________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૬૯
૧૭૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અભિપ્રાય પડતાં ચોટે ! દરેક ગ્રંથિના ગ્રંથિવાર જુદા જુદા વિચાર હોય છે. એક ગ્રંથિમાં બે જાતના વિચાર ના હોય. એક જ જાતના વિચાર આવે. જ્યારે એ ફૂટે ત્યારે એક જ જાતના વિચારો ચાલ્યા કરે. આપણે પૂછીએ, ‘તમને માંસાહાર કરવાનો વિચાર આવે છે ?” ત્યારે કહે, ‘ના’ શાથી ? શાથી એવા વિચાર નથી આવતા ?
પ્રશ્નકર્તા : સંસ્કાર નથી.
દાદાશ્રી : હા. એ ગાંઠ નથી અને મુસલમાનને એ ગાંઠ વધારે હોય. અગર તો કોઈ બીજી નાતો હોય, એમને ગાંઠ પડેલી હોય. તમને આ ગાંઠ પડીય નથી ને સારું-ખોટું બોલ્યા નથી.
પ્રશ્નકર્તા : અભિપ્રાય નથી આપ્યો.
દાદાશ્રી : ખાવ તો અભિપ્રાય આપી ને ! હવે હું શું કહેવા માગું છું ? એથી આગળ વધીને કહેવા માગું છું કે કોઈ માણસ ખાય તો ય, અભિપ્રાય ના આપે તો ય એને વાંધો નહીં આવે.”
પ્રશ્નકર્તા : નિકાલી ભાવમાં જશે ને ?
દાદાશ્રી : કશું લેવાદેવા નહીં. રસ્તો કપાય, તેથી રસ્તો વળગ્યો આપણને ? આ જગ્યા બહુ સરસ છે કહ્યું કે તો એ જગ્યા ચોંટી, બાકી, લાખ માઈલ તમે ફરો, એમાં અભિપ્રાય નથી તો રસ્તો તમને વળગે
ગાંઠ રહેવા દેવી નથી. એટલે જ્ઞાની પુરુષ કહે કે ભઈ, ખોદી કરીને કાઢી નાખો, જ્યાં વેલો દેખાય ત્યાં ગાંઠ છે. અને ગીલોડીનો વેલો દેખાય ત્યાં ગીલોડી છે અને કંકોડીનો દેખાય ત્યાં કંકોડી છે. એને ખોદીને કાઢી નાખો. અને પછી તમે મને કહેવા આવો કે, “સાહેબ, મેં બધી કાઢી નાખી, હવે મારે વેલા નહીં થાય ને ?” ત્યારે અમે કહીએ, ‘ના, હજુ આવતી સાલ જુઓ, કંઈક ગાંઠ અંદર રહી ગઈ હોય તો ત્રણ વર્ષ સુધી જોવી પડે, બસ. પછી પૂરી થઈ ગઈ. પછી નિગ્રંથ થઈ ગયાં !!
હવે ગાંઠો ગલન થયા કરે છે. એટલે દસ શેરની હશે, તે આઠ શેર થશે. આઠ શેરની હશે, તે સાત શેર થશે. સાત શેરની છ શેર થશે. એમ કરી કરીને પૂરી થઈ રહેશે. પણ પૂરણ ને ગલન થયા કરતી હોય, એનો ક્યારે પાર આવે ?
પ્રશ્નકર્તા: જ્યાં સુધી આ શરીર હોય ત્યાં સુધી ગાંઠો હોય જ ને ?
દાદાશ્રી : ના, એવું નહિ. ગ્રંથિ હોય ત્યાં સુધી એ નિગ્રંથ કહેવાય નહીં. અમે નિગ્રંથ કહેવાઈએ. જેને બહારની ગાંઠ ના હોય ને, અંદરની ગાંઠ હોય, તે ગાંઠ મહીં ખેંચે એટલે અમે વાતચીત કરતા હોય તે વખતે તમે શું ય વિચારમાં પડી ગયા હો !
એ ગાંઠો ખલાસ ના થાય, ત્યાં સુધી નિગ્રંથ થાય નહિ. પહેલો નિગ્રંથ થાય. “પરમ ગુરુ નિગ્રંથ સર્વશદેવ.” એ નિગ્રંથ હોય, અંદરની ગાંઠો હોય નહીં.
કેટલી ગાંઠો પડી જાય એટલે હાસ્ય ઊડી જાય. જેમ જેમ ગાંઠ તૂટતી જાય તેમ તેમ હાસ્ય ખૂલતું જાય. મુક્ત હાસ્ય જોઈએ.
રહી ગયેલી ગ્રંથિ ! ‘અમે’ નિગ્રંથ તો થઈ ગયા'તા. હવે ગાંઠ જ ના રહી બિલકુલેય. નિગ્રંથ તો હતા પણ એક ગાંઠ રહી ગઈ હતી એક બાજુ, તેય હવે
નહીં.
જ્ઞાતી ઓગાળે ગાંઠો ! જેમ જેમ સત્સંગ થશે તેમ તેમ ખાલી થતું જશે. હવે ખાલી થવા માંડ્યું. પહેલાં એ ગાંઠોને પોષણ મળતું હતું અને વધારેને વધારે મોટી થતી હતી. અને એક બાજુ ફૂટતી હતીય ખરી અને વધતી હતીય ખરી. પૂરણેય થતું હતું ને ગલનેય થતું હતું. હવે ગલન એકલું થઈ રહ્યું છે. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ, હવે વાડમાં એક્ય