________________
વિચરે તો વિચાર
ત્યારે કહેશે, ‘કરેક્ટ (બરાબર)'. તો ચાલવા દેવું. નહીં તો સ્વચ્છંદી વિચાર હોય તો ક્યાંનો ક્યાંય પહોંચી જાય !
૧૪૩
વિચારથી મોહ ને બધું ઊડી જાય. મારું બધું વિચારે કરીને ઊડી ગયેલું છે. એટલા બધા વિચાર કરેલાં કે આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે એવું એક પરમાણુ નથી કે મેં એનો વિચાર ના કર્યો હોય ! તે વિચારથી ઊડાડી મેલ્યું બધું.
એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે ‘કર વિચાર તો પામ’ એ છે તે જુદી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પણ શેનો વિચાર ?
દાદાશ્રી : એ વિચાર તો, હિત ને અહિતનું એવું તેવું વિચાર કર. હિતાહિતનો વિચાર કર. વિચારદશા વધતી વધતી વધતી, હિતાહિતની વિચારદા એકદમ વધતી જાય ત્યારે એ પછી જ્ઞાનાંક્ષેપકવંત થાય. એટલે વિચારદશામાં વિક્ષેપ જ ન પડે, એમ ને એમ. એટલે સંસારમાં બધું છૂટું પડી જાય.
પ્રશ્નકર્તા : એ હિતાહિતનો વિચાર કરતાં કરતાં એ સ્થિતિ
આવે ?
દાદાશ્રી : હા, તે સંસાર છૂટો પડી જાય. તેથી એ કહે છે કે કર વિચાર તો પામ. પણ એટલું બધું વિચારવાની આ લોકોની તાકાત નહીં ને ! ગજુ નહીં ને ! મને જ્ઞાન થતાં પહેલાં છ-છ કલાક સુધી, એમાં આત્મા પ્રાપ્ત નહોતો થયો તોય એના વિચારમાં જ પડ્યો રહેતો'તો, સંસારમાં નહીં.
પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી હિતાહિતનો વિચાર હવે જરૂર નથી. દાદાશ્રી : હવે જરૂર નથી પણ જ્ઞાન પહેલાં જરૂર ને ! પ્રશ્નકર્તા : ‘વસ્તુ વિચારત ધ્યાવત, મન પામે વિશ્રામ. રસ સ્વાદમ્ સુખ ઉપજે, અનુભવ તાકો નામ.’
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ત્રિકાળી વસ્તુને વસ્તુ કહે છે. સનાતન, જે કાયમ હોય તે વસ્તુ, એ વસ્તુ વિચાર એટલે આત્માના વિચારમાં જ તન્મયાકાર રહે, ધ્યાવત કર્યા કરે, તો મન બિલકુલ વિશ્રામને પામી જાય. કો'કને એટલો આનંદ હોય, આત્માના વિચારમાં જ પડી ગયો. એટલે પેલો બિલકુલ આનંદમાં જ આવી જાય અને તે ઘડીએ રસાસ્વાદ ઉપજે. જે સુખ ઉપજે, એને અનુભવ કહે છે. હા, પણ આ બાહ્ય અનુભવ છે. આ ક્રમિક માર્ગનો બાહ્ય અનુભવ છે. ત્યાર પછી વસ્તુ હાથમાં આવ્યા પછી અંતર અનુભવ થાય.
પ્રશ્નકર્તા : હાથમાં કેવી રીતે આવે ?
૧૪૪
દાદાશ્રી : હાથમાં આવે, એટલે એમ કરતાં કરતાં હું તે રૂપ જ છું એવું ભાન થાય અને એને કોઈ જ્ઞાની પાસેથી, ગમે તેની પાસેથી એના ગુણધર્મને પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીની જરૂર તો ખરી જ, ક્રમિકમાં કે અક્રમમાં, બન્નેમાં ?
દાદાશ્રી : જ્ઞાની વગર તો કોઈ દહાડો કશું કામ જ થાય નહીં.
આ બધું પૃથક્કરણ રૂપે મૂકી દીધેલું છે. આખો બધો જ ફોડ મૂકી દીધેલો છે. તેથી કહ્યુંને, મારામાં સેન્ટ બુદ્ધિ નથી. અહીં તો આખું જગત બુદ્ધિના ઉપર ઊભું રહેલું છે. ક્રમિક માર્ગમાં તમામ જ્ઞાનીઓ બધા બુદ્ધિના આધારે જ જીવે છે ને !
બીજું કંઈ પૂછવું છે ? બધું પૂછીને ખુલાસા કરી લેજો. પછી તમારા મનમાં આંટી રહી ના જાય. આ વિજ્ઞાન છે એટલે ખુલાસા બધા પૂછી લેવા જોઈએ. જ્યાં જ્યાં આપણને હરકત લાગે ત્યાં પૂછી લેવું. એમાં આબરૂ જાય નહીં કે હજુ આ પૂછશો તો... એ તો વીસ વર્ષથી બેસતો હોય તેણેય પૂછવું જોઈએ તો પુદ્ગલ નિકાલ થાય. જ્ઞાની પુરુષ પાસે પૂછાય, કારણ કે કૃપાળુદેવે શું કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે. માટે ત્યાં પૂછવાનું. પેલો આત્મા અત્યારે જવાબ આપશે