________________
વિચરે તો વિચાર
નહીં. તે જ્યાં સુધી પેલો આત્મા જવાબ આપતો ના થાય ત્યાં સુધી અહીંથી જવાબ લેવા.
ફેર, વિચાર ‘આવ્યો' તે ‘ર્યો'માં !
પ્રશ્નકર્તા : તો પછી મન અને અહંકાર એ બે વચ્ચે કંઈ સંબંધ ખરો ?
૧૪૫
દાદાશ્રી : કશોય સંબંધ નહીં. બેઉ જુદા જ હોય છે. વિચારે ત્યારે મન હોય અને તે વખતે અહંકાર ના હોય. અહંકાર તો એ વિચારણાની મહીં ભેગો થાય ત્યારે કાર્ય થઈ જાય. જો અહંકાર ભેગો ના થાય તો કાર્ય ના થાય. એ પોતેય જુદો છે ને વિચારેય જુદા છે. મન એ ગયા અવતારનું આખું ઇગોઇઝમ (અહંકાર) છે. ગયા અવતારમાં આપણો ઇગોઇઝમ કેવો હતો, તે મન ઉપરથી ખબર પડે. ગયા અવતારનાં ઇગોઇઝમના પરિણામ ઉપરથી ‘ઇગોઇઝમ' આ અવતારમાં ફરી કરવા માગે છે. વિચાર અહંકાર કરે છે. ‘કરે છે’ શબ્દ જ્યાં આવે ત્યાં અહંકાર સિવાય બીજું કોઈ કરે નહીં. ‘કરે છે” શબ્દ આવે છે તે કરનાર કોણ ? અહંકાર.
પ્રશ્નકર્તા ઃ મને એક વિચાર આવ્યો અને મેં વિચાર કર્યો, એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : ‘વિચાર આવ્યો’ એ છૂટ્યો અને ‘વિચાર કર્યો' એ બંધાયો.
પ્રશ્નકર્તા : વિચાર કર્યાનો દાખલો આપો.
દાદાશ્રી : ‘ર્યો' શબ્દ આવે એ બધો દાખલો જ છેને ? ‘આવ્યા’ એટલે આપણી ઇચ્છા ના હોય તોય આવે. ‘આવ્યો' એને એણે જાણ્યો. ‘કર્યો’ એ તો કર્તા થયો.
પ્રશ્નકર્તા : એટલે ‘કરે છે’ એમાં તન્મયાકાર છે ? દાદાશ્રી : હા, તન્મયાકાર છે ત્યારે જ કર્તા થાયને, નહીં તો
૧૪૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કરે નહીં.
પ્રશ્નકર્તા : ઘણીવાર એવી ઇચ્છા હોય કે ના હોય, તોય થઈ જાય તો ?
દાદાશ્રી : એ જુદું. એ તો થઈ ગયું કહેવાય, એને ‘આવ્યા’ કહેવાય. એ ‘આવ્યા’માં જાય એનો વાંધો નહીં પણ ‘કર્યા’માં જાય એ બધું મુશ્કેલી.
પ્રશ્નકર્તા (મહાત્મા) : ભાવ અને વિચારમાં શો ફરક ?
દાદાશ્રી : ભાવ અને વિચારમાં બહુ ફરક. ‘આ’ જ્ઞાન લીધા પછી એ આપણને લાગતું નથી. જો કે આ વાક્ય જ આપણને અડતું નથી. કારણ કે ભાવકર્મ એટલે ચાર્જકર્મ, એ આખાં ઉડાડી મેલ્યાં છે. ચાર્જ જ બંધ કરી દીધું છે. એટલે ભાવ બંધ કરી દીધો છે.
પ્રશ્નકર્તા : આ મનના વિચારો આવ્યા, તે વિચરવાના જ ભાગમાં આવી ગયું ને ?
દાદાશ્રી : ના. વિચાર કોને કહીએ આપણે ? આ જે થાય છે, એ તો ડિસ્ચાર્જ વિચાર છે, થઈ ગયેલી વસ્તુ છે. અને વિચારમાં તો, વિચાર કરનાર હોવો જોઈએ.
પ્રશ્નકર્તા (મહાત્મા) : એ વિચાર કેવા હોય ? અહંકાર ના હોય ને વિચાર હોય ?
દાદાશ્રી : એ તો અત્યારે આ તમારા જે વિચાર છે ને, જ્ઞાન આપ્યા પછી, એ ડિસ્ચાર્જ વિચાર છે. મન તો મહીં ખરું, એટલે વિચાર તો ખરા જ ને ! કારણ કે પહેલાં, તે વખતે ભળેલું તો ખરું જ ને મહીં, આ પરિણામ છે ભળેલાંનાં, આ કોઝ નથી. એટલે આ વિચાર જ કહેવાય, પણ આ મડદાલ વિચારો છે. આપણને બહુ ગૂંચવે નહીં. અને પેલાં વિચારો તો બહુ ગૂંચવે.
પ્રશ્નકર્તા : વિચાર વિના મન રહી શકે ?