________________
આપ્તવાણી-૮
૧૫૭
૧૫૮
આપ્તવાણી-૮
છે બે જ, ને ઊંડા ઉતરવું નથી કે આ ચોરી કરવા નીકળ્યો છે કે શું ? એમને તો આ ગજવું કાપતો ય દેખાય, પણ એમને તો જોવું ને જાણવું બે જ ! વિષયો નહીં એમને, વિષય એટલે “સબ્બક્ટ’ નહીં. આ ક્યો વિષય છે ? ત્યારે કહે કે ગજવું કાપવાનો. એ વિષય આ લોકોને જાણવાનો, એમને તો કશું ય નહીં !
મેં હાથ ઊંચો કર્યો, તે બધા સિદ્ધોને જ્ઞાનમાં દેખાય. એ સિદ્ધો શેયોને જાણ્યા જ કરે છે. આ જગતમાં શેય અને દ્રશ્ય બે જ વસ્તુ છે. શેયને જાણ્યા કરે છે અને દ્રશ્યને જોયા કરે છે. એનું પરિણામ શું ? કે અનહદ સુખ, સુખનો પાર જ નહીં !! એ સ્વાભાવિક સુખ છે !!!
સ્વભાવે સરખાં, પણ અસ્તિત્વ નોખાં ! હવે લોકોની શી ભાંજગડ છે? કે ત્યાં એક કેમ નહીં ? અરે, એક ખરું પણ એ કઇ રીતે છે ? આ અહીં પાંચ લાખ સોનાની લગડીઓ હોય, ઢગલો લાવ્યો હોય તેને આપણે શું કહેવું પડે કે આ સોનું છે ? એવું ના કહેવાય ? કહેવાય ખરું ને ?
પ્રશ્નકર્તા : સોનું ય કહેવાય અને લગડીઓ પણ કહેવાય.
દાદાશ્રી : ના. પણ આ બધું સોનું જ છે એમ કહેવાય કે ના કહેવાય ? ભલેને લગડી રૂપે હોય, પણ સોનું જ છે ને બધું ? એવું આ પરમાત્મા એક જ છે. આત્મા એક જ છે, પણ તે સોના રૂપે એક છે, ને લગડીઓ રૂપે જુદા જુદા છે. એ પ્રત્યેક પોતાના વ્યક્તિત્વ ભાવને છોડતું જ નથી !
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ કે આખો એક જ આત્મા છે એમ કહી શકાય ?
દાદાશ્રી : એ સોના તરીકે દરેક આત્મા સોનું જ છે, પણ લગડી તરીકે પ્રત્યેક આત્મા પોતાના વ્યક્તિત્વને છોડતા નથી.
પ્રશ્નકર્તા : એટલે પ્રત્યેક વ્યક્તિનો આત્મા છેવટે એક જ છે ? દાદાશ્રી : એક એટલે એક જ સ્વભાવનો છે. આત્મામાં કોઈ ફેર
નથી. જેમ લગડીઓમાં ફેર નથી, છેવટે બધું સોનું જ છે, એવી રીતે આ પ્રત્યેક આત્મામાં ફેર નથી.
પ્રશ્નકર્તા: જો આત્માનો એક જ ગુણધર્મ હોય તો પછી વ્યક્તિત્વ બધા જુદાં કેમ પડ્યા ?
દાદાશ્રી : એ વ્યક્તિત્વ જે એનાં જુદાં પડ્યાં છે, એ તો એનો કાળ અને ક્ષેત્ર બદલાવાથી ! દરેકનાં કાળ અને ક્ષેત્ર જુદાં જુદાં જ હોય. તમે જે ક્ષેત્રે બેઠાં છો, તો આમને એ ક્ષેત્ર ના હોય ને ? હવે એ અહીંથી ઊઠ્યાં પછી તમે એ જગ્યાએ બેસો તો ક્ષેત્ર એક પ્રાપ્ત થાય, પણ ત્યારે કાળ પેલો બદલાઇ જાય.
એટલે આ જગત પ્રવાહ રૂપે છે. આ જગત સ્થિર નથી, પણ પ્રવાહ રૂપે, સંસાર રૂપે છે. સંસાર એટલે સમસરણ, નિરંતર પરિવર્તન પામતું, એક ક્ષણ વાર પણ સ્થિર રહેતું નથી ! જેમ કોઈ બે લાખ માણસનું લશ્કર આમ જતું હોય તો કંઈ પાંચ, દશ કે પંદરની જોડીમાં પણ એની લાઇનમાં જ હોય ને બધું ? તે આમ વહ્યા કરતું હોય તો તમને દેખાયા કરે ને બધું ? એવી રીતે જ્ઞાનીઓને આ જગત વહેતું દેખાયા કરે છે. જ્યારે જ્ઞાનચક્ષુ ખુલ્લાં થઈ જાય છે ત્યારે દેખાયા કરે છે કે જગત વહેતું છે. અને વહેતું છે માટે જ્યાં તમે છો ત્યાં એ ક્ષેત્રમાં બીજો નથી અને તમારા ક્ષેત્રમાં બીજો જ્યારે આવે છે ત્યારે કાળ બદલાય છે. એવું આપને સમજમાં આવે છે ? એટલે આ દેહ, આકાર, પુણ્ય ને પાપ બધું જુદું જુદું હોય છે. પણ બધાં આત્મસ્વરૂપે એક હોય છે.
‘વસ્તુ-સ્વરૂપ'તાં વિભાજીત હોય નહીં ! પ્રશ્નકર્તા : તો બધા આત્મા એક આત્માનાં જ અંશ છે, એવું કહી શકાય ખરું ?
દાદાશ્રી : ના, ના ! બધા આત્મા એક આત્માનાં જ અંશ ના હોય ! એવું છે, હંમેશાં ય જે વસ્તુ હોય ને, તેમાં આ રૂપી વસ્તુઓનો અંશ હોય, પણ અરૂપીના અંશ ના હોય. અરૂપી એક જ વસ્તુ સ્વરૂપે હોય. એના અંશ થાય, ટુકડા થાય, વિભાજન થાય તો ફરી એ એક ના થાય. એટલે