________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
૧૬૧
૧૬૨
ભેદી શકાય. અને જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં સુધી દરેક વસ્તુની ગાંઠ પડ્યા જ કરે. આ ગાંઠો ડખો કરે. એનો ઉદય આવે ત્યારે ડખો કર્યા વગર રહે નહીં. પણ એ ગાંઠ ખાલી થઈ જાય, જો કદી આપણે એના પર ધ્યાન ના રાખીએ તો. એના પર ચીકાશ ના કરીએ તો કશો વાંધો નહીં.
જેના બહુ વિચાર આવે ત્યારે એ ગ્રંથિ મોટી, બટાકા જેવડી મોટી હોય. અમે જ્ઞાન આપીએ ત્યાર પછી એ પોતે ગ્રંથિઓનો માલિક થાય નહીં. એટલે ગ્રંથિ ઊડી જાય. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી માલિક થયા વગર રહે નહીં. છતાંય અજ્ઞાનમાં એટલો લાભ છે કે પોતાને ના ગમતા વિચાર આવે છે ત્યારે એટલી અજાયબી છે કે છૂટો જ રહે છે. એનો માલિક થતો નથી. પણ એને શું થાય છે કે મને કેમ આ વિચાર આવે છે ? પોતાને નથી આવતા, પણ એને ભ્રાંતિ છે એક જાતની.
જ્યાં સુધી દૃષ્ટિ મલિન છે, ત્યાં સુધી કરોડો વર્ષો જાય તોય સંબોધિ પ્રાપ્ત ના થાય. દૃષ્ટિ ભૌતિક તરફ છે. એની દૃષ્ટિ શાથી ભૌતિકમાંથી છૂટતી નથી ? એટલે અમે સમજી જઈએ કે આને કંઈ ગાંઠ છે આ ? ગાંઠ છોડાવવા પ્રયત્ન કરીએ.
ચાર પ્રકારની ગાંઠો હોય. તેના આધારે આ જીવો એ દૃષ્ટિ છોડતા નથી. આપણે છોડાવવા પ્રયત્ન કરીએ. એ પોતેય જાણે કે મને આ દૃષ્ટિ નથી ગમતી છતાં પેલી ગાંઠ પકડી રાખે. એ ચાર પ્રકારની ગાંઠો છે, ક્રોધ-માન-માયા-લોભ. હવે માનની ગાંઠ હોય તે સવારથી નક્કી કરે, શું કરીશું તો આજે માન મળે ? અને માન
ક્યાં મળશે, આખો દહાડો એની ગણતરી હોય. અને માન મળવાનું હોય, તે દહાડે આજુબાજુ ઓળખાણવાળાને લઈ જવા ફરે, કે આવજો મારી ઘરની વાડીમાં, ચા હઉ પાય એમાં ! એનું માન દેખાડવા માટે. એનું માન લોકો જુએ એટલા માટે કરે કે ના કરે આવું ? એ માનની ગાંઠવાળાને અમે ઓળખી જવાના. એ માનની ગાંઠ છે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) બીજી લોભની ગાંઠ. મોટામાં મોટી લોભની ગાંઠ. જો લોભ ના છૂટે તો આ દૃષ્ટિ ના બદલાય. એટલે અમે શું કરીએ ? લોભની ગાંઠ માટે મોટા માણસોને આમ તોડીએ. હથોડા મારીએ બિચારાને. જો તૂટી તો ઠીક, નહીં તો આપણે ક્યાં એની પાછળ પડીએ ? જો તૂટી ગઈ તો કામ થઈ જાય, નહિ તો એમાં ને એમાં જ જીવ આખો દહાડો. ગાંઠ તૂટી ગઈ તો રાગે પડી જાય.
કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાની પુરુષની ત્રણ રીતે ભક્તિ કરવી. તનમન ને ધનથી કરવી. ત્યારે કહે, “સાહેબ, તન-મન તો અર્પણ કરી દઈશું, પણ હવે ધનની એમને જરૂર શું છે ?” ત્યારે કહે, “એને પોતાને જરૂર નથી પણ ત્યાં સુધી તારે લોભની ગાંઠ તૂટશે નહીં.’ માટે એ તને એમ કહે કે આ બાજુ કોઈ જગ્યાએ એ જોખમ તું આપી દે અત્યારે. એટલે તેમના આધારે તું આપીશ, નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે, એ પ્રેમના આધારે તું આપીશ. એટલે તારી ગ્રંથિ તૂટી જાય. અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. આપવું જોઈએ. આ ગ્રંથિ છે.
પ્રશ્નકર્તા: માન ને લોભ બેની વાત કરી તમે. હવે ક્રોધ અને માયા રહ્યું.
દાદાશ્રી : હવે જે કપટ છે તે લોભની ગ્રંથિને મજબૂત કરવા હારુ એને રાખેલું છે. આ લોભની ગાંઠને કોઈ તોડી ના જાય એટલા હારુ રખાયેલું. તે આપણને શું કહે કે અમારી ઇચ્છા તો છે, પણ થોડા વખત પછી કરીશ. એમ અણી ચૂકાવડાવે. અને અણી ચૂક્યા એટલે સો વરસ જીવે પછી. એટલે અમે જાણીએ આ કપટ કરવા માંડ્યું. એટલે અમે ખસી જઈએ. કપટ તું કર. ના આપવું હોય તો અમારે કંઈ નહિ, પણ એ અણી ચૂકાવડાવે. પણ એ ચુકાવડાવે ત્યારથી અમે સમજી જઈએ કે આ અણી ચૂકાવડાવા માંડી. તો પછી મારે ક્યાં ઘરને માટે લેવાનું છે ? તને તો તારા હિતને માટે કહું છું. આ હથોડી મારું છું, તેય તારા હિતને માટે. મારે તો લેવુંય નથી ને દેવુંય નથી. અને