________________
વિચરે તો વિચાર
૧૪૯
૧૫૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તમે કર્તા નથી રહ્યાને ?
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : તે આરંભ છૂટી ગયું, એટલે બધું છૂટી ગયેલું છે. નિર્વિકલ્પી થઈ ગયા. આરંભ-પરિગ્રહથી રહિત તમે થઈ ગયા.
હવે આરંભ એ શું વસ્તુ છે ? મનમાં વિચાર આવે છે કે નથી આવતા કે મારે હમણે દુકાને જવું છે. તે અજ્ઞાની તો મહીં તન્મયાકાર હોય કે ના હોય ?
પ્રશ્નકર્તા : હોય.
દાદાશ્રી : તમે એને જાણો. તમે છૂટા પડ્યા એટલે જાણો કે ચંદુભાઈને આવો વિચાર આવે છે. પણ જેને જ્ઞાન નથી તેને શું થાય ? મને દુકાને જવાનો વિચાર આવ્યો. મનમાં વિચાર આવ્યો એ સમારંભ. તે કો'કને કહેને, કે મારે દુકાને જવું છે એ સમારંભ ને ચાલવા માંડે તે આરંભ.
પરિગ્રહથી મુક્ત થયા, અપરિગ્રહી થયા. દેહ મારો, તેને ફાઈલ કહ્યું. ક્રમિક માર્ગમાંય જ્ઞાની દેહને “મારો' કહેશે. ૫૦ ટકા જ્ઞાની હોય ને ૫૦ ટકા દેહ પર ભાવ રહ્યો હોય !
ભાવમતથી જ કર્મબંધ ! ‘ભાવમન સમૃદ્ધિ, ત્રિકાળ અબાધિત.”
આપણે સ્વભાવ કર્મના કર્તા થયા. પેલું ભાવમનના કર્તા હોય ત્યાં સુધી ભાવમન ઉત્પન્ન થાય. તમને સમજાયું કે ના સમજાયું ? પૂરેપૂરું ના સમજાયું ?
પ્રશ્નકર્તા : નથી સમજાયું. જો ભાવમનની સમૃદ્ધિ આવી તો ત્રિકાળ અબાધિત કેવી રીતે થઈ શકે ?
દાદાશ્રી : જ્યાં આગળ ભાવમનની સમૃદ્ધિ આવી, ભાવન
ઊડી ગયું. જે ભાવમનથી કર્મ બંધાતા હતા. અને ભાવમન ના હોય ત્યાં કર્મ બંધાય નહીં, એવી સ્થિતિ એ સમૃદ્ધિ સ્થિતિ.
જે દ્રવ્યમન તેની નિર્જરા થયા કરે છે અને ભાવમન ઉપર જગત ઊભું રહ્યું છે. તે આપણે અહીં તો ભાવમનની સમૃદ્ધિ છે. એટલે આપણે અહીં આગળ ભાવમન ઉત્પન્ન જ થતું નથી. એ તો મોટામાં મોટી સમૃદ્ધિ છે. પછી કાયમને માટે કર્મ જ બંધાય નહીં ને !
ભાવમન એ જ કર્મ છે. કર્મ બંધાવાનું, ચાર્જ થવાનું ભાવકર્મથી. એ ભાવકર્મ શેનાથી ઉત્પન્ન થાય ? દ્રવ્યકર્મમાંથી. આ જ્ઞાન પછી દ્રવ્યકર્મ તમારાં ઊડાડી મેલ્યાં છે, પછી ભાવક શી રીતે ઉત્પન્ન થાય ? કર્મ શી રીતે બંધાય ? આખી થીયરી ઊડી ગઈ. ક્રમિક માર્ગમાં ભાવકર્મને ધોતા જવાનું અને અહીં આગળ ભાવકર્મ ઊડાડી મેલ્યું હોય. એટલે તમારે કશું ધોવા-કરવાનું નહીં. દાદાની આજ્ઞામાં રહેવાનું.
પ્રશ્નકર્તા : ભાવમન શું અને દ્રવ્યમન શું એ સમજાવો.
દાદાશ્રી : ભાવકર્મ કરનારું જે મન એ ભાવમન કહેવાય. અને પછી દેખાવમાં આવે, રૂપકમાં આવે એ દ્રવ્યમન. દ્રવ્યમન એ જડ મન છે, ચેતન નથી.
પ્રશ્નકર્તા : જડ એટલે કેવું ? દાદાશ્રી : જડ એટલે આમ ફીઝીકલ. પ્રશ્નકર્તા : આ જેને બ્રેઈન-મગજ કહે છે એ ?
દાદાશ્રી : બ્રેઈન તો બધું જ કામ કરે છે. બ્રેઈન હોવાથી બધું જ કામ થાય છે. બ્રેઈન તો ખબર આપનારું-લેનારું છે ને કામ થયા કરે છે પણ વિચાર જે આવે તે તો એ જડ મન છે.
પ્રશ્નકર્તા : તો એ જે કોન્શીયસ માઈન્ડ (જાગૃત મન) અને અનૂકોન્શીયસ માઈન્ડ (અજાગૃત મન) એ દ્રવ્યમન અને ભાવમન એવું કહેવાય ?