________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૬૫
૧૬૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ત્યાંથી ફૂટે ને ત્યાંથી કાપો તો અહીંથી ફૂટે. ફૂટ ફૂટ થયા કરે એટલી ગ્રંથિઓ તમને હોય છે. એમને ગાંઠો ના હોય. બિચારા નિગ્રંથ જેવા હોય છે. આપણા બાબાય નિગ્રંથ જેવા હોય છે. અને જ્ઞાની પુરુષ તો નિગ્રંથ કહેવાય. અમને ગાંઠો ના હોય.
પ્રશ્નકર્તા ઃ આપણી ગાંઠો મોટી હોય અને એ લોકોની નાની હોય, આ ફેર ક્યાંથી પડ્યો ? આ ફેર કેમ પડ્યો ?
દાદાશ્રી : આપણા લોકો ડેવલપ થયા માટે ગ્રંથિઓ મોટી છે અને ફોરેનના લોકોની તો બાળ અવસ્થા છે. આ નાનું છોકરું હોય તેની ગાંઠો કેવડી હોય ?
એની મહીં તન્મયાકાર નહીં થવું, એને જોયા કરવું. એટલે એ ગાંઠ ગઈ. અને વખતે તન્મયાકાર થાય એવી ગાંઠ હોય એટલે એ ખાયે ખરું તો ખાનારાને પણ જોવું. એટલે એ ગાંઠ ગઈ બધી. બનતાં સુધી સ્ટ્રોંગ રહેવું. કહીએ કે “એ ય ! ખાવાનું નહીં.” છતાંય આમ થઈ જાય તો પછી એ ય જોવું. એટલે ગાંઠ બધી છૂટી જાય. હવે ગાંઠો છૂટવા માંડશે. તારે યાદ આવે છે કે ?
પ્રશ્નકર્તા : મારે અનટાઈમલી (કસમયે) બોમ્બની જેમ ફૂટે છે.
દાદાશ્રી : ફૂટવું જુદું ને યાદ આવવું જુદું છે. ફૂટવું એ મનનું કારણ છે અને યાદશક્તિ એ રાગ-દ્વેષને આધીન આવે છે. આપણે અમથી ચા-પાણી પીતા હોય ને યાદ આવી જાય, ફૂટ્યા વગર. લોકો એને યાદશક્તિ કહે છે. અને યાદશક્તિ પર પાછું આવરણ આવી જાય. પાછું વાદળ વચ્ચે આવી જાય. તે આપણે મનમાં એમ કહીએ કે હમણાં યાદ હતું ને હવે યાદ નથી આવતું. તે પાછું થોડીવાર પછી આમ આમ કરીએ ને ત્યારે વાદળ ખસી જાય કે પાછું યાદ આવી જાય. ને વાદળ આવ્યું ને એકાગ્ર થયો કે આવરણ તૂટે. બધું તરત યાદ આવી જાય. કેવું સરસ સાયન્સ છે? આ સાયન્સ નથી ? એ ફૂટે છે. એ તો મનનું કામ છે.
આ છે ઈન્ડિયન પઝલ ! જેમ આ દરાખનાં ઝૂમખાં હોય છે ને, એવું આ મન છે બધું. આવડું મોટું ઝૂમખું હોય, એમાં એક-એક ફૂટે, એવું મન છે ને એમ કરતું કરતું ડિસ્ચાર્જ થઈ જાય બધું અને મન ડિસ્ચાર્જ થઈ ગયું છે એની સાથે મરણ થઈ જાય. મન હોય ત્યાં સુધી જીવે. મન હોય ત્યાં સુધી શ્વાસોચ્છવાસ ને શ્વાસોચ્છવાસ હોય ત્યાં સુધી મન હોય.
આ ફોરેનવાળાનાં જે મન છે એ ગંઠાળ મન નહીં. એમની ગાંઠો રાઈનો દાણો હોય ને એવી બધી ગાંઠો, તે એક ફેરો ફૂટે તો પછી ફરી એ દેખાય નહીં પણ બીજી ગાંઠ ફૂટે, ત્રીજી ગાંઠ ફૂટે એવી રીતે એમને ફૂટવાનું. તમારે તો સૂરણ જેવી ગાંઠ હોય, તે અહીંથી કાપો તો
પ્રશ્નકર્તા : નાની. દાદાશ્રી : એ હીરો પણ નાખી દે ને ! પ્રશ્નકર્તા : નાખી દે.
દાદાશ્રી : બાળકને ગાંઠો-બાંઠો ના હોય. એ બાળક તો શું કરે ? હસવાના ટાઈમે હસે ને રડવાના ટાઈમે રડે. અને તમે તો હસવાના ટાઈમે રડો અને રડવાના ટાઈમે હસો. જો ઈન્ડિયન પઝલ (ભારતીય કોયડો) ! આ પઝલને કોઈ સોલ્વ (હલ) જ ના કરી શકે ને ! ફોરેનનાં લોકોથી આ પઝલ સોલ્વ થાય ? ના થાય ! આ તો ઈન્ડિયન પઝલ કહેવાય. ફોરેનમાં ના હોય આ પઝલ.
સંયોગ મળતાં ફૂટે ગાંઠ ! અને મન એ ગાંઠોમાંથી ઉત્પન્ન થનારું છે. ગાંઠોને એવિડન્સ (પુરાવો) મળી આવે ત્યારે એ ફૂટે. એવિડન્સ ન મળે ત્યાં સુધી કશું ફુટે નહીં. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય, રસ્તામાં જતાં વિચાર આવા (વિકારી) આવે. એવિડન્સ ભેગો થયો કે વિષયની ગાંઠ
પ્રશ્નકર્તા : એ વિચારો જે આવે તે તો વાતાવરણથી છે ને ?