________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કોઈ જગ્યાએ, ચાલુ જ રહે.
પ્રશ્નકર્તા : તમારું મન એક જગ્યાએ સ્થિર કરો તો થઈ શકે
કંટ્રોલ આવી ગયો' સાંભળ્યું કે મને ત્યાં અરધો કલાક, પા કલાક ગૂંચાય ગૂંચાય કર્યા કરે. ત્યાં ને ત્યાં એક જગ્યાએ રમ્યા જ કરે એનું મન. અને તમારું મન કેવું ગૂંચાય છે, તે અમે જાતે અનુભવ જોયેલો. કારણ કે અમારું મન ગૂંચાયેલું જોયેલું. એ હિસાબે અમે તમારું કહી શકીએ.
ખાંડના કંટ્રોલની વાત આવી તો અરધો કલાક સુધી તો ત્યાં મહીં મન ભમ્યા કરે. જેમ ગોળની ગાંગડી પર માખ ભમ્યા જ કરે ને, એમ મન ભમ્યા જ કરે. એની પાછળ ભમ, ભમ, ભમ. આપણે ખસેડ ખસેડ કરીએ તોય ભમ્યા કરે, અમારે એવું ના હોય. અમારે મન કોઈ જગ્યાએ અટકે નહીં. આશ્ચર્ય જેવું જ ના હોય ને ? જ્યાં કો'ક આશ્ચર્ય થયું ત્યાં આગળ મન અટકી જાય.
પ્રશ્નકર્તા : આશ્ચર્ય ના હોય ને ભય હોય તોય મને અટકે ?
દાદાશ્રી : એ ભય કહો કે આશ્ચર્ય કહો ત્યાં મન અટકી જાય. આ બધાંને જ્ઞાન આપીએ છીએ ને, એટલે ભય જતો રહે છે પણ છતાં આ એક આશ્ચર્ય એને થઈ જાય છે કે આ શું થયું પાછું ? ખાંડ નથી એવું સાંભળ્યું કે થોડો વખતેય, બે મિનિટ, ત્રણ મિનિટેય, વધારે ના ગૂંચાય પણ ત્રણ મિનિટેય ગૂંચાય. વિચાર હઉ આવે કે શું કરીશું. આ આમ કરી, તેમ કરીશું? રસ્તા ખોળે ને એમાં ને એમાં પાછો ગૂંચાયા કરે. જાણે અત્યારે ને અત્યારે જ લઈ આવવાની હોય, એવું ! હજુ લાવવાનો તો કાલે છે પણ અત્યારે શું કરવા ગૂંચાવાની જરૂર છે ?
પ્રશ્નકર્તા : મનમાં ગોઠવે ને કે કેવી રીતે લાવવું ?
દાદાશ્રી : એ ગોઠવણી સવારમાં કશું રહેતી નથી. એ સવારમાં ભૂલી ગયો હોય. આ તો એને કટેવ જ પડેલી છે ખાલી !
મત રિવોલ્વીંગ (ગતિશીલ) સદા જ્ઞાતીતું ! તમારું મન તો એક જગ્યાએ પા કલાક, દસ મિનિટ ઊભું રહે. એના એ જ વિચાર ચાલ્યા કરે. અને અમારે કશે ઊભું જ ના રહે
દાદાશ્રી : થઈ શકે પણ કરવાની જરૂર નહીં. મનનો સ્વભાવ ફરવું. ફરવું એટલે આમ ફરે નહીં પણ ક્ષણે ક્ષણે એક વિચાર કરીને પાછો બીજો વિચાર, ત્રીજો વિચાર...
પ્રશ્નકર્તા : મન અસ્થિર એટલે શું કહેવા માંગો છો ? મને તો ડિસ્ચાર્જ થતું જ હોય છે ને ? ચાલ્યા જ કરે ને ?
દાદાશ્રી : અસ્થિર એટલે માણસના મન અસ્થિર, આ ડિસ્ચાર્જ કરતાં કરતાં અસ્થિર થયા વગર રહે નહીં ને, બળ્યા ! ડિસ્ચાર્જ કરતાં કરતાં અસ્થિર થયા કરે. સ્થિરતા ના પકડી શકે. મહીં હાલી જાય. મન સ્થિર અમારા એકલાનું જ રહે. બાકી બીજા કોઈનું મન સ્થિર રહી શકે નહીં.
પ્રશ્નકર્તા : હા, પણ એ કોને સ્થિર કહેવું ?
દાદાશ્રી : સ્થિર કહેવું એટલે કોઈ પણ પર્યાય એને અડે નહીં. વિચારવાપણુંય ના રહે એને. અસ્થિરપણું તો ના રહે, પણ વિચારવાપણુંય ના રહે. આમ કેમ ? એવુંય પછી ના હોય.
પ્રશ્નકર્તા : વિચારે નહીં તો મન જ કહેવાય નહીં.
દાદાશ્રી : મન નથી એટલે એમ નહીં. પણ વિચારે નહીં એટલે એ ગાંઠ જેવું નથી, એનું નામ સ્થિર. આ અમને સ્થિર એટલે ગાંઠ જેવું નથી. એટલે આમ ફર્યા કરે, એક જગ્યાએ અટકે નહીં, બે મિનિટ, પાંચ મિનિટ, એક જગ્યાએ અટકે નહીં, ફર્યા કરે, રિવોલ્વ થયા કરે. કોઈ ગ્રંથિ એવી ના હોય કે અટકે છે. એનું નામ સ્થિરતા કહેવાય. અમારે એવું રહે. પણ આવું અમને જ રહે. એ તો મોટી અજાયબી જ કહેવાય ને ! એટલે મૂળ અર્થ એને શાસ્ત્રકારોએ પરમાર્થ સ્વરૂપ