________________
(૭)
મતતી અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
એ કહેવાય મતઃપર્યવ જ્ઞાત !
પ્રશ્નકર્તા : સામાની વિચાર શ્રેણી જાણીએ એ શું કહેવાય ? એ કયું જ્ઞાન કહેવાય ?
દાદાશ્રી : એ મન:પર્યવ જ્ઞાન કહેવાય. મનની અવસ્થા જાણીએ. મનની અવસ્થા જાણનાર એવા મન:પર્યવ જ્ઞાની કહેવાય.
પ્રશ્નકર્તા : એનો શું પ્રયોગ કરવો પડે ?
દાદાશ્રી : કશુંય નહીં. પોતાના મનમાં જુએ અને સામાના મનના પડઘા પડે. એવી ખબર પડે કે આના મનમાં આવું જ હોય.
પ્રશ્નકર્તા : એવું કરવું હોય તો શું કરવું પડે ? તમારા વિચાર મારે જાણી લેવા હોય તો હું શું કરું તો જણાય ?
દાદાશ્રી : એ તો પહેલું છે ને, રોજ એક કલાક બાણશૈયા ઉપર સૂઈ જવું પડે, ત્યારે જ ને !
પ્રશ્નકર્તા : તમે સુવાડશો ?
દાદાશ્રી : જેને એ જ્ઞાન જોઈતું હોય તે બાણશૈયા પર સૂઈને કરે ! પણ શું ફાયદો કાઢશો એ જ્ઞાન લઈને ? બધાના મનના વિચાર જાણશો તો શું ફાયદો કાઢશો ? સામાના વિચાર જાણો કે આમના ગજવામાંથી મારે કાઢી લેવું છે, તો શું થાય ?
૧૮૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એ તો બહુ મુશ્કેલી થાય.
દાદાશ્રી : આખી જિંદગી બહુ મુશ્કેલી ! એનાં કરતાં આ જ્ઞાન નથી તે સારું છે.
પ્રશ્નકર્તા (મહાત્મા) : આ જે પદ્ધતિ છે, આંખ બંધ રાખીને ધ્યાનમાં બેસીને વાંચવાની, એનાથી મનના વિચારો જોઈ શકાય ખરા ?
દાદાશ્રી : હા. મનના વિચારો તો વાંચી શકાય હઉ. મનમાં જે જે વિચાર આવતા હોય એ બેઠાં બેઠાં વાંચી શકાય. પહેલો વિચાર આવે છે, કેમ નથી જતો ? પછી બીજો વિચાર આવે, સત્સંગમાં જઈશું કે નહિ ? ગાડીમાં જઈશું કે બસમાં જઈશું ? એમ વિચારો વંચાય બધા. મનના વિચાર, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બધા જ વિચાર વાંચે એ છે તે સીધું ડિરેક્ટ આત્માપણું છે અગર તો આપણા આ પદો વાંચે તેય આત્માપણું
છે.
મનઃપર્યવ જ્ઞાન એટલે મન શું શું વિચારી રહ્યું છે, શું શું કરી રહ્યું છે, એને સંપૂર્ણ જાણે.
પ્રશ્નકર્તા : બીજાના મનને ?
દાદાશ્રી : પોતાના મનનેય જાણે અને સામાનાં મનનેય જાણે. હવે તે સામાનાં મનને શી રીતે જાણે ? ત્યારે કહે, જે પોતાનાં મનને જાણે તે અહીં બેઠો છે, પોતાનું મન કઈ સ્થિતિમાં છે એ જાણે છે અને એક માણસ આમથી આવ્યો, ને કંઈ બોલ્યો-ચાલ્યો ના હોય ને આવીને બેઠો. એટલે આપણા મનની સ્થિતિ બદલાઈ, આપણા મનમાં ભાંજગડ થઈ, તે ઉપરથી અમે સમજીએ કે આનું મન ભાંજગડવાળું છે. શેના ઉપરથી જાણીએ ? આપણું મન તો આપણે જોયેલું હોય, વાંચેલું હોય અને એમાં કશું છે નહીં; તો આ ક્યાંથી નવો પર્યાય ઉત્પન્ન થયો ? આપણું મન બદલાયું. ડિપ્રેશન આવ્યું કે એલિવેશન આવ્યું અગર તો ખેંચાણ થયું, તો એનું શું કારણ ? એના મનમાં જે છે, તે પ્રભાવ આપણા મન ઉપર પડ્યો. એની ઇફેક્ટ પડી. તેના