________________
વિચરે તો વિચાર
૧૫૧
૧૫૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ગુતિઓ, ત્રણ પ્રકારની.... પ્રશ્નકર્તા : મનોગુપ્તિ એવો શબ્દ આવે છે એનો અર્થ શું
થાય ?
દાદાશ્રી : આપણે કહેવું હોય તો કહેવાય. બાકી ખરેખર એમ નથી એ. કોન્શીયસ માઈન્ડને તો એ લોકો સમજે પણ કોન્શીયસ એ ખરેખર ભાવમન નથી. ભાવમન તો ઊંચી વસ્તુ છે. પણ એ લોકો આટલું જુદું પાડે છે ને, કોન્શીયસ અને અનૂકોન્શીયસ એટલું સારું છે.
ચાર્જ મત, ડિસ્ચાર્જ મત ! એક મન ડિસ્ચાર્જ થાય છે તો બીજું મન ચાર્જ થાય છે. આ વાણી ડિસ્ચાર્જ થાય છે, બીજી ચાર્જ થયા કરે છે. આ દેહ ડિસ્ચાર્જ થાય છે, બીજો દેહ ચાર્જ થાય છે, ઉત્પન્ન થાય છે. મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ ફરી ભરાય છે ને જૂની બેટરીઓ ઉકલે છે.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ડિસ્ચાર્જ થાય છે અને એ બંધાય છે, એ કઈ રીતે ખબર પડે ?
દાદાશ્રી : મનમાં વિચાર આવે છે, તે વિચારમાં તન્મયાકાર થઈ જાવ છો. તન્મયાકાર થઈ જાય એ આત્માની શક્તિ નથી, નિર્બળતા છે. તેને લઈને આ તન્મયાકાર થઈ જાય છે, અજ્ઞાનતાને લઈને. આ મૂળ આત્મા તો આવો નથી. મૂળ આત્મા તો અનંત શક્તિવાળો છે. પણ આ જે તમારી માનેલો આત્મા છે, તેને લઈને આ બધી ડખલામણ છે. એટલે આ મન છે તે ડિસ્ચાર્જ થયું અને એમાં તન્મયાકાર થયા ત્યાંથી નવું ચાર્જ થાય. હવે જેને જ્ઞાન હોય, તે આ ભાઈને વિચાર આવે તે તન્મયાકાર નહીં થવાનાં. એટલે એમને તન્મયાકાર ના થયું તોય એનો ટાઈમ થયો એટલે ડિસ્ચાર્જ થઈ જાય અને નવું ચાર્જ ના થાય. તમે તન્મયાકાર થાવ એટલે નવું ચાર્જ તરત થઈ જાય.
પ્રશ્નકર્તા : આ તો ઓટોમેટિક તન્મયાકાર થઈ જવાય છે.
દાદાશ્રી : હા, ઓટોમેટિક એનું નામ જ ભ્રાંતિને ! પોતાનો પુરુષાર્થ નહીં. પુરુષ થયો નથી, ત્યાં સુધી પુરુષાર્થ છે નહીં. પ્રકૃતિ પરાણે નચાવે છે. પ્રકૃતિ પરાણે ફેરવે છે.
દાદાશ્રી : આ મનોગુપ્તિ, વચનગુપ્તિ, એ તો શું કહેવા માંગે છે, કો'કને ગાળો દેતા હોય તો મનમાં ખરાબ વિચાર આવતા હોય તો બંધ કરો. તે હવે બંધ શી રીતે થાય ? એ તો આવ્યા જ કરવાના. બંધ થાય નહીંને ? એનો ઉપાય છે બંધ કરવાનો. પણ તે આવતે ભવ બંધ થાય. આ ભવમાં ના થાય. એનો ઉપાય કરે આ ભવમાં, તો આવતે ભવ બંધ થાય. એ નિશ્ચય કરે કે કોઈ માણસને ગાળ ભાંડવી, એને માટે ખરાબ વિચાર કરવા એ ગુનો છે. એવો નિશ્ચય કરે એટલે આવતે ભવ બંધ થાય, પણ આ ભવમાં બંધ ના થાય. જે ભરાઈ ગયો માલ, એ તો નીકળ્યા જ કરશે. પણ નવો ભરીશ હવે, તે ફરી પાછો આવશે.
આપણે તો ગુપ્તિઓ-બુપ્તિઓ રહી નહીંને ? ગુપ્ત જ થઈ ગયુંને? આપણે સમભાવે નિકાલ કરવાની. ગુપ્તિઓ-બુપ્તિઓ તો જેને આ જ્ઞાન ના હોય ને, તેને ગુપ્ત કરવું પડે બધું. હા, બને એટલું ઓછું બોલવાનું, આમ તેમ મૌન લે, ઉપાયો કર્યા કરે, પણ આપણે તો હવે સમભાવે નિકાલ કરો.