________________
મનની અવસ્થાઓ, મોક્ષમાર્ગમાં...
જ નહીં ને ! એટલે નશાની વિરુદ્ધ છે આ બધું. ભ્રાંતિ એક પ્રકારનો નશો છે. જ્યાં ભ્રાંતિનો નશો ઉતરી ગયેલો હોય, જ્યાં સંપૂર્ણ નશો ઉતરી ગયો ત્યાં સાચી વાત છે.
૧૮૭
પ્રશ્નકર્તા : દૃષ્ટિ પોતાની અંદર એટલી બધી એ થઈ ગઈ હોય, પોતે સ્વરમણતામાં હોય તે વખતે કોઈ એને પાછળ કરડે કે બચકું ભરે કે મારે તોય એને કશી ખબર ના પડે. એને દૃષ્ટિનો નશો કહે છે.
દાદાશ્રી : ના, એ તો ખોટું કહેવાય. બેભાનપણું એ તો ખોટું કહેવાય. એક મચ્છર કરડે તોય ખબર પડવી જોઈએ. સમાધિ કોનું નામ કહેવાય કે મચ્છર કરડે, દુ:ખે તોય ખબર પડે.
પ્રશ્નકર્તા : પણ કહેવાય છે કે ગજસુકુમારને માથે મોક્ષની પાઘડી બાંધેલી, તો તે વખતે ગજસુકુમાર આત્માની રમણતામાં હતા, એટલે એમને ઉપર પેલી પાઘડીની ખબર ના રહી.
દાદાશ્રી : પાઘડીની ખબર ના રહી હોત તો મોક્ષ ના થાત. તે પાઘડીની ખબર રહી. માથું બળ્યા કરે છે તે જોયા કર્યું. તેમાં જે સમતા ધરી કે હું શુદ્ધાત્મા છું, આ જુદું છે એ જોયું પણ એમને જે સમતા રહી એ જ મોક્ષ છે. મહીં બળતરા થાય, બધી ખબર પડે. ના ખબર પડે એ તો બેભાનપણું છે.
કેટલાક લોકો એવા હોય છે કે આમ કરીને બળી મરે છે તે લોકો આવીને મને કહે છે કે એ જરાય હલ્યા નથી. મેં કહ્યું, અહંકારનો કાંકરો છે. જ્ઞાની પુરુષ તો હાથ બળતો હોય તો રડે-બડે બધુંય. જો રડે નહીં તો જ્ઞાની જ નહોય. એમને સહજભાવ હોય. આ તો અહંકારનો કાંકરો. કાંકરો આમ નાખો તોય કશું ના થાય. તે કોઈને ખબર નહીં પડવા દે આ લોકો. ના ચાલે આ બધું. આવો ફોગટનો ઈલાજ નહીં ચાલે. આ દાદો આવ્યો છે. હા, અત્યાર સુધી ચાલ્યું. આ જેમ છે તેમ જ કહેવું છે. અત્યારે તો ખોટું નાણું જ કઢાવ્યું હોય એ જ ચાલે. પણ હવે અહીં નહીં ચાલે.
૧૮૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એ સમાધિ કે ઊંઘ ?
સમાધિ એટલે જાગૃતિ, મન-વચન-કાયાથી બધી રીતે જાગૃતિ. આ ઊંઘની સમાધિ ના ચાલે. નિરંતર જાગૃતિ હોવી જોઈએ. અત્યાર સુધી તો આ બધી સમાધિ હિન્દુસ્તાનમાં જે ચાલે છે તે બાપજી આંખો મીંચીને સૂઈ ગયા. આમ પડી ગયા પછી ચૂંટીઓ ખણે તોય ખબર ના પડે. એ નિર્વિકલ્પ થઈ ગયું (!) કહેશે. અલ્યા, મહીંથી બળતરા ઊઠશે એટલે ખબર પડશે, એ બહાર આવશે એટલે ખબર પડશે કે ક્યાં ગયા હતા અત્યાર સુધી ?
આ બુદ્ધ ભગવાને મૂળ આત્મા જાણ્યો નથી, તો બીજા લોકોનું તો ગજું જ શું ? આ મનવાળા, એ લોકોને હમણે સળી કરે તો ફેણ માંડે ? મનથી પરની વાત ક્યાં છે ? મનથી પર કોણ થઈ શકે ? મન જીત્યું હોય તે મનથી પર થાય. આ તો મનના ઘરમાં એ પોતે જ ગૂંચાઈ ગયેલો હોય. આમ સળી કરો તો ફેણ મારી દે ઝટ. તે પેલું મન જીત્યું હોય ને, તો ફેણ-બેણ ના હોય એને. સળી કરો તો શું, પણ મારો, ગાળો ભાંડો તોય ફેણ ના હોય.
અહીં બહાર ભાન-બાન ના રહે ને, તે નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ, કહેશે. અલ્યા, બહાર ભાન તો રાતેય નથી રહેતું ને ! ઊંઘમાં ક્યાં ભાન રહે છે, રાતે ? આ બધા ઊંઘે છે. અલ્યા મૂઆ, ઊંઘને સમાધિ ના કહેવાય. જાગૃત સમાધિ હોય. નિરંતર જાગૃતિ એનું નામ જ સમાધિ. મને સત્યાવીસ વર્ષથી સમાધિ ઉતરી જ નથી ને ! સત્યાવીસ વર્ષથી એક સેકન્ડ પણ સમાધિ ગઈ નથી. આ અમે નિરંતર સમાધિમાં રહીએ, પણ સંપૂર્ણ જાગૃતિપૂર્વક રહીએ.
સમાધિ કોનું નામ કહેવાય ? સમાધિ એવી વસ્તુ છે કે આવ્યા પછી જાય નહીં. આ તો તરત બે કલાક, ત્રણ કલાક પછી હતો તેનો તે જ પાછો. પણ આપણે એને ખોટું નથી કહેતાં. એને લૌકિક સમાધિ કહીએ છીએ. ખોટું કહીએ તો ગુનામાં આવીએ અને લૌકિક કહીએ તેનો વાંધો નહીં. એ કહે છે, “અમારી બાને માજી કહો, મારા બાપની