________________
(૬)
ગ્રંથિભેદત થકી નિગ્રંથદશા !
આમ બંધાય મતોગ્રંથિ !
પ્રશ્નકર્તા : હવે મનની ગાંઠો આવી ક્યાંથી ?
દાદાશ્રી : હા. એનું ફન્ડામેન્ટલ (પાયાની વિગતો) આપું. સાધારણ કેવી રીતે બન્યું, એ હું તમને કહું. એના પરથી બધું આખું સમજી જજો. એના માટે વિગતવાર કહીએને, તો તો આખા દહાડાના દહાડા થઈ
જાય.
અત્યારે એક કોલેજમાં ચાર છોકરાઓ છે. હવે આ છોકરાઓ છે તે કોલેજમાં ભણતા હોય ને, તે ઊંચી નાતના, સંસ્કારી લોકો હોય, એટલે કોઈ દહાડો માંસાહાર એમણે કરેલો ના હોય અને કરવાના વિચારેય ના કર્યા હોય. પણ ઈન્ડિયામાં રહેતા હોય ત્યાં સુધી. પણ કોલેજમાં પછી બીજા છોકરાઓ જોડે હોટલમાં જાય, બીજા માંસ ખાતા હોય ત્યાં આ બેસે ખરા પણ ખાય નહીં. ફ્રેન્ડસર્કલમાં બધા માંસાહાર કરતા હોય ને, તો એક ફ્રેન્ડને એ વાત ગમે નહીં. પણ છતાં મનમાં એમ થાય કે કોઈકે એમ કહ્યું હોય કે શરીર મજબૂત થાય એનાથી અને એ શરીર જરા નરમ હોયને, તે એના મનમાં ભાવ થાય કે શરીર મજબૂત કરવાને માટે માંસાહાર કર્યો હોય તો શું વાંધો ? હવે ખાય તો નહીં જ. બધા માંસાહાર કરતા હોય, પેલાને કહે, ‘તું લે થોડું.’ તો એ લે નહીં. ના, મને નહીં ભાવે, પણ છતાં બહુ દહાડા જા જા કરે ને, એટલે પછી બધા વાતો કરે, શરીરની મજબૂતી થાય, આમ છે, તેમ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
છે. એટલે એને શ્રદ્ધા, પ્રતીતિ બેસે કે આ વાત ખરી છે. આપણને ભાવતું નથી એ વાત જુદી પણ વાત ખરી છે. તે આ ભવમાં નહીં ખવાય પણ આવતા ભવના બીજ પાડી આપે. ખાય નહીં જ, પણ આ મનમાં ભાવ થયો તે ગાંઠ પડવા માંડી મહીં, ગ્રંથિ ! એ ગ્રંથિ પડી. તે પહેલી રાઈના દાણા જેટલી પડે. અને પછી જેમ પુષ્ટિ મળે ને તેમ તેમ ગાંઠ મોટી થાય, તે આ ભવમાં ખવાયું નહીં, પણ એ ગ્રંથિ પડી તે આવતા ભવમાં પાછી એ ગ્રંથિ ફૂટે. એટલે પછી માંસાહાર ખાવાનો વિચાર આવે ને એને માંસાહાર પછી ભેગો થઈ જાય.
૧૫૪
આવી ગાંઠ તમને પડેલી નહીં ને પેલા મુસલમાનને તો એ જ ગાંઠો, આવડી આવડી મોટી. આ નથી ખાતો છતાં અત્યારે એણે વિચાર કર્યો કે આવું જોઈએ, એ અભિપ્રાય બંધાયો. આ અભિપ્રાય બંધાયો એટલે આવતે ભવ એ ખાવાનો. અને જે માણસ આજ ખાય છે એનાં મનમાં એમ થાય છે કે આ માંસાહાર તો નહીં ખાવો જોઈએ, આ કેટલાં જાનવરો કપાય ત્યારે એનું માંસ ખાઈએ છીએ આપણે. એટલે આવતે ભવ નહીં ખાવાનો આ.
આ મનનો એક અંશ બતાવ્યો. કુસંગમાંથી એકદમ ટેવ પડી
ગઈ. માંસાહાર જોઈને પછી જરા ખાતાં શીખ્યો એ ગ્રંથિ પડી ગઈ એની. બીજે ભવ નરી ગ્રંથિ આવ્યા કરે, એ જ વિચાર આવ્યા કરે. હવે પછી એને સત્સંગ મળ્યો. સત્સંગમાં ગ્રંથિ તૂટી જાય. કુસંગથી ગ્રંથિઓ પડે ને સત્સંગથી ગ્રંથિઓ તૂટે. પણ સત્સંગ સાચો હોવો જોઈએ.
હવે અભિપ્રાય આપો ત્યાંથી જ એને બંધન. મહીં મનની ગાંઠ પડી જાય. એ ગાંઠને લીધે જેમ જેમ ખાય તેમ તેમ ગાંઠ મોટી થતી
જાય. એવું આ મન બધી ગાંઠોનું બનેલું છે. તે અમુક જાતના વિચાર
આવે છે.
આખી દુનિયાના લોકોને વિચાર આવે, એ બધી જાતના તમને વિચાર આવે નહીં. તમને તમારી ગાંઠોના વિચાર આવે. આ ભાઈને