છે.
ખરી રીતે મન:પર્યવનો અર્થ તો ભગવાને જુદો કહ્યો છે કે પોતાના મનના પર્યાયને જાણવું એનું નામ મન:પર્યવ જ્ઞાન. તમામ મનના પર્યાય, નાનામાં નાનો મનનો પર્યાય હોય પણ તે પર્યાય મનનો છે, એમ જાણે એને મન:પર્યવ જ્ઞાન કહ્યું.
પણ એને અત્યારે વ્યવહારમાં શું કહેવાય છે કે તમે સામાનાં મનની અવસ્થા જાણો. તેને મન:પર્યવ જ્ઞાન કહ્યું. તે સામાની અવસ્થાય ખબર પડે, કારણ કે પોતાના મનના પર્યાય જાણેને, તે સામાના મનની એની પર અસર પડેએટલે સમજી જવાનું કે આ કોનો છાંયડો પડ્યો ? તમે અહીં તાપમાં બેઠાં છો, નીચું ઘાલીને બેઠાં છો. પણ કો'ક આવતો હોય આમથી, અને સૂર્યનારાયણ એ બાજુ હોય તો છાંયડો આ બાજુ પડેને ! એટલે તમે જાણોને કે આ કોનો છાંયડો પડ્યો ! એવી રીતે મનમાં છાંયડા પડે છે. અમને ખબર પડી જાય કે આ ભાઈ આ ભાવનાથી આવી રહ્યો છે અહીં. વિગતવાર ના માલૂમ પડે.
જ્ઞાતીતે બાધેભારે મત:પર્યવ જ્ઞાત ! પ્રશ્નકર્તા : અમે મનમાં વિધિ કરીએ, ને ના બોલીએ તો એ આપને બોલ્યા વગર ના પહોંચે ?
દાદાશ્રી : મને અમુક બાબત આમ પહોંચે ખરી પણ બાધેભારે પહોંચે. શું કહેવા માંગે છે એ ના પહોંચે. હવે આમાં ધ્યાન ધરીએ કે એના મનમાં શું ચાલી રહ્યું છે તે અમે સમજી શકીએ, થોડોક
૧૮૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ઉપયોગ મૂકીએ તો. પણ અમે ઉપયોગ મૂકવાનું બંધ કર્યું. હવે અમારે ઉપયોગ હોય નહીં. આ અહંકાર હોય તો જ ઉપયોગ હોય.
પ્રશ્નકર્તા : આપને બધું ખબર તો પડે છે, ઉપયોગ મૂક્યા વગર. દાદાશ્રી : એ ખબર પડે પણ બાધેભારે. પ્રશ્નકર્તા : બાધેભારે એટલે કેવું ?
દાદાશ્રી : તમે કયા ભાવ ઉપર છો તે. છતાં દાદા સૂઈ જાય તો સારું. એવો સ્પેશીયલ વિચાર અમને ખબર પડે નહીં, પણ તમે મારા માટે શું લાગણી ધરાવો છે તે બધું હું સમજી જઉં. ભૂલ તો અમે સમજી જઈએ. બધી વાતચીત કરો તો બધી બાજુ અમે સમજી જઈએ.
પ્રશ્નકર્તા (મહાત્મા) : મનના દોષ દેખાય, તેને મન:પર્યવ જ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : મન:પર્યવ જ્ઞાન તો કહેવાય પણ જોડે કેવળજ્ઞાન સત્તા કહેવાય. મન:પર્યવ તો મનના પર્યાય તો તમે જાણ્યા જ, પણ આ તો કેવળજ્ઞાન સત્તા છે, અત્યારે સંપૂર્ણ કેવળજ્ઞાન થતું નથી, એટલે તો આ કાળનો દોષ છે. મન:પર્યવ તો મનના પર્યાય જાણે ત્યારથી મન:પર્યવ જ્ઞાન કહેવાય.
મનના બધા પર્યાયોને ક્લીયર (ચોખ્ખા) કરતાં આવડ્યું જેને, એનું પછી કોણ નામ દેનાર છે ?
એ તો ખોવાયા મતતા લેયર્સમાં ! પ્રશ્નકર્તા : અમુક સંત વાતો કરતાં કરતાં સમાધિમાં આવી જતા'તા. એટલે પરમહંસની ગતિ પામે તો જ થાય ?
દાદાશ્રી : ના, એ સમાધિ જ નથી. આ હિન્દુસ્તાનનાં લોકો એને સમાધિ કહે છે. ભગવાનની ભાષામાં સમાધિ એને કહેવાતી જ નથી. આ તો હિન્દુસ્તાનનાં લોકો લૌકિક ભાષામાં કહે છે. હમણાં અહીં