________________
વિચરે તો વિચાર
૧૪૭
૧૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મન પોતે જ વિચાર સ્વરૂપ છે એટલે રહી શકવાની વાત જ ક્યાં રહી ? મન એ જ વિચાર છે અને વિચાર એ જ મન
અને મન છે તો સીધું જ, એક દશા છે, વિચારવાની દશા. તે વિચારમાં પડ્યું અને વિચારનાં ગૂંચળા વળ્યા. તે પછી મન કહેવાય. પછી ગૂંચળું બંધ થઈ ગયું. તે પછી મન બંધ થઈ ગયું.
અડે તો એ જ્ઞાતી ! પ્રશ્નકર્તા : મનમાં તો મનોરથ કહો કે ચેષ્ટાઓ કહો કે કંઈક થયા કરે છે. અને પછી આપણે એમાં એની મેળે ખેંચાઈ જઈએ છીએ.
દાદાશ્રી : બસ એ ભ્રાંતિ ! અહીં બ્રેક મારી દીધી કે બધું બચ્યું. પણ અહીં આખું જગત બ્રેક મારી શકતું નથી. બાવા-બાવલી, સાધુસંન્યાસી અહીં કોઈ બ્રેક મારી શકતું નથી. કારણ કે જાણતા જ નથી.
મન એની ક્રિયા કરે છે અને એમાં તમે તન્મયાકાર થઈ જાવ છો, ત્યાં લાચારી છે. જીવમાત્ર તન્મયાકાર થઈ જાય ત્યારે લાચાર થાય. એ લાચારી અનુભવે છે કે સાહેબ, મારામાં કોઈ શક્તિ નહીં હોવાથી અહીં તન્મયાકાર થઉં છું. એ લાચારમુક્ત જ્ઞાની પુરુષ કરે. હવે આ બધી અંતઃકરણની ક્રિયા શી રીતે લોકોને ખ્યાલ આવે ? સાયન્ટિસ્ટોએય મનમાં તરત એકાગ્ર થઈ જ જાય, મનમાં વિચરી જ જાય હંમેશાં. શક્તિ નહીં એટલે એય શું કરે બિચારાં ! અમારે જુદું રહે. કારણ કે અમારે મન જોડે તન્મયાકારપણું નહીંને !
પ્રશ્નકર્તા : વિચારધારાને ‘દાદા’ પકડી શકે છે ?
દાદાશ્રી : વિચારધારાને પકડનારા તો બધા બહુ મેં જોયેલા. વિચારધારાને પકડે એવા હોય છે પણ વિચારધારાને અડે નહીં એ જ્ઞાની. વિચારધારાને પકડવી એ તો એક જાતનું એનું ડેવલપમેન્ટ (વિકાસ) છે. પણ એથી આગળ ઘણું જાય ત્યાર પછી જ્ઞાનીપદ છે.
પ્રશ્નકર્તા : વિચારધારા પકડવી એ તો અહંકારે કરીને થઈ શકે ને?
દાદાશ્રી : અહંકાર જ ને ! પણ એની બહુ આગળ જાય ત્યાર પછી વિચારધારાને અડે નહીં. અજ્ઞાની માણસ જે જે વિચાર કરે છેને, તેની થોડીક જ વાર પછી એની જ ક્રિયામાં એ હોય છે. એટલે આ બધું વિચારધારાને પકડ્યા જેવું જ છે ને ! એટલે વિચારને સમજ્યા જ નથી બધાં. આખું બધું ઠોકાઠોક ચાલે છે. વાત સાયટિફીક (વૈજ્ઞાનિક) હોવી જોઈએ કે ઠોકાઠોક ચાલે ?
આરંભ-પરિગ્રહ ! ત્યાં તો ક્રમિક માર્ગ શું કહે છે ? આરંભ-પરિગ્રહ જાય તો આત્મજ્ઞાન થાય. આરંભ એટલે હાલવા-ચાલવાનું બંધ કરી દો, કહે છે. આરંભ એકલો નહીં, સમારંભ, સમારંભ અને આરંભ-ત્રણેય જ્યાં સુધી છે, ત્યાં સુધી સમક્તિ પણ ના થાય એવું કહે છે.
સમરંભ એટલે શું ? અહીંથી કોર્ટમાં જવાનો વિચાર કરવો. વિચાર કરવો જ ખાલી, નક્કી નથી કર્યું. કોર્ટમાં જવાનો વિચાર કર્યો એ સમરંભ કહેવાય.
અને પછી નક્કી કરીએ કે કોર્ટમાં જવું છે, ત્યારે સમારંભ કહેવાય.
અને પછી ચાલવા માંડીએ ત્યારે આરંભ કહેવાય. જ્યાં સુધી ચાલ્યા નથી ત્યાં સુધી આરંભ નથી. જો પાછા ફરી જાવ તો વાંધો નથી. તો એકલું સમરંભ થાય.
આ જ્ઞાન પછી, આપણને તો જાણે આ બધું ઊડી ગયું છે. જે સમરંભ થાય છે, એને આપણે સૈય ગણીએ છીએ કે આપણે જ્ઞાતા છીએ. એમને (ક્રમિક માર્ગમાં) સમરંભ, સમારંભ ને આરંભ શી રીતે છૂટે ? લાખો-કરોડો અવતાર થાય તોય છૂટે એવું નથી.
હવે આરંભ અને પરિગ્રહ એટલે શું ? આરંભ એટલે આ “હું કરું છું’ એ આરંભ અને આ કર્યાનું ફળ આવેને, તેને પરિગ્રહ કહે છે. આરંભ, પરિગ્રહથી રહિત થયા ને ? આપણે હવે કર્તા નથી ને?