________________
આપ્તવાણી-૮
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૮
ન થાય આત્મામાં વિલિનીકરણ ! પ્રશ્નકર્તા : તો એ વાત ખરી છે કે આત્મા પરમાત્મામાં વિલિન તો થાય છે જ, પણ તે એક અવતારમાં નહીં તો બીજા અવતારમાં, નહીં તો ત્રીજા અવતારમાં ?
દાદાશ્રી : ના, ના ! ત્યાં આગળ વિલિનીકરણ છે જ નહીં. આત્મા પોતે જ પરમાત્મા છે. ‘હું ચંદુભાઈ છું” એવું ભાન છે અત્યારે તમને. એ
જ્યારે ‘હું આત્મા છું' એવું ભાન થશે ત્યારે તમને પરમાત્માનું ભાન થશે. એ આત્મા એ જ પરમાત્મા છે. તમારો આત્મા એ ય પરમાત્મા છે, આમનો આત્મા ય પરમાત્મા છે. બાકી વિલિનીકરણ તો બધું આ બધાં લોકોએ લખ્યું છેને, તે લોકોનાં મગજ ખલાસ કરી નાખ્યાં છે. આત્માનાં વિલિનીકરણ થતાં હશે ? આનો આ જ આત્મા, પણ એનું ભાન થયું નથી. અત્યારે આત્માના બેભાનપણામાં છો. આત્માનું ભાન નથી. અત્યારે ‘તમને’ ‘હું ચંદુભાઈ છું” એ ભાન છે, “દેસાઈ છું' એવું ભાન છે. પણ ‘હું આત્મા છું' એવું ભાન નથીને !
આ બધા (મહાત્માઓ) તમારી અંદર બેઠેલા આત્માને જુએ છે, અને એ જ પરમાત્મા છે. વિલિનીકરણ કરવાનું હોય ને, તો તો આ પરમાત્મા દેખાય જ નહીં ને ! આ તો બકરીમાં હઉ પરમાત્મા દેખાય છે. આખા ય પરમાત્મા બકરીમાં બેઠેલા છે, ગધેડામાં ય પરમાત્મા બેઠેલા છે. એટલે વિલીનીકરણ જેવી વાત જ નથી. આ બધું જે વાંચી લાવ્યા હોય ને, એ બાજુએ મૂકી દેવાનું.
જેને વલોવવાથી જરા ય માખણ ના નીકળે, એને શું કરવાનું? ફેંકી દેવાનું, ઢોળી દેવાનું. ને ઉપરથી આ તો કરેલી મહેનત બધી છૂટી પડી અને મગજમાં તોરી પેઠી કે ‘હું કંઈક જાણું છું !' અલ્યા, શું જાણે છે તે ? ઠોકરો ખાઈ ખાઈને તો દમ નીકળી ગયો ! ઠોકરો ખાય એટલે દમ નીકળી જાય કે ના નીકળી જાય ? ને મનમાં શું ય માની બેસે !
પ્રશ્નકર્તા : પણ એવું કહ્યું છે કે પ્રત્યેક આત્મા છે, તે એક જ આત્માનો આવિર્ભાવ છે, બ્રહ્મનો આવિર્ભાવ છે અને એમાં પછી મળી
જાય છે.
દાદાશ્રી : કોણે કહ્યું છે તમને એવું ?
પ્રશ્નકર્તા: એવું વાંચેલું છે કે દરેક આત્મા છે, તે બ્રહ્મમાં વિલિન થઈ જાય છે. એ જે પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે ને, તો બ્રહ્મમાં વિલિન થઈ જાય છે.
દાદાશ્રી : તો પછી આપણે ભાગ શું રહ્યું ? પ્રશ્નકર્તા બ્રહ્મમય થઈ જવાય ! દાદાશ્રી : એમાં આપણું શું રહ્યું પણ ?
પ્રશ્નકર્તા : આપણે આપણાપણું ગુમાવવાનું છે અને ઈશ્વરપણું પ્રાપ્ત કરવાનું છે.
દાદાશ્રી : હા, પણ એ તો ઈશ્વરમાં આપણે સમાવેશ થઈ જવાનું, તેમાં આપણને શું ફાયદો મળ્યો ? તેનાં કરતાં તો આપણું આ સ્વતંત્ર વ્યક્તિત્વ તો છે, તે અત્યારે લાડવા, ભજિયાં બધું મળે છે. ફક્ત બે ગાળો ચોપડાવી દે એટલી જ ભાંજગડ છે ને ?! બીજી શી ભાંજગડ છે ? અને આ લોકો પણ શું કહે છે ? કે, ‘અહીંના કરતાં સુખ વધારે હોય તો જ અમે મોક્ષે જઇએ અને ત્યાં એકાકાર થઈ જવાનું હોય તો અમારે જવું નથી !'
તેજ ભળે તેજમાં, તો પોતાનું શું રહ્યું ? પ્રશ્નકર્તા : પણ ‘અહમ્ બ્રહ્માસ્મિ' કહેવાવાળાઓ તેજમાં ભળી જવાની વાત કરે છે કે મોક્ષ એટલે તેમાં ભળી જવું, તો મોક્ષ અને તેમાં ભળી જવું, એ બંને એક જ ગણાય કે કેમ ?
દાદાશ્રી : એ લોકો જેને મોક્ષ કહે છે કે મોક્ષ એટલે તેજમાં ભળી જવું, એ મોક્ષ વાજબી નથી. વીતરાગોએ કહ્યો છેને મોક્ષ, કે ત્યાં સિદ્ધગતિમાં પણ પોતાનો અલાયદો અનુભવ છે, એ ‘કરેક્ટ' વસ્તુ છે ! આપણને અલાયદો અનુભવ ના હોય અને ત્યાં મોક્ષમાં ભેગું થઈ જવાનું હોય તો તો એ મોક્ષે જવાનો અર્થ જ નથી, “મીનિંગલેસ’ વાત છે. એટલે