________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૭૭ કહ્યું. પરમાર્થ ક્યારે થાય ? નિગ્રંથ હોય ત્યારે. નિગ્રંથ ક્યારે થાય ? મનની ગ્રંથિઓ ના હોય ત્યારે.
પ્રશ્નકર્તા : એ ગ્રંથિઓ કઈ રીતે તૂટે?
દાદાશ્રી : જેની એ ગ્રંથિઓ તૂટી ગઈ હોય ત્યાં આગળ બેસી રહીએ એટલે તૂટી જાય, ખાલી બેસી રહેવાથી જ. નહીં તો ગ્રંથિઓ વધ્યા કરે.
પ્રશ્નકર્તા : નિગ્રંથ અને નિર્વિકલ્પ એ બન્ને એક જ ગણાય ? દાદાશ્રી : એક જ. ગ્રંથિ વિકલ્પ કરાવે છે.
થયા વીતદ્વેષ, બાકી વીતરાગ ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનને નિગ્રંથ કહે છે ને ?
દાદાશ્રી : હા, નિગ્રંથ તો ગુરુનેય કહેવાય. તે આ તો ગુરુનાય ગુરુ. આ તો જ્ઞાની પુરુષ, નિગ્રંથ એટલે ગ્રંથિ નહીં. એ તો ગુરુનેય હોય. તે મહાવીર ભગવાન એ તો ગુરુનાયે ગુરુ !
મહાવીર ભગવાનનું મન કોઈ જગ્યાએ ચોંટે નહીં. અમારું મન હલે કોઈ જગ્યાએ ચોંટે નહીં. પણ અમારું મન સમયવર્તી ના હોય, અમારું મન ક્ષણવર્તી હોય. પણ મન ચોંટે નહીં કોઈ જગ્યાએ. એટલે અમારું જે ચોંટેલું નથી એ જોયું છે, તેના ઉપરથી તીર્થકરોનું કેવું હશે તે અમે જોઈ શકીએ છીએ.
અને આપણા લોકો તો દશ-દશ, પંદર-પંદર મિનિટ સુધી એક વિચારમાં ખોવાઈ જાય. કેટલાંક તો આમ વિચારમાં પડ્યા હોય ને તો કલાક-કલાક સુધી ખોવાઈ ગયેલા હોય. કેવડી મોટી આ દુનિયા, તે એક કલાકમાં તો દુનિયા નવી રચના કરાય ! પણ એ શેમાંય પેઠો હોય, ગમતા વિષયમાં !
પ્રશ્નકર્તા : ધ્રૂષ આગળ હવે ઓછું ભમે છે, પણ રાગ આગળ હજુ ભમે છે.
૧૭૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : હા, ભમે. દ્વેષ તો જતો રહ્યો. દ્વેષ રહે નહીં. પ્રશ્નકર્તા : હવે વીતદ્વેષ થયા પણ વીતરાગ નથી થવાતું.
દાદાશ્રી : વીતદ્વેષ થયો પણ વીતરાગ નથી થયો. વીતરાગ હવે અમારી હાજરીમાં થશે. અત્યારે જે વીતષ થયાં ને, તે ઘડીએ જે રાગ હતો, તે અમારી પર ચોંટી ગયો. અને પછી અમારી વાણી પર ચોંટ્યો. પાંચ આજ્ઞા, તે પછી યાદ કરવું પડે નહીં. એની મેળે યાદ આવે. એટલે તમારો રાગ આમ વહેંચણ થઈ ગયો. બીજે રાગ ઊઠી ગયો જયાં ને ત્યાંથી.
પ્રશ્નકર્તા : એ જે રાગ અમારો ઊઠી ગયો ને આપના ઉપર જે આવ્યો...
દાદાશ્રી : એ પ્રશસ્ત રાગ. એ પ્રશસ્ત રાગ એ વીતરાગ થવાનું પ્રત્યક્ષ કારણ. એ કારણ શેનું ? કયા કર્મનું કારણ ? ત્યારે કહે, પ્રત્યક્ષ વીતરાગ થવાનું કારણ. બીજો કોઈ રસ્તો નથી. પ્રશસ્ત રાગ, એમાં સંસારી હેતુ કોઈ નથી. માટે પ્રત્યક્ષ વીતરાગતા કરાવડાવે.
ક્યારે થાશું બાહ્યાંતર તિગ્રંથ ? પ્રશ્નકર્તા (મહાત્મા): અમારી આપના જેવી સ્થિતિ ક્યારે થશે ?
દાદાશ્રી : આ જ્ઞાન પછી એવી સ્થિતિ થઈ જ રહી છે અને આ મન છે તે એક્ઝોસ્ટ થાય છે. તે એક અવતારમાં એક્ઝોસ્ટ થઈ જાય એટલે મન ખાલી થઈ ગયું. અને એક જ અવતારમાં એ એક્ઝોસ્ટ થઈ જવાનું. કારણ કે એનો ટાઈમ થાય એટલે એક્ઝોસ્ટ થયા વગર રહે જ નહીં. એટલે આખી જિંદગીમાં ગયા અવતારનું મન એક્ઝોસ્ટ થઈ જવાનું અને નવા અવતારનું મન બંધાઈ જવાનું. એક બેટરી ચાર્જ થઈ જાય, પેલી બેટરી ઉતરી જાય. પણ આપણે આ જ્ઞાન પછી ચાર્જ થવાની બેટરી બંધ છે અને ડિસ્ચાર્જ થતી બેટરી ઉતર્યા કરે છે. એટલે એ એક્ઝોસ્ટ થઈ જવાની. એટલે આપણે એવું સ્થિર કે કશું કરવાની જરૂર નથી. આપણે મનની જોડે તન્મયાકાર થતા નથી એટલે બધું ખરી પડે.