________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
જતી રહી. ચા ના આવી હોય ને તો યાદ આવ્યા કરે કે ચા નથી આવી. એ ચાની ગાંઠ હતી મહીં તેય ગઈ. બીજું બધું તો, દૂધ પીતો હોય તે ના આપ્યું હોય તો કશુંય નહીં, પણ ચાની ટેવ પડી ગઈ, ગાંઠરૂપે પડી ગઈ હોય.
૧૭૧
પ્રશ્નકર્તા ઃ મન અમારું ભમે છે ને, ત્યારે થાકી જવાય છે. દાદાશ્રી : થાકી જાય ને પણ. એ મન તો બહુ થકવે. આ ગ્રંથિઓનું બનેલું છે. હવે ધીમે ધીમે આ જ્ઞાન છે ને, તે નિગ્રંથ થશે
હવે.
ભેદાય.
પ્રશ્નકર્તા : દાદા, તમારી કૃપા વગર અમારાથી એ ગ્રંથિઓ ના
દાદાશ્રી : એ તો ભેદાઈ જાય બધી. કૃપા હોય ને, તો બધું ભેદાઈ જાય. કૃપાથી શું ના થાય ? ભયંકર કર્મો ભસ્મીભૂત કરે છે, એ જ્ઞાની પુરુષ શું ના કરે ?
એટલે હવે આ ભવમાં કામ કાઢી લેવાનું છે. દેવું તો હોય, કો'કને લાખનું હોય ને કોઈને પાંચ લાખનું હોય. પણ જેણે વાળવા માંડ્યું છે, જેને વાળવું જ છે, એને વાર નહીં લાગે.
જ્ઞાતીનું મત !
આ અભિપ્રાયો જ બાંધ બાંધ કર્યા છે. તેથી મન ઊભું થયું છે. આ સારું છે અને આ ખરાબ છે ને આ નઠારા છે ને આ યુઝલેસ છે, કમાવવા જેવું છે, આમ બધાં જાતજાતના અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે. જો અભિપ્રાય બંધ થઈ જાય તો મન બંધ થઈ જાય. આ મન બીજી કોઈ વસ્તુ નથી. અમને કોઈ અભિપ્રાય રહ્યો નથી, તે અમારું મન કેવું હોય ? કોઈ જગ્યાએ ચોંટે નહિ, એક ક્ષણવારેય ! એ ફર્યા કરે બસ. અને તમારું મન છે તે પેલી માખ ગોળ ઉપર ફર્યા કરતી હોય તે પા કલાક, અડધો કલાક, કલાક, બે કલાક સુધી ફર્યા કરે. અને અમારું મન એક ક્ષણવાર ઊભું ના રહે. એટલે મુક્ત રહીએ.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મન પણ અમને બાંધે નહીં. તમને મન બાંધે છે. રાત્રે જો સાડા દસ વાગ્યે અસીલનો વિચાર આવ્યો હોય અને એ વિચાર ખૂંચ્યો તો બાર વગાડે. જે રીતે અમે નિગ્રંથ થયા તે રીતે તમને નિગ્રંથ કરીએ. એટલે આ ગાંઠો આપણા મનમાં પડેલી છે ને, એ ફરી પાછી વિલય થાય એવી છે.
૧૭૨
મતતાં ‘રિવોલ્યુશત' !
પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને મન બરાબર વશ રહ્યા કરતું'તું. અમારું મન બહુ ચોગરદમ ફર ફર કરે છે.
દાદાશ્રી : મન જેટલું ફરે ને એટલું સારું અને ના ફરતું હોય તો વધારે એને ગોદો મારીને ફેરવવું જોઈએ. આઇડલ (આળસુ) મન એ કામનું જ નહીં. આ મન ફરે નહીં તો એનું નામ મન જ ન હોય. ભટકે એ ચિત્ત. નિરંતર વિચાર ફર્યા કરે, જો ના ફરતો હોય તો ગોદો મારીને વિચાર કરાવડાવવા.
પ્રશ્નકર્તા : પણ દાદા, બધાને કલ્પનાઓ બહુ નહીં આવતી હોય. મને બહુ કલ્પનાઓ આવે. એક વસ્તુ કંઈ બને, એમાં બહુ કલ્પનાઓ આવે.
દાદાશ્રી: મન બધુ ચંચળને. મશીનરીના બહુ રિવોલ્યુશન (ગતિ) વધારેને ! તે હોય ને ! એ વધારે રિવોલ્યુશન ના હોય ને તો તમે તો એટલો બધો મોહ કરો કે આખા મુંબઈને માથે લઈને ફરો એવાં છો. એ રિવોલ્યુશનને લીધે જ મોહ બળ્યો છૂટ્યો છે ને !
કો'કને મિનિટે ત્રણ હજાર રિવોલ્યુશન હોય, કોઈને પાંચસો રિવોલ્યુશન હોય. મારે તો બહુ ગાઢ રિવોલ્યુશન હતા, ‘જ્ઞાન’ નહીં તે ઘડીએ. એટલે મને કેટલી મુશ્કેલી પડી હશે ? બહુ જબરજસ્ત રિવોલ્યુશન, એક સેકન્ડમાં તો કંઈનું કંઈ ફરી વળે. એટલે એ રિવોલ્યુશન વધારે હતા. તેથી તો પછી આ મોહ છોડવાનું મન થાય ને, બળ્યું ! આ તો નર્યું દુ:ખદાયી છે, માટે મેલોને પૂળો.