________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) રહે કોઈ પણ પ્રકારનું. એટલે અમારું હાસ્ય જે ટેન્શન રહિત છે. તે તમને ઉત્પન્ન થશે. તમને સમજ પડીને, આ ટેન્શન શેનું રહે છે ?
પ્રશ્નકર્તા : ઘણી ગ્રંથિઓ બાકી રહી છે.
દાદાશ્રી : આ બધી ગ્રંથિઓ મન મહીં છે. ગાંઠ નહીં એટલે એમનું હાસ્ય, એમનો આનંદ, એમની જાગૃતિ નિરંતર રહે. ‘હોમઅને ‘ફોરેન'ની જાગૃતિ નિરંતર રહી શકે.
પ્રશ્નકર્તા : પછી પૂરણ નહીં થતું હોય ને કે પૂરણ થાય ?
દાદાશ્રી : પૂરણ થાય જ નહીં. પૂરણ જ બંધ થઈ જાય ને ! તોય થોડો ભાગ રહે કે જે ચોથું શુક્લધ્યાન થવા દેતું નથી. ચોથું શુક્લધ્યાન અટકે છે. (ચોથો પાયો શુક્લધ્યાનનો). ગલન તોય બાકી રહે છે. ભગવાન મહાવીરનેય મન હતું, બોત્તેર વર્ષ સુધી (નિર્વાણ સુધી) !
અને ગ્રંથિ ના હોય એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. ગ્રંથિ હોય ત્યાં સુધી ટેન્શન રહે ને ટેન્શન હોય ત્યાં સુધી મુક્ત હાસ્ય ન થાય. અત્યારે આ લૌકિક ભાષામાં નિગ્રંથ કહેવાય છે, એ ખરેખર નિગ્રંથ નથી. એ લૌકિક ભાષામાં બરોબર છે, ભગવાનની ભાષામાં નથી એ. નિગ્રંથ તો મુક્ત હાસ્યવાળા હોય. અમારું મન ભમ્યા કરે તો તો અમારે મોઢેથી વાણી જ ના નીકળે. બધી વાણી ખેંચાઈ ગયેલી હોય અમારી. અને હાસ્ય પણ ખેંચાઈ ગયેલું હોય. એટલે અમે સંપૂર્ણ નિગ્રંથ કહેવાઈએ છીએ, એનું શું કારણ ? બધી ગાંઠો છેદાઈ ગયેલી. અને ગાંઠો ના છેદાય ત્યાં સુધી ટેન્શન થાય. અમને તો વિચાર જ ના હોયને ! તમે જે ઘડીએ પ્રશ્ન પૂછો, તે વખતે આમ જોઈને જવાબ આપીએ. એટલે નિરંતર અમારું આ જે હાર્યા છે એ ગમે ત્યારે રાત્રે બાર વાગે જુઓ તોય એનું એ જ દેખાય. કારણ કે અમારે, મનને દેખીએ ખરા પણ મનમાં તન્મયાકારપણું અમારું ના હોય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીને મન તો હોય પણ એ એમાં ભળે નહીં, એટલો ફરક !
દાદાશ્રી : મનમાં ભળેલા હોય તો એ જ્ઞાની નહીં. તમારાં મન તો અમુક અમુક ગ્રંથિ આગળ એકની એક વાતમાં વળગ્યા કરે, એક જ ગ્રંથિમાં ભમ્યા કરે.
પ્રશ્નકર્તા: એવું ઘણી વાર બને છે.
દાદાશ્રી : એટલે એ ગ્રંથિઓ જ્યારે છેદાઈ જશે ત્યારે તમારું મન નિગ્રંથ થશે. નિગ્રંથ થશે એટલે અમારી પેઠે તમને ટેન્શન નહીં