________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
કંઈ એવું નથી કે અટકી પડ્યું છે. એ તો આપનારા બીજા મળશે. ફક્ત તારા હિતને માટે જ આ હથોડી મારું છું, કો'કને જ મારું. આટલામાં એકાદ માણસને હું જાણું કે અહીં લોભની ગાંઠ છે તે મારી આપું.
૧૬૩
એટલે આ ચાર ગ્રંથિ તૂટતી નથી માણસની. ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી નિગ્રંથ થાય નહીં. એટલે અમે સીધા માણસની જોડે આવી વાત જ ના કરીએ. પણ જાણીએ ગાંઠવાળો છે, તો જરા હથોડી મારીએ અમે, તેમ છતાંય ના છૂટે તો હસીને વાત કરીએ એની જોડે. પછી શું કરીએ, આપણે કંઈ ઝઘડો કરવા નથી આવ્યા. આપણે તો આપણી ફરજ બજાવવી.
ફોડ, યાદતો તે ગ્રંથિતો !
પ્રશ્નકર્તા : કોઈ કોઈ વખત અજાગૃત દશામાં ભાવતી વસ્તુ માટે એમ થાય કે ફરી આ મળે તો સારું, શું કરવું ?
દાદાશ્રી : ત્રીજી વખત મળે તોય સારું, એમ થાય તો એમાં વાંધો શું ?
પ્રશ્નકર્તા : ના, પણ એવો ભાવ થયા કરે કે ફરી મળે, અજાગૃત દશામાં, તો શું કરવું ?
દાદાશ્રી : ખાનારને થાય છે, તમને નથી થતું. તમે ખાતા નથી, તમે જાણો છો. એ ખાનારને ના થાય વિચાર ? ગાંઠ મોટી હોય ને એટલે થાય. એ થાય તો એમ જાણવું કે આ ગાંઠ હજી મોટી છે. તે બે-પાંચ વખત જમીશું એટલે નીકળી જશે. અને તે વધારે ખવડાવવું. મહીં છે એટલું જ ખવાશે, બીજું નહી. વિચારો આવે એટલે મહીં ગ્રંથિ હોય તો જ વિચાર આવે. અને વધારે વિચાર આવે એટલે એ ગાંઠ મોટી છે. કોઈ માણસ હોય અને રોજ રોજ બ્રાંડી પીતો હોય તો બ્રાંડી એને દહાડામાં બે-ત્રણ વખત યાદ આવે એટલે આપણે જાણીએ કે ગાંઠ આવી મોટી છે. છૂટતાં છૂટતાં ઘણો વખત લાગશે. નહીં તો ગાંઠ નાની હોય ને, તો ચાર-પાંચ વિચારમાં તો ખલાસ થઈ જાય પછી. કારણ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કે નિર્જરી રહે છે ને, બંધ પડતો નથી એવી એ નિર્જરી રહી છે. એટલે ખલાસ થઈ જાય. તમને કોઈ પણ વિચાર આવે તો એ ગ્રંથિ મહીં છે જ. એને કહીએ, ‘જય સચ્ચિદાનંદ ! આવો.' આ સારી છે ને આ ખોટી છે, એની ભાંજગડમાં નહીં પડવાનું. ભરેલો માલ છે એટલે એનો વિચાર આવ્યો. ફરી કોઈ વખત તમને માંસાહાર કરવાનો વિચાર આવે, ‘માંસાહાર કરવા જેવો છે,' એવો વિચાર આવે તો જાણવું કે મહીં ગાંઠ છે અને નથી આવતો એટલે ગાંઠ નથી. એટલે એને તો મફત આપે તોય એ ના લે. એટલે મહીં ગ્રંથિઓ બધી પડેલી છે.
૧૬૪
પ્રશ્નકર્તા : જગત આખું છે તે વિચારને જ કંટ્રોલ કરવામાં રોકાયું છે.
દાદાશ્રી : વિચારનો કંટ્રોલ કોઈ દહાડો થઈ શકે નહીં. એટલે વિચારના તો જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ કે મહીં શું વિચાર આવે છે. કારણ કે અજ્ઞાનીને સંકલ્પ-વિકલ્પ રૂપે થાય અને જ્ઞાનીને એનાથી ઊલટું રહે. વિચારો ખરી રીતે વિચારો કહેવાતા જ નથી. એ છે તો એક્ઝોસ્ટ થયા કરે છે. મન એ કોઠી ફૂટે એમ ફૂટ્યા કરે છે ને મહીં જાત જાતના ઝળકાટ થાય છે, તેને જોવાનું. પોતે જ માલ ભરેલો. એ તો આ શું ફૂટ્યું ? આ જે માલ ભરેલો ફૂટે એ બુદ્ધિ વાંચી શકે કે આ શું છે. પછી તરત જ બુદ્ધિ કહે કે આ તો ખરાબ વિચાર આવે છે કાં તો સારા વિચાર આવે છે. ખરાબ વિચાર આવે ત્યારે છેટો રહે, અળગો રહે, એટલે જો કોઈ મને કહે કે, “દાદા, બહુ ખરાબ વિચાર આવે છે.’ મેં કહ્યું, ‘આવે છે તો છો ને આવે. તું જો ને છાનોમાનો; જતાં રહેશે, એટલે ખલાસ થઈ જશે.' ખાલી થવા માંડેલું કંઈ ભરાય નહીં. એ ગભરાવાનું શું કારણ છે ?
પ્રશ્નકર્તા : આ બધી ગ્રંથિઓ ઉખેડવા માટે હું શું કરું, જેથી
કરીને મારી ગાંઠો નીકળી જાય ?
દાદાશ્રી : ગ્રંથિઓ ટાઈમ થાય એટલે ફૂટે જ. એનો ટાઈમીંગ હોય કે અમુક ટાઈમે આ ઊગી નીકળવાની. એટલે ફૂટે ત્યારે આપણે