________________
ગ્રંથિભેદન થકી નિગ્રંથદશા !
દાદાશ્રી : ધર્મને અર્થેય ગ્રંથિ કહેવાય. આ ધર્મના વિચારો આવે, કે હું જપ કરું છું ને હું તપ કરું છું. એ બધા વિચારો આવેને એ બધી ગ્રંથિઓ જ કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે વિચાર માત્ર જ ગ્રંથિ કહેવાય ?
દાદાશ્રી : બધું જ ગ્રંથિઓ.
પ્રશ્નકર્તા : મનમાંથી જે ઉદ્ભવે વિચાર રૂપે તે ?
દાદાશ્રી : એ બધી ગ્રંથિઓ જ. તે ગ્રંથિને ઉદય થાય ત્યારે એ ફૂટે. ત્યાર પછી એમાં ચિત્ત ભમ્યા કરે. જેમ ગોળની પાછળ માખ ભમ્યા કરેને, ઉડાડીએ તોયે વારેઘડીએ ત્યાં ને ત્યાં આવે પાછી. એવું જ્ઞાની પુરુષને ના હોય.
૧૫૯
આ કોઠી હોયને, ફૂટતાં પહેલાં કેવી દેખાય ? અને પછી આમ ફોડીએ તે ઘડીએ ? કોઠી ફૂટે છે તે ઘડીએ ? એમાંથી જે ફૂટે છે ને તે આપણને આમ દેખાય છે, તેમ આ વિચાર આવે છે. એ વિચારોમાં ગૂંચાય છે પછી. તે આપણે કહીએ કે મને વિચાર આવ્યો અને નથી ગમતા વિચારો આવે ત્યારે આપણે કંટાળીએ છીએ કે આવું કેમ આવે છે ? બસ, આટલું જ છે. મન એટલે તો એ કોઠી ફૂટે એમ ફૂટ્યા કરે. મહીં ભરેલો માલ. ગયા અવતારના જ્ઞાનના પ્રમાણે માલ ભરેલો. આ અવતારના જ્ઞાનને ફીટ થાય નહીં એટલે સંઘર્ષ થયા કરે.
પ્રશ્નકર્તા : માનની ગાંઠ હોય તો ?
દાદાશ્રી : માનની ગાંઠો હોય તો એ ગાંઠ ફૂટે ને આપણને ભય, ભય ને ભય, એવું તેવું બધું દેખાડે. એ લૌકિક જ્ઞાન છે તે બધું. તે ભય ને એ બધું દેખાડે. એ બધી ગાંઠો ફૂટે. તેમાં કઈ વધારે ફૂટે છે આખા દહાડામાં ? એ ગાંઠ મોટી.
પ્રશ્નકર્તા ઃ ગુસ્સો થઈ જાય, એને મનનો મેલ કહેવાય ? દાદાશ્રી : બધો મનનો મેલ છે ને, ગુસ્સો એકલો નહીં, લોભ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
થાય તેય મનનો મેલ. એ બધા મનના મેલને લઈને તો આ બધું આવું દેખાય છે.
૧૬૦
મતોગ્રંથિ છેદાય કઈ રીતે ?
પ્રશ્નકર્તા : મનની ગ્રંથિઓ કઈ રીતે છેદાય ? તે વિગતે સમજાવો.
દાદાશ્રી : માંસાહારના વિચાર આવે એટલે જાણવું કે મનની આ ગ્રંથિ પડી ગયેલી છે. વિચાર આવે ને એકાદ ફેરો ખઈ જાય તો જાણવું કે આ ગાંઠ પડેલી છે. તે એ ઓગાળવાની. માંસાહાર કરવા જેવો નથી’ એમ બોલો, એમ કરતાં કરતાં ગાંઠ ઓગળી જાય. પહેલાં ‘કરવા જેવો'નો અભિપ્રાય થયો હતો એટલે ગાંઠ પડી હતી. હવે “નહિ કરવા જેવો'નો અભિપ્રાય થયો એટલે ગાંઠ ઊડી જાય. અભિપ્રાય ચેન્જ કરવાની જરૂર છે.
પેલાને અભિપ્રાય થયો કે માંસાહારમાં વાંધો નહીં એટલે એને
કોઈ ફેરો બીજ પડેલું છે. કોઈ કહે કે આપણાથી આ ખવાય નહીં, તો એ ગ્રંથિ છૂટી જાય. નહીં તો એ વધ્યા કરે. આ તમારી ગાંઠો બધી નીકળી જવાની. હું સમજી ગયો કે આ ગાંઠ ફૂટી પાછી.
પ્રશ્નકર્તા : એ રિલેટિવ આભૂષણ બધાં !
દાદાશ્રી : બધું રિલેટિવ. રિયલમાં કશુંય નહીં. લોભની ગાંઠ ફૂટી હોય, તમને ય ખબર પડે કે આ લોભની ગાંઠ ફૂટી પાછી. એક-એક ગ્રંથિ ફૂટે છે. અને કેટલીક ગ્રંથિઓ તો, ગાંઠો તો, સૂરણની ગાંઠ જેવી હોય છે. લોભની સ્તો ! અમથી અમથી ફણગા ફૂટ ફૂટ કર્યા કરે. એ ગાંઠો છેદાય ક્યારે કે એને જો જો કર્યા કરીએ ત્યારે. ગ્રંથિભેદ કરવાનો
છે.
પ્રશ્નકર્તા : એ પ્રમાણેની ગાંઠ હોય અને ઓબ્ઝર્વ (અવલોકન) કરો તો એ ગાંઠ ભેદાય ખરી ?
દાદાશ્રી : ભેદાઈ જાય ને ! બધી ગાંઠો ઓબ્ઝર્વ કરવાથી જ