________________
આપ્તવાણી-૮
૧૫૯
૧૬૦
આપ્તવાણી-૮
પોતે સર્વાશ સ્વરૂપે છે.
પ્રશ્નકર્તા એટલે હું મારામાં પૂર્ણ શુદ્ધાત્મા છું ? દાદાશ્રી : તમે પૂર્ણ છો જ, સર્વાશ જ છો ને !! પ્રશ્નકર્તા તો આત્માનું વિભાજન થઈ શકે નહીં ?
દાદાશ્રી : આત્મા પોતે જ પરમાત્મા છે. અને એ વસ્તુ સ્વરૂપ છે. એટલે એનો એક ટુકડો ય છૂટો પડે નહીં, એવી આખી વસ્તુ છે. વિભાજન થાય એટલે ટુકડો થઈ જાય તો વસ્તુ ખલાસ થઈ જાય, પણ એવું નથી. આત્માનું વિભાજન થઈ ના શકે.
પ્રશ્નકર્તા : અમીબા નામનાં જીવો છે, એની વંશવૃદ્ધિ વિભાજન પદ્ધતિથી થાય છે, એકનાં બે થાય, બેનાં ચાર થાય, એટલે પ્રશ્ન થયો કે આત્માનું વિભાજન થાય ?
દાદાશ્રી : એ બરોબર છે. પણ એ તો આત્માનું વિભાજન નથી થતું. આ દેહનું વિભાજન થાય છે. આ દેહમાં અનંતા જીવો હોય છે, તે જુદાં જુદાં વિભાજન થઈ જાય છે. તે આ એક બટાકો છે ને, એમાં ઘણાં બધા જીવો છે. એ જ્યારે ટુકડા કરીએ ને, તો આવડો નાનો ટુકડો રોપીએ તો ય એ ઊગે પાછો. અને બીજી કેટલીક વસ્તુઓ ટુકડો કરીએ ને રોપીએ તો એ ના ઊગે ! જેમાં ટુકડા કરીને રોપીએ ને ઊગે, તેમાં બહુ જીવો હોય. એ દુધવાળા છોડ છે ને, થોરિયા ને એવાં, એ બધાનો આટલો ટુકડો રોપીએ તો ઊગે. એમાં વધારે જીવો છે, તે વંશવૃદ્ધિ થયા જ કરે.
પ્રશ્નકર્તા : તો પછી સૂક્ષ્મ-આત્મા ને સ્થળ-આત્મા એવું જે કહેવાય છે, એમાં ફેર શું ?
દાદાશ્રી : એવું છે, સૂક્ષ્મ-આત્મા, સ્થૂળ-આત્મા એવું તેવું આત્માનાં વિભાગ જ નથી હોતાં. છતાં આ લોકો સ્થૂળ-આત્મા ને સૂક્ષ્મઆત્મા એવું બધું કહે છે. એ બધું જ વિનાશી-આત્મા છે. અને જે મૂળ દરઅસલ આત્મા છે ને, તે તો અવિનાશી છે. એનો સૂક્ષ્મ ભાગે ય નથી હોતો, સ્થૂળ ભાગે ય નથી હોતો.
હું જેને આત્મા કહું છું તેમાં, જેનો સૂક્ષ્મ વિભાગ નથી, સ્થૂળ વિભાગ નથી, અવિભાગી-અવિભાજ્ય એવો એ પરમાત્મા છે. અને તમે વિભાજન થાય એવી સ્થળ ને સૂક્ષ્મ આત્માની વાત કરો છો. આ સ્થૂળ, સૂક્ષ્મ, એ બધું વિનાશી છે. એ ‘મિકેનિકલ આત્મા” છે. અને હવા જવા દઇએ તો જ એ ‘મિકેનિકલ આત્મા’ ચાલે, નહીં તો પછી આમ હવા બંધ કરી દઇએ તો એ ઊડી જાય. જ્યારે મૂળ આત્મા તો મરતો જ નથી.
એટલે આત્મા જો પરમાત્માનો અંશ હોયને તો એ ક્યારે ય સર્વાશ ના થાય. અને સર્વાશ ના થાય એ આત્મા જ ન હોય ! ‘તમે’ સર્વાશ છો. પણ એનું તમને ભાન નથી. તમને અંશ ભાન છે, તમે તો આખા પરમાત્મા છો. પણ તમને ઓછું ભાન છે. અંશ પરમાત્મા કોઈ દહાડો ય હોય નહીં. પરમાત્માના ટુકડા થતા નથી.
શું રૂપિયો પઈ થાય કદિ ?! આપને સમજાયું ને કે ભગવાન તો સર્વાશ સ્વરૂપે જ રહે છે ? તમે એવું જાણતા હતા કે અંશ સ્વરૂપે ભગવાન છે ? ત્યારે આ લોકો જે અંશ સ્વરૂપે છે, એવું બોલ્યા છે, એ કંઈ ગમ્યું તો નહીં હોય ને ? ગપ્યું હશે એ ? એ ગમ્યું નથી, પણ લોકો ચોપડવાની દવા પી જાય તો શું થાય ? અંશસ્વરૂપ શું છે ? કે ‘તમારામાં ‘ભગવાન’ તો સર્વાશ છે, પણ જેટલું આવરણ તૂટ્યું એટલું ‘તમને” આંશિક જ્ઞાન પ્રાપ્ત થયું છે. પણ મહીં “ભગવાન” સર્વાશ છે. અને આ ભવમાં ‘તમને સવાશ જ્ઞાન પ્રગટ થઈ શકે છે. આ હિન્દુસ્તાનનો મનુષ્ય હોવો જોઈએ. કારણ કે અહીંનો, હિન્દુસ્તાનનો માણસ ‘ફુલ ડેવલપ’ થયેલો છે. ફોરેનવાળાને માટે આ જ્ઞાન કામનું જ નથી. કારણ કે જે પુનર્જન્મને સમજતા નથી. તેને આ જ્ઞાન કામનું જ નથી ! જેને પુનર્જન્મ સમજાય છે, તેને જ ભગવાનનું સવંશ સ્વરૂપ સમજાય !
એટલે આવું જ વિજ્ઞાન સાંભળવામાં આવે તો હિન્દુસ્તાનના લોકોમાં શક્તિઓ બધી જાગી ઊઠે. નહીં તો આ લોકો મનમાં શું માને કે, ‘આપણે તો શું કરી શકવાનાં હતાં ? આપણે તો ભગવાનનાં અંશ !” લોકોએ આવું શીખવાડ્યું કે “આપણે તો ભગવાનનાં અંશ છીએ', કહેવું !